Home> Gujarat
Advertisement
Prev
Next

International Women's Day: વડોદરાના કાશીબા મહિલાઓ માટે છે રોલ મોડલ, સંઘર્ષથી લઇને સફળતા સુધીની કહાની

કાશીબા (Kashiba) કહે છે કે મહિલાએ ક્યારેય હિંમત ના હારવી જોઈએ. કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી પગભગ થવું જોઈએ. જ્યારે તેમનો પૌત્ર કહે છે કે દાદી ને જોઈ કામ કરવાની ધગશ વધી જાય છે. દાદી દરેક માટે પ્રેરણારૂપ છે. 

International Women's Day: વડોદરાના કાશીબા મહિલાઓ માટે છે રોલ મોડલ, સંઘર્ષથી લઇને સફળતા સુધીની કહાની

રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરા (Vadodara) ના 96 વર્ષના કાશીબા (Kashiba) કમરથી વાંકા વળીને ચાલે છે, છતાં તે તમામ યુવાનોને શરમાવે તે રીતે કામ કરે છે. તમામ મહિલાઓ (Women's) માટે રોલ મોડલ છે કાશીબા (Kashiba) વડોદરા (Vadodara) ની એમ એસ યુનિવર્સિટીનો કોઈ એવો વિધાર્થી નથી જે કાશીબાને ના ઓળખતો હોય. ત્યારે કોણ છે કાશીબા અને કેમ તમામ મહિલાઓ (Women's) માટે આદર્શરૂપ છે કાશીબા. વિશ્વ મહિલા દિવસે (International Women's Day) જુવો અમારો આ વિશેષ અહેવાલ... 

વડોદરા (Vadodara) ના કમાટીબાગ (Kamatibag) ની સામે જય અંબે નાસ્તા હાઉસ નામથી 96 વર્ષના કાશીબા લારી ચલાવે છે. કાશીબાના પતિ રાયસિંહભાઈનું અવસાન થયા બાદ ચાની લારી કોણ ચલાવશે તે સૌથી મોટો સવાલ હતો ત્યારે કાશીબાએ હિંમત ના હારી પોતે ચાની લારી ચલાવવાનો નિર્ણય કર્યો. કાશીબા છેલ્લા 40 વર્ષથી પોતે ચાની લારી ચલાવે છે અને ઘરનું ગુજરાન કરે છે.

International Women’s Day: દરેકના દિલને સ્પર્શી જનાર મહિલાઓ પર બની છે આ ફિલ્મ

96 વર્ષના કાશીબા રોજ સવારે 6 વાગે ઉઠી પોતાની ચાની લારી પર આવી જાય છે અને સાંજે 5 વાગ્યા સુધી કામ કરે છે. તેવો પોતે ચા બનાવે છે અને ગ્રાહકોને પણ પોતે જ પીરસે છે. કાશીબા ને તેમનો પૌત્ર મયુર સોલંકી કામકાજમાં મદદ કરે છે સાથે જ તેમને લારી પર કારીગર પણ રાખ્યા છે. કાશીબા (Kashiba) ના પુત્રનું પણ અવસાન થયું છે. જેથી તે અને તેમનો પૌત્ર મળીને લારી ચલાવે છે.

International Women's Day: મહિલાની કોઠાસૂઝ, લોન પર બે ગાય લીધી, અને કરે છે લાખોની કમાણી

કાશીબા (Kashiba) કહે છે કે મહિલાએ ક્યારેય હિંમત ના હારવી જોઈએ. કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી પગભગ થવું જોઈએ. જ્યારે તેમનો પૌત્ર કહે છે કે દાદી ને જોઈ કામ કરવાની ધગશ વધી જાય છે. દાદી દરેક માટે પ્રેરણારૂપ છે. 

international women's day: સાક્ષાત દેવદૂત બની આ મહિલાએ 8 વર્ષમાં બચાવ્યા છે અનેકના જીવ

કાશીબા (Kashiba) 40 વર્ષ પહેલાં 2 રૂપિયે ચા વેચતા હતા, હવે 10 રૂપિયાનો એક કપ ચા વેચે છે. કમાટીબાગ માં મોર્નિંગ વોક કરવા આવતા મોટાભાગના લોકો કાશીબા ની ચાની ચુસ્કી મારે છે, તેમજ દર વર્ષે કાશીબા (Kashiba) નો જન્મદિવસ પણ ઉજવે છે. કાશીબા (Kashiba) ની ચાની કરી પર વર્ષોથી ચા પીવા આવતા યુવાનો કહે છે કે, કાશીબા (Kashiba) માત્ર મહિલાઓ માટે નહિ પરંતુ તમામ લોકો માટે પ્રેરણારૂપ છે. જ્યારે એક વૃદ્ધ કહે છે કે કાશીબા (Kashiba) તમામ લોકો માટે રોલ મોડલ છે. એમની કામ કરવાની ધગસ જોઈ લોકોએ તેમનાથી શીખવું જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More