Home> Gujarat
Advertisement
Prev
Next

હવે IELTS વગર પણ કેનેડા જઇ શકાય છે, કેનેડા સરકારે આ ટેસ્ટને આપી મંજૂરી

Jobs In Canada : દર વર્ષે IELTS ક્લિયર ન કરી શકવાને કારણે હજારો વિદ્યાર્થીઓનું કેનેડા જવાનું સપનુ રગદોળાય છે.... કેનેડામાં IELTS ક્લિયર કર્યા વિના જવાના અનેક રસ્તા છે. કેનેડા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ TOEFLથી ઝડપી અભ્યાસ પરમિટ મેળવી શકશે

હવે IELTS વગર પણ કેનેડા જઇ શકાય છે, કેનેડા સરકારે આ ટેસ્ટને આપી મંજૂરી

Gujaratis In Canada : અમેરિકા-કેનેડા જવાનો ગાંડો ક્રેઝ ફાટી નીકળ્યો છે. ગમે તે પ્રકારે અમેરિકા અને કેનેડા જવુ જ છે. 21 ની ઉંમર વટાવી લો, એટલે દરેક યુવાને કેનેડા જવાની ચળ ઉપડે છે. પરંતુ કેનેડા જવાના ખ્વાબ માટે લાખો ખર્ચી નાંખનારા યુવા એ નથી જાણતા કે કેનેડા જવાનુ સપનુ કેટલુ બદતર છે. કારણ કે, દર વર્ષે હજારોની સંખ્યામાં ઈન્ડિયન યુવા કેનેડામાં ઠલવાઈ રહ્યા છે. કેનેડા જવા માટે IELTS ની પરીક્ષા પાસ કરવી જરૂરી છે. IELTS માં સારો સ્કોર આવે તો જ કેનેડા જવાના રસ્તા ખૂલે છે. પરંતુ દરેક વ્યક્તિ IELTS ની પરીક્ષા પાસ કરી શક્તુ નથી. કેટલાક લોકો એવા છે જે IELTS ક્લિયર કરી શક્તા નથી. પરંતુ જો IELTS ને કારણે તમારું કેનેડા ડ્રીમ અટક્યુ હોય તો તમારી પાસે એક બીજો રસ્તો પણ છે. IELTS વગર પણ કેનેડા જઈ શકાય છે. કેનેડા સરકાર ભારતીય વિદ્યાર્થીઓ માટેના વીઝાના નિયમોમાં સતત ફેરફારો કરતુ રહે છે. જેમાંથી એક ફેરફાર છે TOEFL iBT સ્કોર. આ સ્કોર શું છે તે જાણી લઈએ. 

વિદેશમાં અભ્યાસ માટે મહત્વની ગણાતી TOEFL હવે કેનેડાની સરકારે પણ માન્ય કરી છે. બહુ ઓછા લોકોને આ વસ્તુની ખબર હોય છે કે હવે આ પરીક્ષા પણ માન્ય ગણાય છે. કેનેડાએ અંગ્રેજીના ટેસ્ટ માટે નિયમોમાં એક ફેરફાર કર્યો છે. હવેથી કેનેડાનની સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ (SDS)માં હવે TOEFL ટેસ્ટના સ્કોરને પણ સ્વીકારવામાં આવશે. 

Weather Update : આજે ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ

અત્યાર સુધી કેનેડામાં પ્રવેશ મેળવવા માટે IELTS એ એકમાત્ર ઈંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ વિકલ્પ હતો. પરંતુ બધા લોકો IELTS  માં સારો સ્કોર મેળવી શક્તા નથી. જેને કારણે લોકોનું કેનેડા જવાનું સપનુ રગદોળાય છે. તેથી નવા નિયમ મુજબ, હવે 10 ઓગસ્ટ, 2023થી વિદ્યાર્થીઓ પોતાની SDS અરજીઓ માટે TOEFL iBT સ્કોરને મોકલી શકશે.

થોડા સમય પહેલા જ કેનેડા સરકારે તેની જાહેરાત કરી છે કે, કેનેડામાં સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ તરીકે TOEFLની માન્યતાને મંજૂરી આપવામાં આવી છે. 

અંબાલાલ પટેલની આગાહી, ગુજરાત પર વધુ એક સંકટ માટે તૈયાર રહો, રણ તરફથી આવશે આ આફત

10 ઓગસ્ટ, 2023 થી ભારતીય વિદ્યાર્થીઓ માટે TOEFL iBT  નો સ્કોર માન્ય ગણાશે. આ ફેરફારો 26 જુલાઈથી અમલમાં આવશે. સત્તાવાર જાહેરાત પ્રમાણે TOEFLની ટેસ્ટમાં અગાઉ એક ટૂંકું વાંચન સેક્શન રાખવામાં આવતું હતું તેની જગ્યાએ એકેડેમિક ચર્ચાઓ માટેના લેખનનું એક નવું સેક્શન ઉમેરવામાં આવશે. આ ઉપરાંત જે ટેસ્ટ ક્વેશ્ચન પર કોઈ માર્ક આપવામાં આવતા નથી તેને પણ દૂર કરવામાં આવશે.

રૂપ રૂપનો અંબાર લાગી ગીતા રબારી, લંડન પહોંચીને બદલાઈ ગયો લુક, PHOTOs
 
આટલા દેશોમાં માન્ય છે TOEFL
દુનિયાના 160થી વધારે દેશોમાં 12000થી વધારે સંસ્થાઓમાં TOEFLને માન્ય રાખવામાં આવે છે. ખાસ કરીને અમેરિકા, કેનેડા, ન્યૂઝિલેન્ડ, ઓસ્ટ્રેલિયામાં તેને માન્ય ગણવામાં આવે છે. આ ઉપરાંત યુકેની 98 ટકા યુનિવર્સિટીઓ TOEFLના આધારે વિદ્યાર્થીઓને એડમિશન આપતી હોય છે.

ગુજરાતી યુવક પાર્થ પટેલની અમેરિકામાં ધરપકડ, માતા છે ભાજપના પૂર્વ ધારાસભ્ય

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More