Home> Gujarat
Advertisement
Prev
Next

સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જવાનું આયોજન કરી રહ્યા હો તો ખાસ વાંચજો, નહી તો ધક્કો થશે

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા તમામ પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જો નેગેટિવ રિપોર્ટ આવશે તો જ સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલમાં પ્રવેશ આપવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગેટ નમ્બર 5 ખાતે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. દરેક પ્રવાસીએ પ્રવેશ પહેલા ફરજીયાત આ ટેસ્ટ કરાવવાનો રહેશે. નહી તો 72 કલાક જુનો આરટીપીસીઆર ટેસ્ટ દેખાડવાનો રહેશે. જો ટેસ્ટ નહી હોય તો ગેટ પર ટેસ્ટ કરાવીને તેનો રિપોર્ટ નેગેટિવ આવે તો જ અંદર પ્રવેશ મળશે. 

સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જવાનું આયોજન કરી રહ્યા હો તો ખાસ વાંચજો, નહી તો ધક્કો થશે

નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા તમામ પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જો નેગેટિવ રિપોર્ટ આવશે તો જ સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલમાં પ્રવેશ આપવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગેટ નમ્બર 5 ખાતે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. દરેક પ્રવાસીએ પ્રવેશ પહેલા ફરજીયાત આ ટેસ્ટ કરાવવાનો રહેશે. નહી તો 72 કલાક જુનો આરટીપીસીઆર ટેસ્ટ દેખાડવાનો રહેશે. જો ટેસ્ટ નહી હોય તો ગેટ પર ટેસ્ટ કરાવીને તેનો રિપોર્ટ નેગેટિવ આવે તો જ અંદર પ્રવેશ મળશે. 

પાટણમાં કેવી છે ઓક્સિજનની સ્થિતિ અને કેવી મળી રહે છે દર્દીઓને સારવાર?

દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે બની છે. જ્યાં અલગ અલગ  રાજ્યોમાંથી અને ગુજરાતમાંથી પ્રવાસીઓ આ પ્રતિમાને જોવા આવી રહ્યાં છે. હાલ કોરોના મહામારીનો કહેર સમગ્ર દેશમાં વર્તાઈ રહ્યો છે, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓ માટે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર દ્વારા અહીં આવનાર તમામ પ્રવાસીઓનું થર્મલ ગનથી સ્કેનિંગ કરીને જ તેમને જવા દેવામાં આવી રહ્યા છે. પરંતુ હવે નવો કોરોના સ્ટ્રેન હોય તેવી વ્યક્તિને તાવ જેવા લક્ષણ પણ દેખાતા નહી હોવાનાં કારણે તંત્ર દ્વારા હવે ટેસ્ટ ફરજીયાત કરવાનો નિર્ણય લીધો છે. 

સરકારી ચોપડે માત્ર 2 મોત, પણ હોસ્પિટલમાં 20 મૃતદેહોએ કચ્છીઓને હચમચાવ્યા

સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગેટ નંબર 5 ખાતે જ્યાંથી પ્રવાસીઓને એન્ટ્રી આપવામાં આવે છે, ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા એન્ટિજન ટેસ્ટ પણ કરવામાં આવે છે. જો કોઈ પ્રવાસીના શરીરનું તાપમાન વધુ હોઈ અને જો એનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોઈ તો તેમને સ્ટેચ્યુના પરિસરમાં પ્રવેશ આપવામાં આવતો નથી. પ્રવાસીને ત્યાંથી જ પોતાના જિલ્લામાં સારવાર અર્થે મોકલી આપવામાં આવે છે. બે દિવસ માં લગભગ 500 જેટલા પ્રવાસીઓનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. જે લોકો પોઝિટિવ આવ્યા છે તેમને આપવામાં નથી આવ્યો અને નેગેટિવ આવનાર પ્રવાસીઓને પ્રવેશ અપાય રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More