Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં છેડતી કરનાર યુવકને ઢોર માર મરાયો, સારવાર દરમિયાન નિપજ્યું મોત

ત્રણ દિવસ અગાઉ અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં રામાપીરના ટેકરા નજીક સગીરાની છેડતી મુદ્દે સગીરાના પરિવાર દ્વારા યુવકને ઝડપી લેવાયો હતો. ત્યાર બાદ ટેકરા વિસ્તારનાં તમામ લોકોએ ભેગા મળીને યુવકને ઢોર માર મારતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યાર બાદ તેને સારવાર માટે ખસેડતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. વાડજ પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આદારે હત્યાનો ગુનો દાખલ કરીને મહિલા આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય લોકોની વીડિયોના આધારે ઓળખ કરીને ધરપકડ માટેની કાર્યવાહી ચાલી રહી છે. 

અમદાવાદમાં છેડતી કરનાર યુવકને ઢોર માર મરાયો, સારવાર દરમિયાન નિપજ્યું મોત

અમદાવાદ : ત્રણ દિવસ અગાઉ અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં રામાપીરના ટેકરા નજીક સગીરાની છેડતી મુદ્દે સગીરાના પરિવાર દ્વારા યુવકને ઝડપી લેવાયો હતો. ત્યાર બાદ ટેકરા વિસ્તારનાં તમામ લોકોએ ભેગા મળીને યુવકને ઢોર માર મારતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યાર બાદ તેને સારવાર માટે ખસેડતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. વાડજ પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આદારે હત્યાનો ગુનો દાખલ કરીને મહિલા આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય લોકોની વીડિયોના આધારે ઓળખ કરીને ધરપકડ માટેની કાર્યવાહી ચાલી રહી છે. 

આધુનિકતા કે વિકૃતી? પત્નીને નોનવેજ ખાવા બિયર પીવા કરતો દબાણ, સંતાનને બિયરના ટીન રમવા આપતો

દાણીલીમડા વિસ્તારમાં મંગલવિકાસ સોસાયટીના રહીશ રમેશ સોલંકી પરિવાર સાથે રહે છે. પરિવારમાં નાનો દીકરો નીરવ પણ રહે છે. 17 માર્ચે નીરવ તથા માસીયાઇ ભાઇ રાહુલ પરમાર બંન્ને  કોઇ મિત્રનો જન્મ દિવસ તથા એસી રિપોરિંગ કરવાનું હોવાથી ઘરેથી નિકળ્યો હતો. વહેલી સવારે નીરવની માતાનો મોબાઇલ પર ફોન આવ્યો હતો, વાડજ રામાપીરના ટેકરા પરથી હસમુખ મોદી બોલુ છું. તમારા છોકરા નીરવે ભરતભાઇ નામના વ્યક્તિની દિકરીની છેડતી કરી હતી. તમારે સમાધાન કરવું હોય તો વહેલી સવારે આઠ વાગ્યે રામાપીરના ટેકરી આવી જજો. 

પાલેજમાં પરંપરાગત હોળી દહનનો કાર્યક્રમ, જાણો હોળીની જાળના આધારે અંબાલાલ પટેલે શું કરી આગાહી ?

વાડજ પોલીસે જઇને તપાસ કરા નીરવને સિવિલ હોસ્પિટલનાં ટ્રોમા સેન્ટરમાં દાખલ કરેલો હતો. જ્યાં નીરવ સંપુર્ણ ભાનમાં હતો. તેણે જણાવ્યું કે, ભરત કાઠીયાવાડીની દીકરી દુધ લેવા જઇ રહી હતી. જો કે તેણે અચાનક મને જોઇને બુમાબુમ કરતા હંસીયો બાડીયો અને ભરતની પત્ની ગાયત્રી બીજા બે બાળકો સાથે આવી ગયા હતા. ચારેય જણાએ મને ગડદા પાટુનો માર મારતા આ મુદ્દે વાડ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી હતી. 25 માર્ચે સવારે આઠેક વાગ્યે અચાનક નીરવને ખેંચ ઉપડી અને તે મરી ગયો હતો. જો કે તેને શરીરના અંદરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More