Home> Gujarat
Advertisement
Prev
Next

સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે વધારી સુરક્ષા, રેન્જ આઇજીપી સહિતના અધિકારીઓએ લીધી મુલાકાત

નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. રેન્જ આઈજીપી અભય ચુડાસમાં સહિત કેન્દ્ર અને રાજ્ય ગુપ્તચર શાખાનાં ઉચ્ચ અધિકારીઓએ સ્ટેચ્યુની મુલાકાત લીધી અને પ્રત્યેક સુરક્ષા પાઇન્ટની સમીક્ષા કરવામાં આવી રહી છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે વધારી સુરક્ષા, રેન્જ આઇજીપી સહિતના અધિકારીઓએ લીધી મુલાકાત

જયેશ દોશી, નર્મદા: ભારત-પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને લઈને હવે નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. રેન્જ આઈજીપી અભય ચુડાસમાં સહિત કેન્દ્ર અને રાજ્ય ગુપ્તચર શાખાનાં ઉચ્ચ અધિકારીઓએ સ્ટેચ્યુની મુલાકાત લીધી અને પ્રત્યેક સુરક્ષા પાઇન્ટની સમીક્ષા કરવામાં આવી રહી છે.

વધુમાં વાંચો: ભારત-પાકના તણાવ ભર્યા માહોલ વચ્ચે PM ગુજરાતના પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ

દેશની સૌથી ઉંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પીએમ મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. ત્યારબાદથી આ સ્થળ જનતાના પ્રવાસન સ્થળ તરીકે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પ્રતિદિન હજારો પ્રવાસીઓ આવે છે. ત્યારે પુલવામા આતંકી હુમલા અને ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનમાં હાજર આતંકવાદીઓના અડ્ડા પર કરવામાં આવેલી એર સ્ટ્રાઇક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ ભર્યા માહોલને લઇ ભારતના સરહદીય વિસ્તારમાં હાઇ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

fallbacks

વધુમાં વાંચો: મહિસાગરમાં જાવા મળ્યા બાળ વાઘના પગલા, વન વિભાગે હાથ ધર્યું સર્ચ ઓપરેશન

જોકે, ભારત અને પાકિસ્તાનની સમુદ્રીય બોર્ડર પાસે ગુજરાત આવેલું છે. જે જોઇને કહી શકાય કે પાકિસ્તાનમાંથી આતંકવાદીઓ દરિયાઇ માર્ગે ગુજરાતમાં ઘૂસણખોરી કરી શકે છે. ગુજરાતમાં કોઇ અઇચ્છનિય ઘટના ના બને તે માટે રાજ્યમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઇ નર્મદા ડેમ પાસે આવેલા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીએ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે જેના કારણે સુરક્ષા વધારી દેવામાં આવી છે.

fallbacks

વધુમાં વાંચો: એક સમયનો આ છે રિયલ બાહુબલી, પોતાના હાથે ઉંચક્યો હતો 1200 કિલોનો વજનદાર પથ્થર

રેન્જ આઇજીપી અભય ચુ઼ડાસમાં સહિત કેન્દ્ર અને રાજ્ય ગુપ્તચર શાખાના ઉચ્ચ અધિકારીઓએ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની મુલાકાત લીધી હતી. આ સાથે SP હિમકર સિંગ, ASP અચલ ત્યાગી સહીતના અધિકારીઓ હાજર રહ્યાં હતા અને પ્રત્યેક સુરક્ષા પોઇન્ટની સમીક્ષા કરવામાં આવી હતી.

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More