Home> Gujarat
Advertisement
Prev
Next

ભારતીય મૂળની મહિલા ઇઝરાઇલમાં લડી રહી છે મેયરની ચૂંટણી, જાણો વડોદરા સાથે શું છે તેમનું કનેક્શન

ડો. રિકી વડોદરા અને અશકેલોન વચ્ચે સંધિને લઇને કામ કરતી વખતે ચૂંટણી લડવા માટે પ્રેરિત થઇ. 

ભારતીય મૂળની મહિલા ઇઝરાઇલમાં લડી રહી છે મેયરની ચૂંટણી, જાણો વડોદરા સાથે શું છે તેમનું કનેક્શન

વડોદરા: ઇઝરાઇલમાં આગામી પહેલી ભારતીય મૂળ મેયર ચૂંટવામાં આવશે તો ભારતના વડોદરાનું નામ ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાશે. ડો. રિકી સહાય પહેલી ભારતીય મૂળની મહિલા છે જે ઇઝરાઇલના મોટા શહેરોમાંના એક અશકેલોનમાં મેયરના પદ માટે ચૂંટણી લડી રહી છે. ડો. રિકી વડોદરા અને અશકેલોન વચ્ચે સંધિને લઇને કામ કરતી વખતે ચૂંટણી લડવા માટે પ્રેરિત થઇ. 

નવભારત ટાઇમ્સના અહેવાલ અનુસાર ડો. રિકીએ જણાવ્યું હતું કે થોડા વર્ષો પહેલાં વડોદરા અને અશકેલોન વચ્ચે એક સંધિ થઇ હતી. બંને શહેરોને નજીક લાવવા માટે ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તે તેમાં ભાગ લે છે. સંધિ પહેલાં અશકેલોનનો ભારત સાથે ઓછો સંપર્ક હતો. તે વડોદરા આવી અને ઘણા લોકોને મળી. તેમણે કહ્યું કે જ્યારે આપણા ભારતીય મૂળિયા અને સંસ્કૃતિ સાથે જોડાઈ તો તેમને બીજાને આપવાની, ધૈર્ય અને સહિષ્ણુતાના મૂલ્યો વિશે ખબરપડી. તેમને નિર્ણય કરી લો કે તે મેયર પદ માટે ચૂંટણી લડશે.

પરેશ ધાનાણીના ગઢમાં કોંગ્રેસને આંચકો, ત્રણ નગરપાલિકામાં ભગવો લહેરાયો  

ડો, રિકીએ કહ્યું કે તે નગર પરિષદની સભ્ય છે. ગત વર્ષે જ્યારે વડોદરા ફ્રેંડ્સ ઓફ ઇઝરાઇલે અશકેલોનમાં એક સાંસ્કૃતિક અને સંગીત મહોત્સવનું આયોજન કર્યું હતું તો તેમણે આ કાર્યક્રમને કરાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. ફ્રેંડ્સ ઓફ ઇઝરાઇલના કો-ઓર્ડિનેટર નિકિટીન કોન્ટ્રાક્ટરે કહ્યું કે રિકીએ ઘણૅઅ લોકોને કહ્યું કે સિટી કાઉન્સિલ મેમ્બર રહેતાં ઘણા સારા કામ કરી રહી છે એટલા માટે હવે મેયર બનીને કામ કરવા માંગે છે એટલા તેમને મેયરની ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો.

આગામી 24-25 જૂને ભાજપની ચિંતન શિબિર યોજાશે, જાણો લોકસભાનો 'ગેમ પ્લાન'  

રિકી એક લેક્ચરર અને એકેડમિક ડાયરેક્ટર છે. તે મહિલા શિક્ષણને લઇને કામ કરે છે. પાંચ વર્ષ પહેલાં તે સિટી કાઉન્સિલની સભ્ય ચૂંટાઇ હતી. તે શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને નાના વ્યવસાય માટે કામ કરે છે. તેમના માતા-પિતા મહારાષ્ટ્રિયન યહૂદી હતા. તે પોતે મહારાષ્ટ્રમાં ભણી-ગણી છે. તે લોકો 1964માં ઇઝરાઇલમાં આવીને વસ્યા હતા.

રિકીએ કહ્યું કે તેમણે મહિલા સશક્તિકરણ માટે ખૂબ સરસ કામ કર્યું છે. તેમને મહિલાઓનો સપોર્ટ છે. અશકેલોનમાં મહારાષ્ટ્રિયન યહૂદી સમુદાય પણ રહે છે તેમને તેમનો ખૂબ સપોર્ટ મળી રહ્યો છે. જો તે અશકેલોનની મેયર બની જાય છે તો આ ફક્ત ઇતિહાસ જ નહી હોય, પરંતુ ભારત અને ઇઝરાઇલ વચ્ચે વડોદરાના માધ્યમથી સંબંધ પણ મજબૂત થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More