Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં વધારે 8 સ્થળોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા, ખાસ જુઓ યાદી

શહેરમાં કોવિડ 19 કેસમાં ધીરે ધીરે ઘટાડો થઇ રહ્યો છે. જો કે શહેરમાં માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં વધારો કરવામાં આવી રહ્યો છે. શહેરમાં આઠ સોસાયટી વિસ્તારો, પોળનો માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો ચાર વિસ્તારોને મુક્તિ અપાઇ છે. અમદાવાદ શહેરમાં કોરોના વાયરસ સંક્રમણ અટકાવવા માટે અનેક પલગા એએમસી દ્વારા લેવામાં આવ્યા છે. અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ કુમાર ગુપ્તાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કમિશ્નર મુકેશ કુમાર તથા ઝોનનાં ડેપ્યુટી કમિશ્નર, હેલ્થ અધિકારીઓ વચ્ચે મંત્રણા બાદ નવી યાદી બહાર પાડવામાં આવી હતી.

અમદાવાદમાં વધારે 8 સ્થળોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા, ખાસ જુઓ યાદી

અમદાવાદ : શહેરમાં કોવિડ 19 કેસમાં ધીરે ધીરે ઘટાડો થઇ રહ્યો છે. જો કે શહેરમાં માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં વધારો કરવામાં આવી રહ્યો છે. શહેરમાં આઠ સોસાયટી વિસ્તારો, પોળનો માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો ચાર વિસ્તારોને મુક્તિ અપાઇ છે. અમદાવાદ શહેરમાં કોરોના વાયરસ સંક્રમણ અટકાવવા માટે અનેક પલગા એએમસી દ્વારા લેવામાં આવ્યા છે. અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ કુમાર ગુપ્તાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કમિશ્નર મુકેશ કુમાર તથા ઝોનનાં ડેપ્યુટી કમિશ્નર, હેલ્થ અધિકારીઓ વચ્ચે મંત્રણા બાદ નવી યાદી બહાર પાડવામાં આવી હતી.

અમદાવાદ : સગીર પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવા મોબાઇલની લૂંટ કરી ગિફ્ટ આપ્યો

આ બેઠકમાં વિવિધ વિસ્તારોની પુરતી ચર્ચા વિચારણા કરવામાં આવ્યા બાદ નવા ઝોનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં રોજિંદિ રીતે તમામ વિસ્તારોની સ્થિતી અંગે સમીક્ષા કરવામાં આવે છે. જેના આધારે નવા ઝોનનો વધારો ઘટાડો કરવામાં આવે છે. 

Gujarat corona update: કોરોનાયુક્ત 879, કોરોના મુક્ત 513, સુરતમાં સ્થિતિ સ્ફોટક
અમદાવાદ કન્ટેઇનમેન્ટ ઝોનમાં ઉમેરાયેલા નવા વિસ્તાર 
- કુંભનાથ સોસાયટી, મણીનગર
- કર્ણાવતી -2, લાંભા
- સત્યપથ સોસાયટી (સી બ્લોક) ઘોડાસર
- રેઇનબો હાઇટ્સ-બી, લાંભા
- સિંધવી નગર, સીટીએમ
- બાવાનું ડ્હેલું, પ્રેમ દરવાજા, શાહીબાદ
- બી બ્લોક નિલય એપાર્ટમેન્ટ, થલતેજ
- બી અને જી બ્લોક, રિવરસાઇડ પાર્ક વાસણા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More