Home> Gujarat
Advertisement
Prev
Next

હવે થશે ભાવનગરનો અસલી વિકાસ! કરોડોના આ કામોનું ભૂપેન્દ્ર પટેલે કર્યું ખાતમુહૂર્ત-લોકાર્પણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભાવનગર ખાતે શહેર અને જિલ્લાના 575.99 કરોડ રૂ.ના વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે ભાવનગર આવી પહોંચ્યા હતા. જ્યાં પ્રથમ શહેરના વિદ્યાનગર ખાતે રૂ.33 કરોડ રૂ.ના ખર્ચે નિર્માણ થનાર અત્યાધુનિક કલેકટર કચેરીનું ખાતમુહૂર્ત કર્યું હતું.

હવે થશે ભાવનગરનો અસલી વિકાસ! કરોડોના આ કામોનું ભૂપેન્દ્ર પટેલે કર્યું ખાતમુહૂર્ત-લોકાર્પણ

નવનીત દલવાડી/ભાવનગર: ભાવનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રૂ.575.99 કરોડના વિવિધ જનસુખાકરી પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તેમની સાથે ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આવતીકાલે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાય રહ્યો છે, ત્યારે દેશવાસીઓને શુભકામનાઓ સાથે આ પર્વની ઉમંગભેર ઉજવણી કરવા અનુરોધ કર્યો હતો. 

રામ મંદિરથી ચમકશે UPની કિસ્મત! દર વર્ષે યોગી સરકારની તિજોરીમાં આવશે 25 હજાર કરોડ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભાવનગર ખાતે શહેર અને જિલ્લાના 575.99 કરોડ રૂ.ના વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે ભાવનગર આવી પહોંચ્યા હતા. જ્યાં પ્રથમ શહેરના વિદ્યાનગર ખાતે રૂ.33 કરોડ રૂ.ના ખર્ચે નિર્માણ થનાર અત્યાધુનિક કલેકટર કચેરીનું ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યારબાદ તેઓ શહેરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે વિવિધ જનસુખાકારીના પ્રકલ્પોના ઇ- લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે પહોચ્યા હતા. મુખ્યમંત્રીનું અદકેરું સ્વાગત અને દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. 

રામ મંદિરના દર્શન ના કરી શકો તો ચિંતા ના કરતા; ઘરે આ રીતે કરો પુજા, જાણો શુભ મુહર્ત

મુખ્યમંત્રીના હસ્તે વિકાસના કામોનું ઇ -લોકાર્પણ કર્યું હતું. જ્યારે આ તકે મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં વર્ષ 1995 થી 2000 સુધી બજેટ 15000 કરોડ રૂપિયા હતું. જે અત્યારે 3 લાખ કરોડ કરતાં વધુ છે. એટલે કે રાજ્ય અને દેશ હાલ જે વિકાસ સાથે પ્રગતિ કરી રહ્યો છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આભારી છે. હાલ જે પ્રમાણે જીએસટી કલેક્શન વધ્યું છે અને લોકો પણ પ્રમાણિકતાથી ટેક્ષ ભરી રહ્યા છે ત્યારે હવે દેશ વધુને વધુ વિકાસ તરફ અગ્રેસર બની રહ્યો છે. 

22 જાન્યુઆરીએ ઘરે બેસીને કરો આ ઉપાય, જાણો કઈ ચોપાઈ કરવાથી કયું મળે છે ફળ

આગામી ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે ફરી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને બેસાડી દુનિયામાં ત્રીજા સ્થાન પર દેશને લઈ જવાના અને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા અનુરોધ કર્યો હતો. જ્યારે આવતીકાલે વડાપ્રધાન ના હસ્તે અયોધ્યા ખાતે રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે ત્યારે દેશવાસીઓને આ દિવસની શુભકામના પાઠવી લોકોને પણ આ ઘડીના સાક્ષી બની રામના કર્તવ્ય પાલન ના ગુણ ને અનુસરવા અપીલ કરી હતી. 

ફેબ્રુઆરીમાં બુધ અને શુક્રની આ જાતકો પર રહેશે કૃપા, લક્ષ્મી નારાયણ યોગથી થશે ધનલાભ

સાથે સ્વચ્છતા પર ભાર મુકતા લોકોને તંત્રની સાથે પોતે પણ શહેરને સ્વચ્છ રાખવામાં સહભાગી બને તેવી અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્યો, અધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો, શહેર જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More