Home> Gujarat
Advertisement
Prev
Next

8 દિવસ સસ્તા ટુર પેકેજમાં ફરો આખું ગુજરાત, કચ્છથી લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી બધુ ફરવા મળશે

IRCTC : આ ટુરમાં કચ્છથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના ગુજરાતના મહત્વના સ્થળોને આવરી લેવાયા છે 
 

8 દિવસ સસ્તા ટુર પેકેજમાં ફરો આખું ગુજરાત, કચ્છથી લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી બધુ ફરવા મળશે

Gujarat Tourism : ગુજરાતીઓ એટલે ફરવાના શોખીન. ફરવાના શોખીન ગુજરાતીઓ તક મળે એટલે ફરવા ઉપડી જાય. ત્યારે સાવ સસ્તામાં આખું ગુજરાત ફરવાની બેસ્ટ ઓફર મળી છે.  IRCTC મુસાફરો માટે આ ખાસ ઓફર લઈને આવ્યું છે. IRCTC એ ગુજરાત ફરવા માટે 8 દિવસનું પેકેજ જાહેર કર્યું છે. તમે આ ફ્રેબ્રુઆરી મહિનામાં સસ્તામા આખું ગુજરાત ફરી શકો છો. 

IRCTC સમય સમય પર મુસાફરો માટે વિવિધ ટુર પેકેજ લઈને આવી છે, જેમાં ટ્રેન કે પ્લેન દ્વારા મુસાફરી કરાવાય છે. જેનાથી ભારતના ટુરિઝમને વેગ મળે. IRCTC તમને દેશભરના વિવિધ સ્થળો પર લઈ જાય છે. ત્યારે ગુજરાતમાં ફરવા માટે ભારતીય રેલવે ખાસ ‘ગરવી ગુજરાત’ ટુર લઈને આવ્યું છે.  IRCTC દ્વારા સંચાલિત આ સ્પેશિયલ ટ્રેન 28 ફેબ્રુઆરીના રોજ દિલ્હી સફદરગંજ રેલવે સ્ટેશનથી 8 દિવસ માટે ફરવા લઈ જશે.

35 હજાર કિલોમીટરની સફર
આ ટ્રેન ટુર સરકારની એક ભારત શ્રેષ્ઠ ભારત યોજના અંતર્ગત ડિઝાઈન કરવામાં આવી છે. આ ટેન ટુર પેકેજનું પહેલુ સ્ટોપ કેવડિયામાં રાખવામાં આવ્યું ચે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બતાવાશે. આખી ટ્રેન 8 દિવસો માટે દલગભગ 3500 કિલોમીટરની યાત્રા કરશે. આ ટુરિસ્ટ ટ્રેનમાં 4 ફર્સ્ટ ક્લાસ એસી કોચ, 2 સેકન્ડ એસી કોચ, પેન્ટ્રી કાર અને બે રેલ રેસ્ટોરન્ટ હશે. તેમાં 1546 મુસાફરો સવારી કરી શકશે. આઈઆરસીટીસીએ ગ્રાહકો માટે ઈએમઆઈ વિકલ્પ પણ આપ્યો છે.

આ પણ વાંચો : 

Amul દહી બાદ હવે ઘી અને બટરના ભાવમાં વધારો કરાયો, જાણો લો નવી કિંમત

રાતોરાત જંત્રી ડબલ કરી દેતા ગુજરાતભરના બિલ્ડર અકળાયા, મુખ્યમંત્રીને રજૂઆત કરશે

આ ધાર્મિક સ્થળો હશે
ગુજરાતના પ્રખુખ તીર્થ સ્થળો ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચાંપાનેર, સોમનાથ, દ્વારકા, નાગેશ્વર, બેટદ્વારકા, અમદાવાદ, મોઢેરા અને પાટણને આ મુસાફરીમાં સામેલ કરાયા છ. આ ઉપરાંત પ્રવાસીઓને ચાંપાનેર પુરત્તત્વ સાઈટ, વાવ, અમદાવાદમાં અક્ષરધામ, સાબરમતી આશ્રમ, મોઢેરા સૂર્યમંદિર, પાટણમાં રાણીની વાવમાં ફેરવવામા આવશે. તો ધાર્મિક સ્થળોની વાત કરીએ તો, સોમનાથ જ્યોર્તિલિંગ, નાગેશ્વર જ્યોર્તિલિંગ, દ્વારકાધીશ મંદિર અને બેટદ્વારકાની 8 દિવસની મુસાફરીમાં સમાવણી કરાઈ છે. 

કેટલો હશે ખર્ચ
પેકેજની વાત કરીએ તો આ એસી 2 ટિયર માટે 5225.00 રૂપિયા પ્રતિ વ્યક્તિ પેકેજ છે. એસી-1 (કેબિન) માટે 67,140 રૂપિયા પ્રતિ વ્યક્તિ અને એસી-1 (કૂપ) માટે પ્રતિ વ્યક્તિ 77400 ચૂકવવાના રહેશે. આ પેકેજમાં સંબંધિત શ્રેણીમાં ટ્રેનની યાત્રા, એસી હોટલમાં રાત વિરામ, ભોજનની વ્યવસ્થા અને ફરવાનો ખર્ચ કવર કરાશે. 

આ પણ વાંચો : જગતગુરુ રામભદ્રાચાર્યએ PM નરેન્દ્ર મોદી માટે કરી મોટી ભવિષ્યવાણી, 2024 માં...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More