Home> Gujarat
Advertisement
Prev
Next

આ દેશી વાનગી એક વાર ચાખશો તો વારંવાર ખાવા દોડશો, પ્રાચીન પધ્ધતિથી બને છે આ વાનગી

Gujarat Famous Dish: આ તમામ શાક ખાવાથી શરીરને ફાયદો થાય છે. માટલામાં તમામ સામગ્રી જેવી કે કંદ, બટાકા, સૂરણ, અને કતારગામ અથવા વાલોડ પાપડીથી ભરી દેવામાં આવે છે અને પછી એને ઉંબાડવામાં આવે છે. 

આ દેશી વાનગી એક વાર ચાખશો તો વારંવાર ખાવા દોડશો,  પ્રાચીન પધ્ધતિથી બને છે આ વાનગી

Gujarati Food: દક્ષિણ ગુજરાતમાં ઠંડીની શરૂઆત થતા જ  એક વિશેષ વાનગીની પણ શરૂઆત થઇ જાય છે. એ છે ઉબાડિયું. ઠંડા વાતાવરણમાં ઉબાડિયું ખાવાની મજા જ કંઈ ઔર હોય છે. એનું કારણ સુસવાટા મારતી ઠંડી અને શરીરને નુકસાન ન પહોંચાડે એવું સરસ આ વ્યંજન એક વાર ખાવાનું શરૂ કરશો તો અટકશો નહિ. આવો જાણીએ કેવી રીતે સ્વાથ્ય માટે પણ સારું છે. 

કેનેડામાં બધુ જ ફૂલગુલાબી નથી : ઈન્ટરેટ પર દેખાય એ સત્ય નથી, આવી છે વાસ્તવિકતા
કેનેડા નામ સાંભળતાં જ મનમાં ગુદગુદી થઈ જાય એવા દેશની આવી છે 15 વાતો, ગુજ્જુ છે ઘેલા

નેશનલ હાઈવે 48 પર વલસાડમાં ઠંડી પૂરજોશમાં દેખાઈ રહી છે. ઉબાડીયાની મોસમ, ઠેર ઠેર ઉભા થયેલા ઉબાડીયાનાં સ્ટોલ લોકો માટે આવકનું સાધન તો છે જ પણ હાઈવેનાં મુસાફરો માટે એક વિશેષ ચટાકેદાર વાનગી ખાવાનો મોકો છે. ઉબાડિયું ખૂબ પ્રાચીન પધ્ધતિથી બને છે અને આજનાં યુગમાં વપરાતા ઓવેન કે ગેસ પર આ ઉબાડિયું બની નથી શકતું. તેની વિશેષતા એ છે કે, તેમાં વપરાતા ઔષધો અને મસાલા સામાન્ય રીતે દાદીમાનાં નુસ્ખા તરીકે વપરાતી વનસ્પતિનો ભરપૂર ઉપયોગ થાય છે. આ સાથે કલાર, કંબોઈ, અજમો અને વિવિધ પાલાઓના ઉપયોગથી આ ઉબાડીયું તૈયાર થાય છે. 

Top 5 Phones Under 20k: આ છે 20 હજારથી ઓછી કિંમતવાળા ધાંસૂ 5G ફોન, અહીં જુઓ લિસ્ટ
લાત મારીને ભગાડ્યો, આર્થિક તંગી; સિલેક્શનમાં ગરબડ... શમીના ખુલાસાથી મચી ગયો હડકંપ

આ તમામ શાક ખાવાથી શરીરને ફાયદો થાય છે. માટલામાં તમામ સામગ્રી જેવી કે કંદ, બટાકા, સૂરણ, અને કતારગામ અથવા વાલોડ પાપડીથી ભરી દેવામાં આવે છે અને પછી એને ઉંબાડવામાં આવે છે. એટલે જ એને ઉંબાડિયું કહેવાય છે. આગની ગરમીથી બનતા આ ઉંબાડિયાની ખાસિયત એ છે કે, તીખા મસાલા અંદર મુકેલ સામગ્રીમાં ધુમાડાનાં સ્વરૂપમાં જાય છે અને એનો ટેસ્ટ ખૂબ અનોખો હોઈ છે. ઉંબાડિયામાં અનેક ઔષધિય શાકભાજી હોવાથી તે શરીરને જરા પણ નુકસાન પહોંચાડાતી નથી .

નવા વર્ષથી આ રાશિવાળાઓની કિસ્મત મારશે પલટી, કેન્દ્ર ત્રિકોણ રાજયોગ આપશે રાજસી વૈભવ
6 ફેમસ ગુજરાતી ડીશ જેને ભૂરિયા પણ ચાખવા માંગે છે, ગુજ્જુઓની આન-બાન અને શાન છે આ નાસ્તા

આજના યુગમાં હાઈવે પર સફર કરતા લોકો કે યુવા વર્ગ આમ તો જંક ફૂડ માટે ઘેલું છે પરંતુ જેવી ઉંબાડીયાની મોસમ આવે છે. દક્ષિણ ગુજરાતીઓમાં આ ફુડ પ્રિય છે. કારણ કે, ચટણી અને ચાની ચૂસકી સાથે ઉબાડિયું અતિ સ્વાદિષ્ટ થઇ જાય છે .સુરતથી મુંબઈ કે ગુજરાતમાં આવતા લોકો ઉબાડીયાનો ટેસ્ટ માણવાનો ચૂકતા નથી. 

શું અભિષેકથી અલગ થઇ રહી છે Aishwarya? અભિનેત્રીની આ પોસ્ટે સૈપરેશન રૂમર્સને ફરી આપી
ગિલ સાથેનો Deepfake photo વાયરલ થતાં સારા રડી પડી, ફેક X એકાઉન્ટને લઇને તોડ્યું મૌન

આ ઉંબાડિયું જે રીતે બને છે અને એમાં કલાર અને કમ્બોઇ વપરાય છે, જે આ ઉંબાડીયાને અનેરો સ્વાદ આપે છે. સાથે જ તેમાં વપરાતી અન્ય સામગ્રી પણ સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે. ખૂબ ઓછા તેલમાં બનતી આ વાનગીમાં ઘણી વાઈડી વસ્તુઓ (શરીરમાં વાયુ પેદા કરે તેવી વસ્તુઓ) પણ છે, પણ એનું મારણ પણ એ જ વાનગીમાં છે. 

BYJU: ઓનલાઇન એજ્યુકેશનનો કિંગ બાયજૂ કેવી રીતે આવી ગયો અર્શથી ફર્શ પર
હેલીપેડ, સોનાનું બાથરૂમ, લક્સરી રૂમ, પુતિનના આ જહાજને જોઇ આંખો ફાટી જશે?

તો ઠંડીની શરૂઆત સાથે જો વલસાડ જિલ્લામાંથી તમે પસાર થાઓ તો, ઉંબાડિયું ખાવાનું ચૂકશો નહિ. કારણ કે, આ દેશી વાનગી એક વાર ચાખશો તો વારંવાર તમને તેનું ઘેલું લગાડશે।

શિયાળામાં કેટલા પર ચલાવવું જોઇએ Fridge? એક ભૂલ અને ખર્ચ કરવા પડશે અઢળક રૂપિયા
સફેદ જામફળ કરતાં વધુ હેલ્ધી છે લાલ જામફળ, શું તમે જાણો છો લાલ જામફળ ખાવાના ફાયદા?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More