Home> Gujarat
Advertisement
Prev
Next

લોકરક્ષક દળની પરિક્ષાને લઇને ભરતી બોર્ડનો મહત્વનો નિર્ણય, ઉમેદવારોએ જાણવુ જરૂરી

પેપર લીક થયા બાદ લોકરક્ષક દળની પરિક્ષાની 6 જાન્યુઆરીએ પરિક્ષા યોજાવા જઇ રહી છે. ત્યારે ઉમેદવારોને લઇ પોલીસ ભરતી બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

લોકરક્ષક દળની પરિક્ષાને લઇને ભરતી બોર્ડનો મહત્વનો નિર્ણય, ઉમેદવારોએ જાણવુ જરૂરી

ગાંધીનગર: પેપર લીક થયા બાદ લોકરક્ષક દળની પરિક્ષાની 6 જાન્યુઆરીએ પરિક્ષા યોજાવા જઇ રહી છે. ત્યારે ઉમેદવારોને લઇ પોલીસ ભરતી બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉમેદવારોના પહેલા જે પરિક્ષા કેન્દ્ર રખાયા હતા તે જ કેન્દ્રો પર ઉમેદવારોની પરિક્ષા રાખવામાં આવશે. 

લોકરક્ષક ભરતી બોર્ડના મહાનિયામક વિકાસ સહાય દ્વારા આયોજન પત્રમાં લોકરક્ષક દળના ઉમેદવારૌની પરીક્ષા તારીખ 06/1/2018ના રોજ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ લેખિત પરીક્ષા 2 તારીખે વિદ્યાર્થીઓને જે શાળા કોલેજ અથવા તો જિલ્લામાં યોજવામાં આવી હતી. તે જ શાળા કોલેજ અને જિલ્લામાં પરીક્ષા યોજવા અંગે નો પરીપત્ર વિકાસ સહાય દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. 

વધુમાં વાંચો...રાત્રે 12 વાગ્યે લાગુ કરવામાં આવેલું જીએસટી ભાજપને ભારે પડ્યું: શંકરસિંહ વાધેલા

મહત્વું છે, કે 2/12/2018ના દિવસે યોજાયેલી આ પરીક્ષામાં પેપર લીક થતા ભરતી બોર્ડના મહાનિયામક વિકાસ સહાય દ્વારા પરીક્ષાને રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ મોટી સંખ્યમાં વિવાદ થયો હતો. ઉમેદવારો દ્વારા ભરતી પ્રક્રિયાનો વિરોધ કરવમાં આવ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા આ કૌંભાંડમાં અનેક આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. હજી પણ ગાંધીનગર પોલીસ એટીએસની ટીમ સાથે મળીને આ કૌંભાંડમાં સંડોવાયેલા લોકો ઝડપી લેવાની તજવીજ હાથધરી છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More