Home> Gujarat
Advertisement
Prev
Next

હવે ધોરાજીમાં યુવકે પ્રેમીકા પર કર્યો જીવલેણ હુમલો, છરી વડે નાક અને વાળ કાપી નાખ્યા

ધોરાજીમાં સુરતવાળી થતાં-થતાં રહી ગઈ છે. અહીં એક યુવકે પોતાની પ્રેમીકા પર છરી વડે જીવલેણ હુમલો કર્યો છે. હુમલામાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી છે. 

હવે ધોરાજીમાં યુવકે પ્રેમીકા પર કર્યો જીવલેણ હુમલો, છરી વડે નાક અને વાળ કાપી નાખ્યા

દિનેશ ચંદ્રવાડીયા, ઉપલેટાઃ સુરતમાં એકતરફી પ્રેમમાં એક યુવકે ગ્રીષ્મા નામની યુવતીની જાહેરમાં છરીથી હુમલો કરી હત્યા કરી નાખી હતી. આ ઘટના ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બની છે. ત્યારે ધોરાજીમાં પણ પ્રેમીએ મહિલા પર હુમલો કરી જાનથી મારવાનો પ્રયાસ કરતી ઘટના સામે આવી છે. અહીં પ્રેમીએ મહિલા પર હુમલો કરી નાક અને વાળ કાપી હત્યાનો પ્રયાસ કર્યો છે. પ્રેમી પેટમાં છરી મારે તે રોકવા માટે મહિલાએ પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેના હાથમાં છરી લાગતા લોહીનો ઢગલો થયો હતો. આ મહિલાને સારવાર માટે જૂનાગઢ બાદ રાજકોટ ખસેડવામાં આવી છે. 

પ્રાપ્ત વિગત અનુસાર ધોરાજી શહેરમાં આવેલી આંબાવાડી કોલોનીમાં રહેતી ફરજાબેન સીતારભાઈ માલવિયા નામની મહિલા પર રાજકોટ રહેતા સુલતાન ઉર્ફે ટીપુ જનમામદભાઈ જુણેજા નામના પ્રેમીએ હુમલો કર્યો હતો. પતિ સાથે છુટાછેડા બાદ મહિલા એક વર્ષ પહેલાં પ્રેમી સુલતાન સાથે રાજકોટમાં રહેતી હતી. ત્યારબાદ પોતાના માતાના ઘરે ધોરાજી પરત ફરી હતી. ત્યારબાદ સુલતાને ફરજાનાને રાજકોટ આવવા માટે દબાણ કર્યું હતું. પરંતુ તે ન આવતા સુલતાન ધોરાજી પહોંચ્યો અને હુમલો કર્યો હતો. 

સુલતાને કર્યો હત્યાનો પ્રયાસ
ગુસ્સા સાથે ધોરાજી પહોંચેલા સુલતાને ફરજાનાનું ગળુ દબાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. સુલતાનના હુમલા દરમિયાન ફરજાનાના હાથમાં ઈજા થઈ છે. પ્રેમીકા પર હુમલો કરી સુલતાન અને તેનો મિત્ર ભાગી ગયા હતા. ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે જૂનાગઢ લઈ જવામાં આવી હતી. તેની ઈજા ગંભીર હોવાને કારણે વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી છે. 

આ પણ વાંચોઃ 'મને એકવાર થયું કે મારી રિવોલ્વરથી આને જાહેરમાં ગોળી મારું, કોઈના બાપની શરમ રાખ્યા વિના...''

મહિલાના પેટમાં છરીના ઘા મારવાના પ્રયત્નને રોકવા માટે મહિલાએ પોતાના હાથ વડે બચાવ કરવાનો પ્રયત્ન કરતા બન્ને હાથમાં ઈજાઓ પહોંચી હતી. જે બાદ મહિલાને પછાડી અને પ્રેમીના મિત્રએ પકડી રાખી અને પ્રેમીએ ગળુ દબાવી જાનથી મારી નાંખવાનો પ્રયત્ન કર્યો હતો અને બાદમાં મહિલાનું નાક કાપી અને બન્ને ગાલ પર છરી વડે ઈજાઓ પહોંચાડી હતી.

હાલ સમગ્ર ઘટનાને લઈને ધોરાજી પોલીસે ભોગ બનનાર ફરિયાદીની ફરિયાદ અનુસાર વધુ પૂછતાછ અને તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપી પ્રેમીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More