Home> Gujarat
Advertisement
Prev
Next

ભરતીની રાહ જોઈને દરિયામાં ઉભુ છે INS વિરાટ, કિનારે લાંગરવાની ઘટના ભાવનગર માટે ઈતિહાસ બનશે

ભરતીની રાહ જોઈને દરિયામાં ઉભુ છે INS વિરાટ, કિનારે લાંગરવાની ઘટના ભાવનગર માટે ઈતિહાસ બનશે
  • 28મી સપ્ટેમ્બરે જહાજને સેલ્યુટ સેરેમની પૂરતુ જ ખેંચવામાં આવશે. 28 સપ્ટેમ્બર પછી આ મહાકાય જહાજને વધુ ખેંચવામાં આવશે. 1 ઓક્ટોબરે ભરતી આવશે, શિપ એ દિવસે ખેંચાશે. 
  • ભાવનગરના ઈતિહાસમાં વોરશીપ અનેક ભંગાયા છે. પણ ભારતનું વોરશિપ પહેલીવાર ભંગાણ માટે અલંગમાં આવ્યું

નવનીત દલવાડી/ભાવનગર :ગ્રેટ ઓલ્ડ લેડીના નામથી ઓળખાતું ભારતનું ઐતિહાસિક યુદ્ધજહાજ INS વિરાટ (INS virat) અસ્તિત્વની અંતિમ સફરે ભાવનગર એન્કરેજ આવી પહોંચ્યું છે. આ જહાજને 28મીએ ભરતીમાં અલંગના પ્લોટ નં.9માં બીચ કરાશે અને પછી ભાંગવામાં આવશે. 30 વર્ષ સુધી ભારતીય નૌકાદળમાં સેવા આપનાર INS વિરાટ કેમ ભાવનગર દરિયામાં પહોંચી ગયું છે, પણ આખરે તે કેમ 28 સપ્ટેમ્બરે બીચ કરાશે તે પાછળ એક ચોક્કસ કારણ છે. હાલ INS વિરાટ ભાવનગર (bhavanagar) ના દરિયા કિનારાથી 12 નોટિકલ માઈલ દૂર છે. સોમવાર સાંજથી દરિયામાં જહાજને એન્કર કરાયુ છે. એટલે કે તેના લંગર દરિયામા ઉતારી દેવાયા છે.

આ પણ વાંચો : ઘેર-ઘેર જેના ભજનો ગવાતા તે બાળકને હવે ઓળખવો મુશ્કેલ છે, વરુણ ધવન જેવો સ્માર્ટી દેખાય છે 

ભરતી સમયે કિનારે લાંગરાશે મહાકાય જહાજ
INS વિરાટ કિનારે આવવા માટે ભરતીની રાહ જોઈને બેસ્યું છે. 1 ઓક્ટોબરે દરિયામાં ભરતી આવશે. પરંતુ તે પહેલા 28 સપ્ટેમ્બરના રોજ  INS વિરાટને કિનારે લાવવામાં આવશે. જોકે, તે એક ઔપચારિક વિધી પૂરતુ હશે. 28 સપ્ટેમ્બરે તેને અંતિમ સલામી આપવામાં આવશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા હાજર રહેશે. તેના બાદ જહાજની બાકીની પ્રક્રિયા પૂરી કરવામાં આવશે. 28મી સપ્ટેમ્બરે જહાજને સેલ્યુટ સેરેમની પૂરતુ જ ખેંચવામાં આવશે. 28 સપ્ટેમ્બર પછી આ મહાકાય જહાજને વધુ ખેંચવામાં આવશે. 1 ઓક્ટોબરે ભરતી આવશે, શિપ એ દિવસે ખેંચાશે. 

આ પણ વાંચો : ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ, ભાવનગરમાં અંધારપટ કરીને વીજળી પડવાની ઘટનાનો video જુઓ 

શા માટે ભરતી સમયે જ જહાજને કિનારે લાંગરાય છે 
શિપને કિનારે ખેંચવા માટે એક ચોક્કસ પ્રક્રિયા કામ કરતી હોય છે. આ પ્રોસેસને ફોલો કરવાની રહે છે. દરેક ભરતીમાં કિનારા સુધી દરિયાના પાણી આવી જતા હોય છે. જ્યારે કે, આડા દિવસોમાં દરિયો અડધો પોણો કિલોમીટર અંદર જતો હોય છે. ભરતીના દિવસોમાં પાણીનો ભરાવો વધુ થયેલો હોય છે, જેથી શિપને કિનારા સુધી લાવવું સરળ બની જતું હોય છે. પૂનમ, અમાસ અને બે બીજની તિથિએ ભરતી આવતી હોય છે. તેથી INS વિરાટને પણ ભરતીને ધ્યાનમાં રાખીને ખેંચવામાં આવશે. ભરતી આવે ત્યારે શિપને કિનારે લાંગરી શકવું સરળ બને છે. શિપને ભાંગવાનું કામ શરૂ થાય ત્યારે શિપને પાણીમાં ઉભા રાખીને ભાંગવુ ન પડે તે માટે શિપને એ રીતે લાંગરવામાં આવે છે તે અડધુ દરિયાની અંદર રહે અને અડધુ દરિયાની બહાર રહે. જેથી ભાંગવાનું કામ પણ આસાન થઈ જાય. લાંગરતા સમયે 500 મીટર શિપ જેટલું બહાર આવી જશે. આમ શિપનું તળિયુ જમીન પર આવી જશે. 

