Home> Gujarat
Advertisement
Prev
Next

વલસાડમાં મીઠું પકવતા અગરિયાઓની સ્થિતિ કફોડી, સરકાર પાસે માંગી મદદ

અગરિયાઓ કાળી મજૂરી કરીને મીઠું પકવે છે. કડકડતી ઠંડી હોય કે અંગ દઝાડતી ગરમી, દરિયાનું પાણી અગરમાં ભેગું કરીને તેઓ દિવસ રાત મહેનત કરતા હોય છે. પરિવારથી દૂર પણ રહેવું પડે છે. જો કે આટલી મહેનતે પકવેલા મીઠાના તેમને એક કિલોના 2 રૂપિયા મળે છે.

વલસાડમાં મીઠું પકવતા અગરિયાઓની સ્થિતિ કફોડી, સરકાર પાસે માંગી મદદ

ઉમેશ પટેલ, વલસાડઃ વલસાડ જિલ્લાના ધરાસણામાં મીઠું પકવતા અગરિયાઓની હલાત કફોડી બની છે. રાત દિવસ મહેનત કર્યા બાદ પણ અગરિયાઓના હાથમાં કંઈ નથી આવતું. એવામાં સરકાર તરફથી મળતી રાહત પણ બંધ થઈ જતા અગરિયાઓ હવે મદદ માટે આશ લગાવીને બેઠા છે. 

ભારતની આઝાદીની ચળવળની ચર્ચા દાંડી અને ધરાસણાના સત્યાગ્રહના ઉલ્લેખ વિના અધૂરી છે. 1930માં જ્યારે વલસાડના ધરાસણામાં અંગ્રેજોએ મીઠા પર કર નાંખ્યો હતો ત્યારે આ અન્યાયી કરના વિરોધમાં ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો હતો. ગાંધીજીના સત્યાગ્રહથી એ સમયે તો અગરિયાઓને ન્યાય મળ્યો હતો, જો કે આ ઐતિહાસિક ઘટનાના 9 દાયકા બાદ પણ ધરાસણાના અગરિયાઓની સ્થિતિ જોઈએ તેવી નથી. 800 એકર જમીનમાં મીઠું પકવતા અગરિયાઓ અનેક સમસ્યાઓ સામે પોતાના કામને ટકાવી રાખવા સંઘર્ષ કરી રહ્યા છે. 

અગરિયાઓ કાળી મજૂરી કરીને મીઠું પકવે છે. કડકડતી ઠંડી હોય કે અંગ દઝાડતી ગરમી, દરિયાનું પાણી અગરમાં ભેગું કરીને તેઓ દિવસ રાત મહેનત કરતા હોય છે. પરિવારથી દૂર પણ રહેવું પડે છે. જો કે આટલી મહેનતે પકવેલા મીઠાના તેમને એક કિલોના 2 રૂપિયા મળે છે. જેમાં તેમને મહેનત અને પડતરનું વળતર નથી મળતું... તેની સામે બજારમાં પેકિંગમાં મીઠું 25થી 30 રૂપિયાના ભાવે વેચાય છે.

આ પણ વાંચોઃ મુખ્યમંત્રીએ મંત્રીઓને કરી ખાતાની ફાળવણી, જાણો કોને મળ્યું ક્યું મંત્રાલય

ધરાસણાના અગરિયાઓનું માનીએ તો તેમને મળતી સરકારી સહાય પણ બંધ થઈ ગઈ છે. આ ઉપરાંત રાજ્ય સરકારે અગર માટેની પડતર જમીન લીઝ પર આપવાનું પણ બંધ કરી દીધું છે. જેનાથી તેમની સમસ્યા વધી છે. આ મદદ ફરી શરૂ કરવા અગરિયાઓની માગ છે.

ગયા વર્ષે દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકેલા તાઉતે વાવાઝોડામાં પણ અગરિયાઓને મોટું નુકસાન થયું હતું. જો કે તેમની ફરિયાદ છે કે નુકસાન સર્વે બાદ પણ તેમને વળતર નથી ચૂકવાયું...એક રીતે તેમની લાચારીનો પાર નથી. મીઠું પકવીને અગરિયાઓ લોકો માટે સ્વાદને ફિક્કો નથી પડવા દેતા, ત્યારે અગરિયાઓને તેમની મહેનતનું પૂરતું વળતર મળી રહે તે જોવાની જવાબદારી સરકારની છે. જેથી તેઓ પણ સારી જિંદગીનો સ્વાદ માણી શકે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More