Home> Gujarat
Advertisement
Prev
Next

IPS પ્રમોશન: કેશવ કુમાર, વિનોદ મલ અને સંજય શ્રીવાસ્તવને DGP રેન્ક મળ્યો

ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) અધિકારીઓનાં પ્રમોશન કોરોનાની સ્થિતીનાં કારણે અટકેલા હતા. જેમાં હવે પ્રથમ તબક્કામાં 3 IPS અધિકારીને પ્રમોશન આપવામાં આવ્યા છે. આસિસ્ટન્ટ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADGP) થી પ્રમોશન આપીને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) નો રેન્ક અપાયો છે. જેમાં કેશવ કુમાર, વિનોદ મલ અને સંજય શ્રીવાસ્તવને હવે DGP ની બઢતી મળી છે.

IPS પ્રમોશન: કેશવ કુમાર, વિનોદ મલ અને સંજય શ્રીવાસ્તવને DGP રેન્ક મળ્યો

ગાંધીનગર : ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) અધિકારીઓનાં પ્રમોશન કોરોનાની સ્થિતીનાં કારણે અટકેલા હતા. જેમાં હવે પ્રથમ તબક્કામાં 3 IPS અધિકારીને પ્રમોશન આપવામાં આવ્યા છે. આસિસ્ટન્ટ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADGP) થી પ્રમોશન આપીને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) નો રેન્ક અપાયો છે. જેમાં કેશવ કુમાર, વિનોદ મલ અને સંજય શ્રીવાસ્તવને હવે DGP ની બઢતી મળી છે.

નવસારીમાં 3 લેન ઓવરબ્રિજને સરકારની મંજુરી, લાખો લોકોનો સમય બચશે

જો કે જે પ્રકારે પ્રમોશન આવતા જાય છે તેને જોતા આગામી સમયમાં મોટા પ્રમાણમાં અધિકારી વર્ગમાં બદલીઓ પણ આવી શકે છે. મોટા ભાગનાં IPS અધિકારીઓને પ્રમોશન ક્લિયર થતા જાય છે તેમની બઢતી સાથે બદલીઓ પણ આવશે. જેના પગલે ગુજરાતમાં ઉચ્ચ લેવલ પર મોટા પ્રમાણમાં બદલીઓનો ગંજીફો ચિપાય તેવી શક્યતા છે.

વડોદરા: સાવલીના MLA કેતન ઇનામદાર બાદ તેમનો પરિવાર કોરોના સંક્રમિત, 4 લોકોનો રિપોર્ટ પોઝિટિવ

DGP પદ માટે 13 ઉમેદવારો
રાજ્યના નવા પોલીડ વડાની નિમણૂક માટે કવાયત શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ડીજીપીની નિમણૂક માટે નામોની યાદી તૈયાર કરાઇ છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ડીજીપી શિવાનંદ ઝા (Shivanand Jha) ને હવે એક્સટેન્શન નહિ મળે. ત્યારે ગુજરાતના નવા ડીજીપી માટે કેન્દ્રને કેટલાક નામોની યાદી મોકલવામાં આવી છે. ડીજીપીની પસંદગી માટે 13 નામોની યાદી કેન્દ્રને મોકલવામાં આવી છે. કેન્દ્રમાંથી લીલીઝંડી મળ્યા બાદ નવા ડીજીપીના નામની જાહેરાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હાલના ડીજીપી શિવાનંદ ઝા 31 જુલાઈના રોજ નિવૃત્ત થવાના છે. હાલના પોલીસ વડા શિવાનંદ ઝાને અગાઉ કોવિડની સ્થિતિમાં લોકડાઉનના કારણે 3 મહિનાનું એક્સટેન્શન અપાયું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More