Home> Gujarat
Advertisement
Prev
Next

આફતનો વરસાદ: અનેક જિલ્લામાં ખેડૂતથી માંડીને તંત્ર સુધી તમામના ગાઢ મોકળા થયા

અમરેલી જિલ્લાનાં અનેક વિસ્તારોમાં અચાનક કમોસમી વરસાદ પડ્યો હતો. જિલ્લાનાં નવા ગીરિયા અને નાના માચિયાળામાં બપોર બાદ ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે. ગરમીમાં ભારે બફારા બાદ ધોધમાર વરસાદ પડતા રસ્તા પર પાણી વહેતા થઇ ગયા હતા. 

આફતનો વરસાદ: અનેક જિલ્લામાં ખેડૂતથી માંડીને તંત્ર સુધી તમામના ગાઢ મોકળા થયા

કેતન બગડા/અમરેલી : અમરેલી જિલ્લાનાં અનેક વિસ્તારોમાં અચાનક કમોસમી વરસાદ પડ્યો હતો. જિલ્લાનાં નવા ગીરિયા અને નાના માચિયાળામાં બપોર બાદ ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે. ગરમીમાં ભારે બફારા બાદ ધોધમાર વરસાદ પડતા રસ્તા પર પાણી વહેતા થઇ ગયા હતા. 

ગુજરાતમાં મોટા આતંકવાદી હૂમલાની શક્યતા, તમામ મહત્વના સંસ્થાનો પર સુરક્ષા વધારવામાં આવી

જો કે અચાનક વરસાદ ચાલુ થતા રસ્તે પસાર થતા લોકો રોડના કિનારે ઉભા રહી જવાની ફરજ પડી હતી. આ ઉપરાંત ગરમી અને બફારામાંથી લોકોને હાલ પુરતી રાહત મળી હતી. સવારથી જ અમરેલી જિલ્લામાં મેઘાડંબર ચાલુ થઇ ચુક્યું હતું. હવામાન વિભાગ દ્વારા પણ છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી હતી. 

ગુજરાતમાં વાવાઝોડું આવશે કે કેમ? હવામાન વિભાગ અને ખાનગી સંસ્થાના અલગ અલગ દાવા

જો કે આ વરસાદનાં કારણે કેરીથી માંડીને ઘઉ સહિતનાં પાકને ખુબ જ નુકસાન થશે. ઉપરાંત શરદી અને ઉધરસ જેવા દરદ આ કોરોના કાળમાં વધવાને કારણે તંત્રની મુશ્કેલીમાં પણ ખુબ જ વધારો થશે. હાલ તો ઠંડક થવાનાં કારણે લોકો રાહત અનુભવી રહ્યા છે. કોરોના અને લોકડાઉનથી કંટાળેલા લોકોને માનસિક શાંતી મળે તેવું આહ્લાદક વાતાવરણ સર્જાયું છે.

‘મારું હોમ ક્વોરેન્ટાઈન પૂરુ થાય એટલે બમણા જુસ્સાથી કોરોનાના દર્દીઓની સારવારમાં ફરી જોડાવવું છે’

અમરેલીનાં સાવરકુંડલામાં નદી વહેતી થઇ
અમરેલીનાં સાવરકુંડલામાં વરસાદ એટલો પડ્યો હતો કે રસ્તા પર સારુ એવું પાણી વહેતં થઇ ગયું હતું. જેના પગલે નદી પણ વહેતી થઇ ગઇ હતી. ઘાડલા ગામની ચીખલીયો નદીમાં પુર આવ્યું. મોટા પ્રમાણમાં પાણી આવતા લોકો પાણી જોવા માટે મોટા પ્રમાણમાં આવ્યા હતા.

ગુજરાતમાં પાણીનો પોકાર: એક જ કુવા પર નભે છે 5 હજાર લોકો, રજૂઆતો કર્યાં છતાં ના મળ્યું પાણી

બોટાદ જિલ્લામાં પણ છુટોછવાયો વરસાદ
બોટાદ જિલ્લામાં થયું મેઘરાજાનું આગમન થયું હતું. બોટાદ શહેર સહિત રાણપુર પંથક માં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. ધોમધખતા તડકા બાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણ માં ઠંડક પ્રસરી હતી. પવનના સુસવાટા સાથે વરસાદ પડતા વાતાવરણ ઠંડુ થતા લોકો માં આનંદ છવાયો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More