Home> Gujarat
Advertisement
Prev
Next

ભાદરવી પૂનમના મેળાને લઈ મહત્વપૂર્ણ જાહેરાત: મા અંબાના માઈભક્તોની મળશે આ સુવિધા

ભાદરવી પૂનમનો મેળો યોજાવા જઈ રહ્યો છે. ત્યારે હવે અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો આનંદ અને ઉત્સાહથી યોજવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યુ છે. તારીખ 23 થી 29 સપ્ટેમ્બર દરમ્યાન યોજાનાર અંબાજી ભાદરવી પૂનમના મેળા અંગેનુ પ્લાનિંગ કરાયું હતું.

ભાદરવી પૂનમના મેળાને લઈ મહત્વપૂર્ણ જાહેરાત: મા અંબાના માઈભક્તોની મળશે આ સુવિધા

ઝી બ્યુરો/બનાસકાંઠા: અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો આનંદ અને ઉત્સાહથી યોજવા જિલ્લા વહીવટી તંત્ર ફરી એકવાર સજ્જ બન્યું છે. અંબાજી ભાદરવી પૂનમના મેળાની તંત્રએ તૈયારી શરૂ કરી દીધી છે. જી હા...પદયાત્રીઓને તમામ સુવિધાઓ મળી રહે તેવું આયોજન કરવાની તંત્રએ તૈયારી દર્શાવી દીધી છે. 

ઉત્તરાખંડ બસ રાજ્ય દુર્ઘટનામાં સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો,જાણો મુસાફરોની યાદી

તમને જણાવી દઈએ કે 23થી 29 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મેળો ભરાશે. આ મહામેળાને અનુલક્ષી શક્તિપીઠ અંબાજી ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનાવાલના અધ્યક્ષસ્થાને ભાદરવી પૂનમ પદયાત્રી સેવા સંઘોના પ્રતિનિધિઓની બેઠક યોજાઇ હતી.

ઉત્તરાખંડ બસ દુર્ઘટના: બસમાં ભાવનગર અને સુરતના યાત્રાળુ હતા, ડ્રાઈવરની ભૂલના કારણે..

વિશેષ બસોનું સુવિધા
બીજી તરફ પગપાળામાંના ધામમાં આવતા યાત્રાળુઓ પોતાના ઘરે પરત આસાનીથી ફરી શકે તેને લઇ જીએસઆરટીસી દ્વારા દિવસ દરમ્યાન ટ્રીપો વધારવા તૈયારી કરાઈ છે. તો દર વર્ષ કરતા આ વર્ષે મંદિર ખુલ્લુ રહેવાના સમયમાં પણ  ફેરફાર કરાયો છે અને વધુ સમય મંદિર ખુલ્લું રહે તેવી વ્યવસ્થા કરાઈ છે. તો બીજી તરફ બનાસકાંઠામાં થયેલા ભારે વરસાદને જોતા જો ભાદરવી પૂનમના મહામેળા સમયમાં વરસાદ થાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તેને લઈ એનડીઆરએફની ટીમોને પણ તૈનાત રખાશે.

બસ દુર્ઘટનાના દ્રશ્યો ઉભા કરશે રૂવાડાં, PHOTO માં જુઓ શ્વાસ થંભાવી દે તેવો ઘટનાક્રમ

તો બીજી તરફ મેળા દરમ્યાન અંબાજીમાં ગુનો આચરતાં ખિસ્સાકાતરુઓ પર બાજનજર રાખવા સીસીટીવી કેમેરા, ડ્રોન કેમેરા તો પોલીસકર્મીઓ બોડી વોર્ન કેમેરાથી સજ્જ રહેશે. મેળા દરમ્યાન પરિવારથી વિખુટા પડેલા પરિવારજનો કે બાળકોને તુરંત શોધી શકાય તે માટે પોલીસ દ્વારા 100 નંબરની હેલ્પલાઇન શરૂ કરવાની તૈયારીઓ  શરૂ કરી દેવાઈ છે.

ઉત્તરાખંડમાં ગુજરાતીઓને નડ્યો અકસ્માત: બસ ખીણમાં પડતાં 7 યાત્રાળુઓના મોત, 27 ઘાયલ

કલેક્ટરે આ બેઠકમાં જણાવ્યું હતું કે, પદયાત્રા કરીને આવતા ભાદરવી પૂનમ સેવા સંઘોનું રજીસ્ટ્રેશન કરવા માટે ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત પદયાત્રી સેવા સંઘોની નોંધણી, મંજૂરી અને માર્ગદર્શક સૂચનાઓ પણ ઓનલાઇન આપવામાં આવશે. મેળામાં આવનાર સંઘના સીધા સામાન માટે માત્ર 1 જ વાહનને અંબાજીમાં પ્રવેશ માટે પાસ અપાશે અને પદયાત્રી સેવા સંઘ માટે 4 વાહન પાસ પણ ઓનલાઇન મળી રહે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. 

LIVE VIDEO: હાર્ટ અટેકથી વધુ એક યુવાનનું મોત:23 વર્ષીય રત્નકલાકારને હૃદયે આપ્યો દગો

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં આવતા પદયાત્રી સંઘો અંબાજી મંદિરની આ વેબસાઇટ પર https://ambajibhadarviregistration.in ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવીને ઘેરબેઠા નોંધણી, મંજૂરી અને પાસ સહિતની સેવાઓનો લાભ મેળવી શકે તેવી સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેનાથી અંબાજી પગપાળા આવતા સંઘોને સહુલિયત મળશે.

દરરોજ આ 'સુપરફૂડ'ને ખાવાથી તમારું સ્વાસ્થ્ય રહેશે ચકાચક! જાણો તેના ચમત્કારી લાભ

અંબાજીમાં ખાસ બંદોબસ્ત ગોઠવાશે
તંત્ર દ્વારા એડવાન્સમાં મેળાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મેળા માટે સલામતી, કાયદો અને વ્યવસ્થા સમિતિ સહિત જુદી જુદી -28 જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે. અંબાજીમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા માટે ડ્રોન કેમેરા, બોડી વોર્ન અને CCTV કેમેરાથી વોચ રખાશે. અંબાજીના રૂટ પર ડોગ સ્ક્વોર્ડ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવશે. પોલીસ દ્વારા પથિક સોફ્ટવેર દ્વારા અંબાજી આવતા મુલાકાતીઓની પણ માહિતી રાખવામાં આવશે.

ગુજરાત કોંગ્રેસમાં ભરતી મેળો! આ દિગ્ગજ નેતા સહિત AAPના 20 નેતાઓ કોંગ્રેસમાં જોડાયા

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More