Home> Gujarat
Advertisement
Prev
Next

આ સ્થિતિમાં ગુજરાતમાં લાયસન્સ જ ઇશ્યુ નહી થાય, રોજ ભરવો પડશે દંડ?

શહેરમાં નવા અને જૂના લાયસન્સમાં રીન્યુ,ડુપ્લીકેટ, સુધારા-વધારાની અરજીઓના લાયસન્સના કામ અટકી પડયા છે કારણકે લાયસન્સ બનાવવા માટે જરૂરી ચિપનો અભાવ જોવા મળી રહ્યો છે.જે ના કારણે છેલ્લા દોઢ મહિનાથી ભુજની આરટીઓ કચેરીમાં 12 હજાર જેટલા લાયસન્સની પ્રિન્ટ અટકી પડી છે. અરજદારોને હાલાકી ભોગવવી પડી રહી છે. કચ્છ મોટરિંગ પબ્લીક પ્રતિનિધિ મંડળના પ્રમુખ ઉમર સમાએ જણાવ્યું હતું કે, છેલ્લા 6 માસથી કચ્છમાં લાયસન્સના સ્માર્ટકાર્ડના જથ્થાની અછત છે. 

આ સ્થિતિમાં ગુજરાતમાં લાયસન્સ જ ઇશ્યુ નહી થાય, રોજ ભરવો પડશે દંડ?

કચ્છ : શહેરમાં નવા અને જૂના લાયસન્સમાં રીન્યુ,ડુપ્લીકેટ, સુધારા-વધારાની અરજીઓના લાયસન્સના કામ અટકી પડયા છે કારણકે લાયસન્સ બનાવવા માટે જરૂરી ચિપનો અભાવ જોવા મળી રહ્યો છે.જે ના કારણે છેલ્લા દોઢ મહિનાથી ભુજની આરટીઓ કચેરીમાં 12 હજાર જેટલા લાયસન્સની પ્રિન્ટ અટકી પડી છે. અરજદારોને હાલાકી ભોગવવી પડી રહી છે. કચ્છ મોટરિંગ પબ્લીક પ્રતિનિધિ મંડળના પ્રમુખ ઉમર સમાએ જણાવ્યું હતું કે, છેલ્લા 6 માસથી કચ્છમાં લાયસન્સના સ્માર્ટકાર્ડના જથ્થાની અછત છે. 

GUJARAT CORONA UPDATE: 225 નવા કેસ, 141 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી

કંપનીનો કોન્ટ્રાકટ રિન્યુ કરવા બાબતે રાજયકક્ષાએ ચાલતી મથામણમાં અરજદારો અટવાઇ ગયા છે. ઉપરાંત સરકાર અરજદારો પાસેથી સ્માર્ટકાર્ડ માટેના 200 રૂપિયા ફી લઇ રહી છે પરંતુ સરકાર પાસે જથ્થો જ નથી તો શા માટે ફી વસૂલવામાં આવી રહી છે. ભુજ આરટીઓમાં 12700 જેટલી લાયસન્સની અરજીઓ પેન્ડિંગ છે પોલીસ અને આરટીઓની ડ્રાઇવ અને ચેકિંગ અવિરત ચાલુ હોય છે પણ અરજદારોને આરટીઓ કચેરીમાંથી પોસ્ટ મારફતે લાયસન્સ મળતા ન હોવાથી દંડનો ભોગ પણ બનતા હોય છે. છેલ્લા 6 મહિનાથી ભુજ આરટીઓમાં 12700 જેટલી લાયસન્સની અરજીઓ પેન્ડિંગ પડી છે. સ્માર્ટકાર્ડના સ્ટોકના અભાવે પ્રિન્ટિંગ થઇ ન હોવાથી અરજદારોને લાયસન્સ પહોંચી શકયા નથી. પરિણામે લોકો હાલાકી નો ભિગ બને છે 400-500 નો પેટ્રોલ બાળી ને ભુજ ધક્કો ખાય છે અફધો દિવસ તૂટે છે લાયસન્સ વગર પરેશાની થાય છે.

ઉડતા પંખી પણ ટપોટપ પડે તેવી વિકરાળ આગ, તંત્રને ભર ચોમાસે પરસેવો વળે તેવી સ્ફોટક સ્થિતિ

ભુજની આરટીઓમાં લાયસન્સની 12700 અરજીઓ પડતર પડી રહી છે, સ્માર્ટકાર્ડનો સ્ટોક આવતો ન હોવાથી પ્રિન્ટિંગ તેમજ પોસ્ટ મારફતે અરજદારોને લાયસન્સ મોકલી શકાતા નથી. જ્યારે સરકાર પાસે જથ્થો જ નથી સ્માર્ટકાર્ડનો તો સરકારે અરજદારે ભરેલ 200 રૂપિયાની ફી પાછી આપી દેવી જોઈએ. જ્યારે સરકાર અરજદારને સ્માર્ટકાર્ડ આપી શકે ત્યારે જ તેને અરજદાર પાસેથી 200 રૂપિયા ફી વસૂલવી જોઈએ. આ સમગ્ર બાબત અંગે આરટીઓ અધિકારીએ જ્યારે સ્માર્ટ કાર્ડનો જેટલો સ્ટોક આવશે તે મુજબ અરજીઓનો નિકાલ કરી પોસ્ટ મારફતે લાયસન્સ અરજદારોને મોકલી દેવામાં આવશે. તેમજ "M" પરિવહન એપ્લિકેશનમાં લાયસન્સની વિગત ઓનલાઇન થઈ જાય છે. લોકોની માંગ છે કે આ લાયસન્સ પ્રક્રિયા માટેના સ્માર્ટ કાર્ડ નો ઉકેલ જલ્દી આવે તો હાલાકી ઓછી થાય તેવી માંગ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More