Home> Gujarat
Advertisement
Prev
Next

ISKCON Bridge Accident Update: ઇસ્કોનબ્રિજ પર 9ને કચડનાર જેગુઆર કારને મળ્યા 'જામીન', 1 કરોડના બોન્ડ ભરી છોડાવી

ISKCON Bridge Accident Update: કારના મૂળ માલિક ક્રિશ વારિયાએ જેગુઆર પરત મેળવવા અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી.

ISKCON Bridge Accident Update: ઇસ્કોનબ્રિજ પર 9ને કચડનાર જેગુઆર કારને મળ્યા 'જામીન', 1 કરોડના બોન્ડ ભરી છોડાવી

ઝી બ્યુરો/અમદાવાદ: ઇસ્કોન અકસ્માતમાં કેસમાં એક મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. ઈસ્કોન ઓવરબ્રિજ પર બનેલી ઘટનામાં તથ્ય પટેલ ભલે જેલમાં બંધ હોય, પરંતુ 9 લોકોની જિંદગી ઉજાડી નાંખનાર જેગુઆરને જામીન મળી ગયા છે. ઇસ્કોન અકસ્માતમાં કેસમાં જેગુઆર કાર તેના મૂળ માલિકને પરત મળશે. જેગુઆર કારના મૂળ માલિક ક્રિશ વારિયાને તેમની કાર પરત મળશે. ગ્રામ્ય કોર્ટે પોલીસને આ કેસમાં મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે.

ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદ શરૂ,હવે આગામી 6 દિવસ વીજળીના કડાકા સાથે તૂટી પડશે વરસાદ

આ અકસ્માત બાદ કારના મૂળ માલિક ક્રિશ વારિયાએ જેગુઆર પરત મેળવવા અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. અકસ્માતમાં ગાડીને નુકસાન થયું છે. ત્યારે મૂળ માલિકે બિઝનેસમાં ગાડી વગર તકલીફ પડતી હોવાની કોર્ટમાં રજૂઆત કરી હતી. તેણે ગાડી વચગાળાના સમય માટે પરત મેળવવા કોર્ટ જે પણ શરત મૂકે એની સાથે સંમતિ દર્શાવી હતી. આ મુદ્દે તપાસ અધિકારીએ કોર્ટમાં રિપોર્ટ પણ જમાં કરાવ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે ગાડીની કિંમત 78 લાખ રૂપિયા છે. અત્યારે CRPC અંતર્ગત ચાર્જશીટ બાદ 173/8ની તપાસ ચાલી રહી છે. એક ઘાયલ વ્યક્તિ હજી હોસ્પિટલમાં દાખલ છે, તેથી ગાડી પરત આપી શકાય નહિ.

ખેતરની ફરતે તાર ફેન્સીંગ યોજના શું છે? ખેડૂતો કેવી રીતે અરજી કરી મેળવી શકે છે સહાય

ઇસ્કોન અકસ્માતમાં કેસમાં જેગુઆર કારની ટક્કરથી 9 લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા. અકસ્માતમાં જેગુઆર કાર ડેમેજ થયાની કોર્ટમાં માલિકની રજુઆત હતી. જેગુઆર કાર એસજી હાઇવે ટ્રાફિક પોલીસ સ્ટેશન 2 ખાતે જમા છે. મિત્રતામાં ક્રિસ વાલિયાએ પ્રગ્નેશ પટેલને કાર આપી હતી અને ત્યારબાદ પ્રગ્નેશ પટેલના પુત્ર તથ્ય પટેલે આ અકસ્માત સર્જ્યો હતો. ત્યારથી કાર પોલીસની કસ્ટડીમાં હતી. પરંતુ કોર્ટના હુકમ બાદ 1 કરોડના બોન્ડ પર જેગુઆર કાર મૂળ માલિકને સોંપવા પોલીસને આદેશ કરાયો છે. આ સાથે જ ગુજરાતમાં પ્રથમવાર 1 કરોડના બોન્ડ પર કાર માલિકને સોંપવા ગ્રામ્ય કોર્ટે હુકમ કર્યો છે. 

સનાતનના સન્માનમાં, ભાજપ ઉતરશે મેદાનમાં, મંત્રીઓને PM મોદીએ કહ્યું- મજબૂતીથી જવાબ આપો

કોર્ટે નોંધ્યું હતું કે ગાડી લાંબા સમયથી પોલીસ કસ્ટડીમાં છે. ગાડીને નુકસાનની શક્યતા છે, આથી Crpcની કલમ 451 નીચે ગાડી અરજદારને આપવી જોઈએ, પણ જરૂર પડે ગાડી તપાસ અર્થે ઓથોરિટી સમક્ષ હાજર કરવી પડશે. ગાડી અત્યારે એસ.જી. હાઇવે 02 ટ્રાફિક-પોલીસ મથકે પડી છે. ઉપરાંત અરજદારે 01 કરોડ રૂપિયાના વ્યક્તિગત અને સિક્યોરિટી બોન્ડ કોર્ટમાં ભરવા પડશે. કોર્ટની પરવાનગી વગર અરજદાર ગાડી કોઈને વેચી કે આપી શકશે નહિ. તપાસ અધિકારી ગાડી આપતી વખતે પંચનામું કરશે, ઉપરાંત ગાડીના ચારેય બાજુથી ફોટા પાડશે.

AUS, NZ અને કેનેડા નહીં આ 2 દેશો છે ભારતીય છાત્રોની પહેલી પસંદ, લાગે છે લાઈનો

મહત્વનું છે કે ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સૌથી મોંઘા બોન્ડ પર કોર્ટે હુકમ કર્યો છે. આ સાથે કોર્ટે ગમે તે સમયે કાર પુરાવા રૂપે હાજર કરવાની શરતે કાર માલિકને કાર સોંપવા કોર્ટે આદેશ કર્યો છે.

ટેટ/ટાટ પાસ ઉમેદવારો પહોંચ્યા બજરંગ બલીના શરણે! વિદ્યાર્થી ઠાલવી રહ્યા છે વેદના

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More