Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરાના બુદ્ધિજીવી લોકોએ આ રીતે કરી લોકસભા ચૂંટણીમાં મતદાન કરવાની અપીલ

મમ એકમ્ મતમ્ લોકતાંત્રિક મુલ્યાંનામ્ રક્ષણાથર્મ આ પ્રકારની અપીલ સાથે વડોદરાના બુદ્ધિજીવી લોકો સંસ્કૃત ભાષામાં લોકસભાની યોજાનાર ચૂંટણીમાં પ્રચાર કરવાની અપીલ કરી રહ્યા છે. આજે લોક વ્યવહારમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ બહુ ઓછો જોવા મળી રહ્યો છે.

વડોદરાના બુદ્ધિજીવી લોકોએ આ રીતે કરી લોકસભા ચૂંટણીમાં મતદાન કરવાની અપીલ

તૃષાર પટેલ, વડોદરા: મમ એકમ્ મતમ્ લોકતાંત્રિક મુલ્યાંનામ્ રક્ષણાથર્મ આ પ્રકારની અપીલ સાથે વડોદરાના બુદ્ધિજીવી લોકો સંસ્કૃત ભાષામાં લોકસભાની યોજાનાર ચૂંટણીમાં પ્રચાર કરવાની અપીલ કરી રહ્યા છે. આજે લોક વ્યવહારમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ બહુ ઓછો જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરા ખાતે સંસ્કૃત ભારતી સંગઠનના ડો.શ્રુતિબહેન ત્રિવેદીએ સંસ્કૃત ભાષાને વ્યવહારુ અને લોકભોગ્ય બનાવવા અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. અલબત્ત આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં મતદારોને મતદાન અંગેની અપીલ કરવા માટે તેઓએ 23 લોકોના સમૂહને સંસ્કૃત ભાષા શીખવાડીને મતદાન માટેની અપીલ સંસ્કૃત ભાષામાં કરાવી છે.

વધુમાં વાંચો: જામનગરમાં કોંગ્રેસને ઝટકો: પરષોતમ રૂપાલાની સભામાં કોંગ્રેસ પ્રમુખ ભાજપમાં જોડાયા

દેશમાં પહેલી વાર મતદાન માટે સંસ્કૃત ભાષામાં અપીલ કરતો વિડીયો વડોદરામાં કેટલાક બુદ્ધિજીવી લોકોએ બનાવ્યો છે. આગામી ૩૦ એપ્રિલે લોકસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે આ ચૂંટણીમાં નાગરિકો મોટા પ્રમાણમાં મતદાન કરે તે માટે સરકારી તંત્ર દ્વારા વિવિધ આયામો અને અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. આ બધાની વચ્ચે વડોદરા સંસ્કૃત ભારતી સંગઠનના ડો.શ્રુતિ ત્રિવેદીએ એક અનોખું અભિયાન હાથ ધર્યું છે. ડોક્ટર શ્રુતિ ત્રિવેદી છેલ્લા કેટલાય વર્ષોથી વડોદરા ખાતે સંસ્કૃત ભાષાને લોકભોગ્ય બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે.

લોકતંત્રના મહાપર્વ સમાન લોકસભાના આ ઇલેક્શનને ધ્યાનમાં રાખી તેઓએ આ વખતે શહેરના 23 જેટલા બુદ્ધિજીવી લોકોને માટે સંસ્કૃત ભાષા શીખવાની કાર્ય શિબિર આયોજિત કરી હતી. આ શિબિરમાં શહેરના તબીબ, ઉધોગપતિ, ચાર્ટડ એકાઉન્ટન્ટ, બિઝનેસમેન, ગૃહિણી અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ શિબિરમાં સંસ્કૃત ભાષા મહત્વ આપીને દૈનિક વ્યવહારમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગેની માહિતી સાથે અભ્યાસ પણ કરાવવામાં આવ્યો હતો. ખાસ કરીને આવનારા સમયમાં જ્યારે ઇલેક્શન આવી રહ્યું છે.

વધુમાં વાંચો: પાટીદારોને પૈસાની ઓફરના વાયરલ ઓડીયો વિશે શું કહ્યું આશા પટેલે, જૂઓ

ત્યારે મતદાન અંગેની જાગૃતિ આ શિબિરના માધ્યમથી જન જન સુધી પહોંચે તેવા પ્રયાસ ડો.શ્રુતિ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યા હતા. શિબિર ભાગ લેનાર 23 જેટલા લોકો દસ દિવસની મહેનત નબાદ સંસ્કૃત ભાષા શીખ્યા છે અને સમજ્યા પણ છે. હવે મતદાનનું મહત્વ સમજાવવા માટે શિબિરમાં ભાગ લીધેલ 23 વ્યક્તિઓના સમુહે સંસ્કૃત ભાષામાં મતદાન જાગૃતિ માટે અપીલ કરી છે અને તેના વિડીયો પણ બનાવ્યા છે. આ વિડીયો હવે તે લોકો પોતાના સંબંધીઓ સગા વ્હાલા અને પરિચિતોને સોશિયલ મીડિયાના માધ્યમથી મોકલશે અને આગામી ચૂંટણીમાં બહોળા પ્રમાણમાં મતદાન કરવાની અપીલ પણ કરશે.

વધુમાં વાંચો: પતંગ-પિચકારી પછી હવે સોના-ચાંદીની જવેલરીમાં છવાયા પીએમ મોદી

લોકસભાની આ ચૂંટણીમાં મોટી સંખ્યામાં મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ પ્રકારના અભિયાનો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ મતદાન જાગૃતિ માટે આગળ આવી છે. જોકે સંસ્કૃતભારતી સંગઠનના મતદાન જાગૃતિના આ પ્રયાસને એટલા માટે પણ મહત્વ છે કે, આ પ્રકારનો પ્રયાસ દેશમાં પહેલી વખત કરવામાં આવ્યો છે. વિશ્વની સૌથી પૌરાણિક ભાષા એ સંસ્કૃત છે અને સંસ્કૃત ભાષામાં મતદાન માટેની અપીલ એ વિચાર પણ રોમાંચ ઉભો કરે તેવો છે. સંસ્કૃત ભાષા લોકભોગ્ય અને વ્યવહારુ બને તે માટેના પ્રયાસો આ સંગઠન દ્વારા કરવામાં આવે છે.

વધુમાં વાંચો: આશાબેનના વાયરલ ઓડિયો વિશે લાલજી પટેલ સહિતના લોકોની પ્રતિક્રિયા

શિબિરમાં ભાગ લેનાર 23 જેટલા વ્યક્તિઓ મતદાન માટેની અપીલ સંસ્કૃત ભાષામાં તો કરી જ છે પરંતુ સાથે સાથે તેઓએ સંસ્કૃત ભાષામાં મતદાન સંબંધિત એક વાક્ય કંઠસ્થ કર્યું છે અને આ વાક્યનો ઉપયોગ તેઓએ મતદાન જાગૃતિ માટે કરશે. લોકસભાની ચૂંટણીમાં મતદાન બહોળી સંખ્યામાં થાય તે માટેના શહેરના આ બુદ્ધિજીવી વર્ગ દ્વારા કરવામાં આવેલ આ પ્રકારની અપીલ આજે સોશિયલ મીડિયામાં સ્થાન પામી છે અને વાયરલ પણ થઈ છે.. અલબત સંસ્કૃત ભાષામાં કરાયેલી અપીલને જિલ્લા કલેક્ટર સાંસદ ધારાસભ્યો સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ સુધી ને પહોંચાડવામાં પણ આવી છે.

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More