Home> Gujarat
Advertisement
Prev
Next

ISRO ચીફ કે.સિવન અમદાવાદના મહેમાન બન્યા, કોન્ફરન્સમાં ભાગ લેશે

આઇએસએસસી (ISSC)ની કોન્ફરન્સમાં ભાગ લેવા ઈસરો (ISRO)ના ચેરમેન કે. સિવન (K Sivan) અમદાવાદ પહોંચ્યા છે. ચંદ્રયાન-2 (Chandrayaan 2) મિશનમાં વિક્રમ લેન્ડર (Lander Vikram)નો સંપર્ક તૂટ્યા બાદ તેઓ વડાપ્રધાનને ગળે લગાવીને રડ્યા હતા. ત્યારે આઈએસએસી દ્વારા આજે  ‘સિસ્ટમ એન્જિનિયરીંગ ફોર નેશનલ ડેવલપમેન્ટ’ વિષય પર યોજાનાર કોન્ફરન્સમાં ભાગ લેવા તેઓ અમદાવાદ (Ahmedabad)ના મહેમાન બન્યા છે.  

ISRO ચીફ કે.સિવન અમદાવાદના મહેમાન બન્યા, કોન્ફરન્સમાં ભાગ લેશે

ગૌરવ પટેલ/અમદાવાદ :આઇએસએસસી (ISSC)ની કોન્ફરન્સમાં ભાગ લેવા ઈસરો (ISRO)ના ચેરમેન કે. સિવન (K Sivan) અમદાવાદ પહોંચ્યા છે. ચંદ્રયાન-2 (Chandrayaan 2) મિશનમાં વિક્રમ લેન્ડર (Lander Vikram)નો સંપર્ક તૂટ્યા બાદ તેઓ વડાપ્રધાનને ગળે લગાવીને રડ્યા હતા. ત્યારે આઈએસએસી દ્વારા આજે  ‘સિસ્ટમ એન્જિનિયરીંગ ફોર નેશનલ ડેવલપમેન્ટ’ વિષય પર યોજાનાર કોન્ફરન્સમાં ભાગ લેવા તેઓ અમદાવાદ (Ahmedabad)ના મહેમાન બન્યા છે.  

કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવના ભાજપ પર પ્રહાર, ‘આખા દેશમાં મંદી, દૂર દૂર સુધી ક્યાંય વિકાસ દેખાતો નથી’  

ઈસરોના ભવિષ્યના પ્રોજેક્ટ અને આગામી પ્લાનિંગ વિશે કે. સીવને કહ્યું કે, ઈસરોના ભવિષ્યના મિશન નક્કી છે. નજીકના ભવિષ્યમાં પીએસએલવીથી કાર્ટો-3 ઉપગ્રહ લોન્ચ કરવામાં આવશે. ત્યાર બાદ આરએસએટુબીઆર એક પણ લોન્ચ કરવામાં આવશે. સાથે જ જીએસસેટ- 1 મિશન પણ શરૂ કરાશે. ઈસરો નાના સેટેલાઇટ લોન્ચ કરવા માટે વ્હીકલ બનાવશે. જે ભારત માટે મહત્વનું રહેશે. તે કોસ્ટ ઈફેક્ટિવ રહેશે. ઈસરો દ્વારા સૂર્ય પર અભ્યાસ કરવાનું મિશન હાથ ધરવામાં આવશે. વડાપ્રધાન દ્વારા જાહેર કરાયેલા ગગનયાન ક્રાયક્રમ પર ઈસરો હાલ કાર્ય કરી રહ્યું છે.

સુરત એરપોર્ટ પર વ્યક્તિની ચાલ કંઈક અલગ લાગી, તપાસ કરતા જોયું તો પ્રાઈવેટ પાર્ટમાં છુપાવ્યું હતું....

ચંદ્રયાન મિશનના વિક્રમ લેન્ડર સાથે સંપર્ક થવા મામલે તેણે મીડિયાને કહ્યું કે, ચંદ્રયાન-2નું ઓર્બિટર સારી રીતે કાર્યકરી રહ્યું છે. પણ, લેન્ડરનુ કોઇ સિગ્નલ હજી મળ્યું નથી. પણ ઓર્બિટર યોગ્ય છે. ચંદ્ર પર બીજું યાન મોકલવું કે કેમ તે નેશનલ સ્તરની સમિતિમાં નિર્ણય થયા બાદ નક્કી થશે. તેમણે કહ્યું કે, 15 ઓગસ્ટ, 2022 પહેલા ઈસરો ગગનયાન મિશનથી માનવને અવકાશમાં મોકલવાના લક્ષ્યાંક સાથે કામ કરી રહ્યું છે. ઈસરોની ટીમ આ માટે કાર્ય કરી રહી છે.  

ઉલ્લેખનીય છે કે, 10 જાન્યુઆરી, 2018ના રોજ કે.સીવન ઈસરોના ચેરમેન પદે નિયુક્ત કરાયા હતા. વિક્રમ લેન્ડર જ્યારે ચંદ્રની સપાટીથી 2.1 કિલોમીટર દૂર હતું, ત્યારે તેનો સંપર્ક તૂટ્યો હતો. જેના બાદ ભાવુક થયેલા કે.સીવન વડાપ્રધાન મોદીને ગળે લગાવીને રડી પડ્યા હતા. આ ઘટના સમગ્ર દેશમાં ચર્ચામાં આવી હતી. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More