Home> Gujarat
Advertisement
Prev
Next

ફરી એક વખત ભગવા રંગ પર કાળી ટીલી લાગી! રૂપિયાની લેતીદેતીમાં બે ભાઈઓ પર જીવલેણ હુમલો

કેટલાક સ્વામીની ગુનાહિત માનસિકતાના કારણે પોતાનો ધર્મ અને પોતાના સંપ્રદાયને પણ બદનામ કરતા હોય છે. ત્યારે આવા સંતો સમાજને સાચો માર્ગ બતાવી શકે?? તે સૌથી મોટો પ્રશ્ન છે.

ફરી એક વખત ભગવા રંગ પર કાળી ટીલી લાગી! રૂપિયાની લેતીદેતીમાં બે ભાઈઓ પર જીવલેણ હુમલો

ઉદય રંજન/અમદાવાદ: ફરી એક વખત ભગવા રંગ પર કાળી ટીલી લાગી છે. રૂપિયાની લેવડ-દેવડમાં સંત પોતાના સાગરીતો સાથે આવી બે ભાઈઓ પર જીવલેણ હુમલો કર્યો. જે અંગે નારણપુરા પોલીસે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી ફરાર સ્વામી તથા તેના 10 સાગરીતો ની શોધખોળ હાથ ધરી છે.

RTE અંતર્ગત એડમિશનનો આજથી પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત: જાણી લો ફોર્મ ભરવાની અંતિમ તારીખ

આ ઘટનામાં ઇજાગ્રસ્ત બંને ભાઈઓના નામ ગૌરાંગ પરમાર અને ચિંતન પરમાર છે. બંને ભાઈઓ જમીન દલાલીનું કામ કરે છે. જેમના પર ગત મોડી રાત્રે જીવ લેણ હુમલો કરવામાં આવ્યો. આ હુમલો અન્ય કોઈ નહીં પરંતુ, ભરૂચ ના પાનોલી ખાતે આવેલ ઋષિકુલ ગૌધામના મહંત માધવ સ્વામી અને તેના 10 સાગરીતોએ કર્યો હતો. જેમા ગૌરાંગ પરમારને માથાના તથા શરીરના ભાગે ગંભીર ઇજા થતા હોસ્પિટલમા સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. તો તેના ભાઈ ચિંતનને ઈજાઓ પહોંચતા સારવાર લેવામા આવી હતી. જે અંગે નારણપુરા પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

એકવાર ₹10 લાખ જમા કરો, 5 વર્ષ બાદ ગેરેન્ડેટ મળશે ₹14.50 લાખ, જુઓ કેલકુલેશન

બે ભાઈઓ પર થયેલા હુમલાની તપાસ કરતા પોલીસ સમક્ષ હકીકત સામે આવી. કે હુમલો કરનાર માધવ સ્વામી થોડા સમય પહેલા ભોગ બનનાર ના ભાગીદાર સુનિલ જોશીને મળ્યા હતા.. અને જમીન ખરીદવા માટે સોદો પણ કર્યો હતો. જોકે રૂપિયા ન ચૂકવતા તે સોદો રદ થયો હતો. પરંતુ તે સમયગાળા દરમિયાન મહંત માધવ સ્વામીએ સુનિલ જોશી પાસેથી 21 લાખ રૂપિયા રોકડા મેળવી લીધા હતા. 

શું સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રે ભાજપ VS ભાજપ? પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીનો નગારે ઘા

તે રૂપિયા પરત ન આપી છેતરપિંડી આચરી હતી. જેની માંગણી કરતા આરોપીઓ અવારનવાર ધમકી આપતા હતા. જો કે ગઈકાલે રૂપિયા આપવાના બહાને અમદાવાદ આવી મધ્યસ્થી એવા બંને ભાઈઓ પર જીવલેણ હુમલો કર્યો.. અને ગાડીના કાચ પણ તોડી નાખ્યા હતા. જે અંગે નારણપુરા પોલીસે ફરાર આરોપીઓની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરી છે.

આંતરડાને ચીરી નાંખે એવી વસ્તુમાંથી હળદર બનતી, નડિયાદમાંથી ઝડપાયું મોટું રેકેટ

મહત્વનું છે કે સાધુ સંતો કળિયુગમાં લોકોને સાચા ખોટાનો ભેદભાવ બતાવી સાચી દિશા પર જવા જાગૃત કરતા હોય છે. પરંતુ કેટલાક સ્વામીની ગુનાહિત માનસિકતાના કારણે પોતાનો ધર્મ અને પોતાના સંપ્રદાયને પણ બદનામ કરતા હોય છે. ત્યારે આવા સંતો સમાજને સાચો માર્ગ બતાવી શકે?? તે સૌથી મોટો પ્રશ્ન છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More