Home> Gujarat
Advertisement
Prev
Next

સુંદર પ્રયાસ: સુરતમાં યુવતીને કરિયાવરમાં આગ બુઝાવવાની ફાયર બોટલ અપાઇ !

આર્થિક ખર્ચ ઘટાડવા અને ખોટા રીતિ રિવાજો દૂર કરવાના ઈરાદે સમૂહ લગ્નોના આયોજન ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે, ત્યારે સુરતમાં આયોજિત એક સમૂહ લગ્નમાં યુવક યુવતીઓને આગ બુઝાવવાના ફાયર બોટલ ભેટ આપવામાં આવી હતી. સુરતની વીર બજરંગ સેવા સમિતિ દ્વારા ત્રીજા સમૂહ લગ્નનું આયોજન કરવમાં આવ્યું હતું. ગરીબ પરિવારની સર્વજ્ઞાતિઓનાં યુવક યુવતીઓના સમૂહ લગ્નની અનોખી વાત એ હતી કે દરેક યુવક યુવતીને કરીવારની સાથે ફાયર એક્સ્ટિંગ્યુશરન બોટલો ભેટ સ્વરૂપે આપવામાં આવી છે.

સુંદર પ્રયાસ: સુરતમાં યુવતીને કરિયાવરમાં આગ બુઝાવવાની ફાયર બોટલ અપાઇ !

તેજસ મોદી/સુરત: આર્થિક ખર્ચ ઘટાડવા અને ખોટા રીતિ રિવાજો દૂર કરવાના ઈરાદે સમૂહ લગ્નોના આયોજન ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે, ત્યારે સુરતમાં આયોજિત એક સમૂહ લગ્નમાં યુવક યુવતીઓને આગ બુઝાવવાના ફાયર બોટલ ભેટ આપવામાં આવી હતી. સુરતની વીર બજરંગ સેવા સમિતિ દ્વારા ત્રીજા સમૂહ લગ્નનું આયોજન કરવમાં આવ્યું હતું. ગરીબ પરિવારની સર્વજ્ઞાતિઓનાં યુવક યુવતીઓના સમૂહ લગ્નની અનોખી વાત એ હતી કે દરેક યુવક યુવતીને કરીવારની સાથે ફાયર એક્સ્ટિંગ્યુશરન બોટલો ભેટ સ્વરૂપે આપવામાં આવી છે.

અમદાવાદમાં અહીં ચાલી રહ્યું છે વિન્ટેજ કારનું પ્રદર્શન, ફરી ક્યારે નહી આવી તક !

20 યુવકો અને 20 યુવતીઓને શહેરના અલગ અલગ મહાનુભવોના હસ્તે આ ફાયર બોટલ ભેટ આપવામાં આવી હતી. વીર બજરંગ સેવા સમિતિના પ્રમુખ નિખિલ વાકાણીએ જણાવ્યું હતું કે આ ત્રીજા સમૂહ લગ્ન છે, દરવર્ષે અલગ અલગ રીતે અમે સંદેશો આપવાનો પ્રયાસ કરીએ છીએ. ગત વર્ષે યુવક યુવતીઓને હેલ્મેટ ભેટ આપી હતી, ત્યારે આ વખતે અમે ફાયર બોટલ ભેટ આપી છે, જેની પાછળનો ઉદ્દેશ એ છે કે સુરતમાં છેલ્લા અનેક સમયથી આગની ઘટનાઓ સતત બની રહી છે, તેમાં પણ તક્ષશિલા અને રઘુવીર માર્કેટમાં લાગેલી આગ તાજું ઉદાહરણ છે. 

થાય છે હજારો કિલો સાકરનો વરસાદ, જો એક ટુકડો પણ મળ્યો તો સમજો બેડો પાર !

તક્ષશિલા માર્કેટમાં લાગેલી આગમાં 16 નીદ્રોશ બાળકોના સળગી જવાના કારણે મોત થયા હતાં, જ્યારે અન્ય છ બાળકો આગથી બચવા માટે ચોથા માળેથી કુદી ગયા હતા, ત્યારે ભેટમાં આ બોટ એટલા માટે આપવામાં આવી રહી છે કે મહાનગર પાલિકાએ કોમર્શિયલ સ્થળો પર તો કડકાઈ કરી આગથી બચવાના સાધનો લગાવડાવી દીધા છે, જોકે હજુ રહેણાંક વિસ્તારોમાં એટલી બધી જાગૃતિ આવી નથી, જેથી આ ફાયર બોટલ આપી લોકોને ફાયર સેફ્ટીનો સંદેશો આપવામાં આવી રહ્યો છે.

વડોદરાની ગજબની મિસ્ટ્રી : 17 વર્ષના સ્ટુડન્ટની પ્રેમપ્રકરણમાં આત્મહત્યા? પરિવારનો હત્યાનો આરોપ

જેમને ફાયર બોટલ આપવામાં આવી હતી, તેવી યુવતી વર્ષા પાટોલીયા અને મીનલ પદ્માનીનું કહેવું હતું કે ઘરોમાં હજુ પણ ફાયરના સાધનો નથી જોવા મળતા, આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડને બોલાવવામાં આવે છે, અને જ્યાં સુધી ફાયરની ટીમ પહોંચે ત્યાં સુધી ઘણું મોડું થઇ જાય છે, ત્યારે જો ઘરમાં જ ફાયરની બોટલ હોય તો આગ લાગે ત્યારે પ્રાથમિક રીતે તેના પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી શકાય છે, જેના કારણે મોટી દુર્ઘટનાને તાળી શકાય છે, એટલે આ ખુબ જરૂરી છે અને લોકોએ પણ આ દિશામાં ગંભીરતાથી વિચારવું પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More