Home> Gujarat
Advertisement
Prev
Next

બનાસકાંઠાના 46 પૈકી 19 વિદ્યાર્થીકાલે પરત ફરશે, આઇસોલેશન વોર્ડ ચાલુ કરાયો

ચીનમાં કોરાના વાઇરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરાના વાઈરસને લઈ ચીનમાં અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીની ચિંતામાં તેમના પરિવાર છે. આ સમગ્ર મામલે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર પણ સતર્ક છે. જિલ્લાના ચીનમાં અભ્યાસ અર્થે ગયેલા 46 વિદ્યાર્થીઓના સંપર્કમાં કલેકટર અને તેમની ટીમ છે. આવતીકાલે તે પૈકીના 19 વિદ્યાર્થીઓ બનાસકાંઠા પરત ફરશે.

બનાસકાંઠાના 46 પૈકી 19 વિદ્યાર્થીકાલે પરત ફરશે, આઇસોલેશન વોર્ડ ચાલુ કરાયો

અલ્કેશ રાવ/ પાલનપુર: ચીનમાં કોરાના વાઇરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરાના વાઈરસને લઈ ચીનમાં અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીની ચિંતામાં તેમના પરિવાર છે. આ સમગ્ર મામલે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર પણ સતર્ક છે. જિલ્લાના ચીનમાં અભ્યાસ અર્થે ગયેલા 46 વિદ્યાર્થીઓના સંપર્કમાં કલેકટર અને તેમની ટીમ છે. આવતીકાલે તે પૈકીના 19 વિદ્યાર્થીઓ બનાસકાંઠા પરત ફરશે.

અમદાવાદનાં નિકોલમાં 3 કિલો સોનાની લૂંટથી ચકચાર

બનાસકાંઠા જિલ્લાના 46 વિદ્યાર્થીઓ અત્યારે ચીનના અલગ અલગ શહેરમાં છે. કોરાના વાઈરસના કારણે ત્યાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ ઘર ની બહાર પણ નીકળતા નથી. ખાદ્યપદાર્થો અને પાણીની પણ તંગી સર્જાઈ છે. વિદ્યાર્થીઓ તેમના પરિવાર સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાયેલા છે. તેમના પરિવારજનો પણ તેમના સ્વજન વહેલા સ્વદેશ પરત આવે તે માટે રડતી આંખે વહીવટી તંત્ર અને ભારત સરકાર તેમજ વિદેશ મંત્રાલયને અપીલ કરી રહ્યા છે.

વડોદરા પાલિકા લોકો પાસેથી ભીનો-સુકો કચરો અલગ ઉઘરાવીને ભેગો કરી દે છે!

ચીનમાં બનાસકાંઠાના કુલ 46 વિદ્યાર્થીઓ ફસાયેલા છે. આ તમામ વિદ્યાર્થીઓની માહિતી એકત્ર કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના જે વિદ્યાર્થીઓ ત્યાં છે તે તમામ સાથે જિલ્લા કલેકટર સંપર્ક છે. આવતીકાલે 46 પૈકી 19 વિદ્યાર્થીઓ પરત આવશે. જેમને અમદાવાદ ખાતે તપાસ કર્યા બાદ પાલનપુર લાવવામાં આવશે. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પણ કોરોના વાઈરસને લઈ આઈસોલેશન વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે. જ્યાં આ બાળકોને ફરી શારીરિક ચકાસણી કરવામાં આવશે. જે બાદ 14 દિવસ થી આ તમામ વિદ્યાર્થીઓને ઓબ્ઝર્વેશન માં રાખવામાં આવશે.

ઘુંઘટમાં રહેલી આ મહિલા ઠંડે કલેજે રમી ખુની ખેલ, વિગતો જાણીને મગજ મારી જશે બહેર
કોરોના વાઇરસને લઈને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે અને તેમાં નિષ્ણાત તબીબો અને સ્ટાફ નર્સોને પણ ખડેપગે રખાયા છે. કોઈ પણ પ્રકારની કચાસ ન રહે તેની પૂરતી કાળજી રખાઈ રહી છે જે પણ વ્યકતી શંકાસ્પદ જણાશે તો તેની તાત્કાલિક સારવાર શરૂ કરી દેવાશે. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં કોરોના વાઇરસને લઈને આઇસોલેશન વોર્ડ શરૂ કરાયો છે. કોરોના વાઈરસ ને લઈ વહીવટી તંત્ર સતર્ક છે. ત્યારે ચીન થી આવતા  તમામ વિદ્યાર્થીઓ સુખરૂપ સ્વદેશ પરત ફરે તે માટે સૌ પ્રાર્થના કરી રહ્યા છીએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More