Home> Gujarat
Advertisement
Prev
Next

હાઇ-ફાઇ ક્વોલિટીના દારૂના નામે દેશી દારૂ તો નથી ઠપકારી રહ્યા ને જુઓ ચોંકાવનારો કિસ્સો

31મી ડિસેમ્બર એટલે કેટલાક લોકો માટે શરાબ શબાબ અને કબાબનો માહોલ ગણાય છે. 31મીની પાર્ટીઓમાં દારૂ પીનારો વર્ગ પણ હોય છે. આ વર્ગના લોકો જે બૂટલેગર પાસેથી દારૂ મંગાવતા હોય છે. જો કે હાલ 31ને અનુસંધાને પોલીસ પણ કડક બની છે ત્યારે બહારથી દારૂ ઘુસાડવો લગભગ અશક્ય બન્યો છે. તેવામાં ભેજાબાજ બૂટલેગરોએ હવે મિક્સિંગ શરૂ કરી દીધું છે. જો કે પોલીસની જાગૃતતાથી આવા બુટલેગરનો પર્દાફાશ થઈ ગયો છે. 

હાઇ-ફાઇ ક્વોલિટીના દારૂના નામે દેશી દારૂ તો નથી ઠપકારી રહ્યા ને જુઓ ચોંકાવનારો કિસ્સો

અમદાવાદ : 31મી ડિસેમ્બર એટલે કેટલાક લોકો માટે શરાબ શબાબ અને કબાબનો માહોલ ગણાય છે. 31મીની પાર્ટીઓમાં દારૂ પીનારો વર્ગ પણ હોય છે. આ વર્ગના લોકો જે બૂટલેગર પાસેથી દારૂ મંગાવતા હોય છે. જો કે હાલ 31ને અનુસંધાને પોલીસ પણ કડક બની છે ત્યારે બહારથી દારૂ ઘુસાડવો લગભગ અશક્ય બન્યો છે. તેવામાં ભેજાબાજ બૂટલેગરોએ હવે મિક્સિંગ શરૂ કરી દીધું છે. જો કે પોલીસની જાગૃતતાથી આવા બુટલેગરનો પર્દાફાશ થઈ ગયો છે. 

મકરપુરા GIDC બ્લાસ્ટ: ફેક્ટરી માલિકો બધુ જ જાણતા હોવા છતા મજુરોના જીવને જોખમમાં મુક્યો

તસ્વીરોમાં જે હાઇફાઇ બ્રાન્ડનો દારૂ દેખાય છે તે દેખાવ માત્રનો હાઇફાઇ છે. બુટલેગરો દ્વારા હવે બહારથી દારૂ લાવવો જ ન પડે તે પ્રકારની તરકીબ અખતિયાર કરવામાં આવી રહી છે. અત્રે નોંધનીય છે કે સાથે સાથે અહીંથી બોટલને લગાવાતા ઢાંકણા, ખાલી બોટલો પણ મળી આવ્યા છે. જેના પરથી પોલીસ પણ માની રહી છે કે, આ જે બુટલેગરનો દારૂનો જથ્થો છે તે મિક્સિંગ કરી ડુપ્લીકેટ દારૂ વેચતો હતો. લોકોને મોંઘા મોંઘા દારૂઓના નામે મિક્સીંગ કરેલો દારૂ વેચતા હતા. 

યુરિયા ખાતરના દૂધમાં ઉપયોગ વિશે તો સાંભળ્યું હશે પણ હવે તો હદ કરી નાખી...

પોલીસે રેવા હાઉસિંગના મકાનમાં દારૂનો જથ્થો હોવાની માહિતી મળતા પોલીસ દ્વારા ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. બુટલેગર ન હોવાથી પોલીસે તાળું તોડીને દરોડો પાડ્યો હતો. પોલીસે પાડેલા દરોડામાં 78 જેટલી બોટલો મળી આવી હતી. આરોપી નિલેશ રાઠોડ ફરાર થઇ ચુક્યો છે. આરોપી કેટલા સમયથી દારૂનો ધંધો કરે છે અને કેવી રીતે ડુપ્લીકેટ કરતો હતો તે તપાસ શરૂ કરાઇ છે.

GUJARAT માં એક તરફ કેસનો તો SoU માં પ્રવાસીઓનો રાફડો ફાટ્યો, તંત્રના બેવડા માપદંડથી પ્રજા પરેશાન

31મી ડિસેમ્બર આવતા જ બૂટલેગરો બેફામ બન્યા છે. જો કે હાલમાં પોલીસનાં કડક ચેકિંગના કારણે હાલ બહારથી દારૂ ઘુસાડવો અશક્ય બન્યો છે. જેના પગલે બુટલેગરોએ હવે માંગને પહોંચી વળવા માટે ઉચ્ચ ક્વોલિટીની બ્રાન્ડની જગ્યાએ હવે ડુપ્લીકેટ દારૂ વેચવાનું શરૂ કર્યું છે. આ વખતે નાઈટ કરફ્યુના લીધે પાર્ટીઓ ન થવાની હોવાથી લોકોમાં પણ પોલીસનો ડર છે. જેથી દારૂ ઓછો વેચાશે તેવી દહેશતથી બુટલેગરોએ ડુપ્લિકેશન શરૂ કરી લોકોને ઉંચા ભાવે ડુપ્લીકેટ દારૂ વેચવાનો કીમિયો અપનાવ્યો હોવાનું મનાઈ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More