આ પણ વાંચો : વિધાનસભા ગૃહમાં હોબાળો, કોંગ્રેસના નૌશાદ સોલંકીએ ગૃહમાં માઈક ફેંક્યું 

ખેંચવાની પ્રોસેસ છે જટિલ 
INS વિરાટ જેવા મહાકાય જહાજને ખેંચવું જરા પણ સરળ નથી. આવા જહાજને ભરતીના દિવસે ટોપની લેવલની સ્પીડે લઈ જઈને કિનારે લાંગરવા આવે છે, પછી તેના એન્જિન બંધ કરી દેવાય છે. જોકે, આઈએનએસ વિરાટના બંને એન્જિન પહેલેથી બંધ કરી દેવાયા છે. તેથી બે ટગ દ્વારા શિપને ખેંચવામાં આવશે. બે ટગ વિરાટ જહાજને દરિયા કિનારે લાવવા માટે ખેંચશે. શક્ય એટલી સ્પીડે વિરાટને ખેંચવામાં આવશે. તેના બાદ જેમ કિનારો નજીક આવતો જશે, તેમ એક ટગ બોટ જમણી બાજુથી, અને બીજી ટગ બોટ ડાબી બાજુથી નીકળી જશે. આમ, સ્પીડમાં જહાજ કિનારા તરફ ધસીને કિનારાથી બહાર નીકળી જશે. એક એક મણના મોટા આંકડાવાળી સાંકળથી શિપને કિનાર તરફ ખેંચવામાં આવશે. 

પહેલીવાર ભારતીય યુદ્ધ જહાજ અલંગમાં ભંગાશે
ભાવનગરના ઈતિહાસમાં વોરશીપ અનેક ભંગાયા છે. પણ ભારતનું વોરશિપ પહેલીવાર ભંગાણ માટે અલંગમાં આવ્યું છે. આ પહેલા આઈએનએસ વિક્રાંતને બોમ્બે ડોકડાયર્ડમાં જ ભંગાયુ હતું. ત્યારે વિરાટ પહેલુ એવું યુદ્ધ જહાજ છે, જે અલંગમા ભંગાશે. તેથી ભાવનગરવાસીઓ માટે આ ક્ષણ ખાસ બની રહેશે.  

આ પણ વાંચો : કોરોનાના કહેર વચ્ચે રાજકોટ સિવિલમાં 81 કોવિડ પોઝિટિવ સગર્ભાઓ ‘માતા’ બની 

જહાજને જોવા લોકો ઉમટશે, પણ સિક્યોરિટી જરૂરી 
INS વિરાટ જેવું યુદ્ધ જહાજ ભાવનગરમાં આવતુ હોય ત્યારે લોકોનો ઉત્સાહ પણ અનેરો બની રહેશે. તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો કિનારે ઉમટે તેવી શક્યતા છે. આવામાં INS વિરાટની સિક્યોરિટી રાખવી બહુ જ જરૂરી છે. ભાવનગરનો દરિયા કિનારે અનેકવાર જહાજોમાંથી માલસામાનની ચોરી થતી હોય છે. તેથી જો જહાજ લાંબા દિવસો સુધી કિનારે પડી રહે તો તેની સિક્યુરિટી રહેતી નથી. આ વિચારે તેને થોડા દિવસ દરિયાથી દૂર રાખવામાં આવશે. તેને ભંગાણના સમયે જ કિનારે લાવવામા આવશે. જોકે, અતિ મહત્વનું યુદ્ધ જહાજ હોવાથી આઈએનએસ વિરાટના અંદરથી તમામ પ્રકારના સાધન અને મટીરિયરલ બોમ્બે ડોકડયાર્ડમાં કસ્ટમ ક્લિયર કરીને કાઢી લેવામાં આવી છે. રેડિયો રૂમ, અગત્યના મશીન જે વેચી ન શકાય તેવા સાધનોને તોડી નાંખવામાં આવે છે. એ તમામ પ્રોસેસ બોમ્બે ડોકયાર્ડમાં પૂરી થઈ ગઈ છે. 

હાલ દરિયામાં જીએમડી, કસ્ટમ અને જીપીસીબી (ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ) દ્વારા આઈએનએસ વિરાટનો સરવે ચાલી રહ્યો છે. આ સરવે આજે કદાચ પૂરો થવાની શક્યતા છે. 

આ પણ વાંચો : સામાન્ય નોકરીથી શરૂઆત કરનાર કીર્તિદાન ગઢવીને લોકોના દિલ સુધી પહોંચતા જરા પણ વાર ન લાગી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More