Home> Gujarat
Advertisement
Prev
Next

ટેક્સ બાકી હોય તો ભરી દેજો! અમદાવાદમાં એક જ દિવસમાં 22000થી વધુ કોમર્શિયલ મિલકતો સીલ

આજે એક જ દિવસમાં 22000થી વધુ કોર્મશિયલ મિલકતો સીલ કરાઈ છે. જી હા... AMCના ચોપડે તમામ 7 ઝોનમાં બાકી પ્રોપર્ટી ટેક્સ વસૂલવા કડક સીલિંગ ઝુંબેશ ચાલી રહી છે. એક જ દિવસમાં 22624 કોર્મશિયલ મિલકતો સીલ કરતા 14.34 કરોડની વસુલાત કરવામાં આવી છે.

ટેક્સ બાકી હોય તો ભરી દેજો! અમદાવાદમાં એક જ દિવસમાં 22000થી વધુ કોમર્શિયલ મિલકતો સીલ

ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘણા લાંબા સમયથી પ્રોપર્ટી ટેકસ ભરપાઈ નહીં કરનારા કરદાતા સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે. અમદાવાદમાં બાકી મિલકતવેરાની વસૂલાત માટે ટ્રીગર ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે બાકી પ્રોપર્ટી ટેક્ષ વસૂલવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આકરા પાણીએ દેખાઈ રહ્યું છે. 

હવે ચેતી જજો! ગુજરાતીઓ માટે આવી ગઈ નવી આગાહી; જાણો આગામી પાંચ દિવસની ભયાનક આગાહી

આજે એક જ દિવસમાં 22000થી વધુ કોર્મશિયલ મિલકતો સીલ કરાઈ છે. જી હા... AMCના ચોપડે તમામ 7 ઝોનમાં બાકી પ્રોપર્ટી ટેક્સ વસૂલવા કડક સીલિંગ ઝુંબેશ ચાલી રહી છે. એક જ દિવસમાં 22624 કોર્મશિયલ મિલકતો સીલ કરતા 14.34 કરોડની વસુલાત કરવામાં આવી છે.

ગુજરાતમાં કોંગ્રેસ કોર્પોરેટરના અનોખા વિરોધથી ભારે કૂતુહલ; શ્વાન સાથે પહોંચ્યા ઓફિસ

નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા પણ એએમસી દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં એક જ દિવસમાં શહેરના સાત ઝોનમાં બાકીદારોની કુલ મળીને 20789 મિલકત મ્યુનિશિપલ તંત્ર દ્વારા સીલ કરાઈ હતી. ઉત્તરઝોનમાં સૌથી વધુ 6025 મિલકત સીલ કરાઈ હતી. દિવસના અંતે મિલકતો સીલ કરી સાત ઝોનમાંથી રુપિયા 15.78 કરોડ જેટલી માતબર રકમની વસૂલાત કરવામાં આવી હતી.

આ કોઈ સરોવર નહીં પણ કચ્છનું નાનું રણ છે, તંત્રના પાપે નર્મદાનું ફરી વળ્યું પાણી!

ઉત્તરઝોનના અમદુપુરા વોર્ડમાં આવેલી સુમેલ-4માં આવેલ કોમર્શિયલ ઓફિસો ઉપરાંત સુમેલ-10માં આવેલી ઓફિસો તથા દુકાનો, નવા નરોડા તથા હંસપુરા વોર્ડમા આવલા જુદા-જુદા કોમ્પલેકસની દુકાનો તથા ઓફિસો બાકી મિલકતવેરાની વસૂલાત માટે સીલ કરવામાં આવી હતી. બાપા સીતારામ ચોક વોર્ડમાં આવેલી જુદી-જુદી મિલકતો ઉપરાંત મોટા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પણ સીલીંગ કરવામા આવ્યું હતું. કુલ 6025 મિલકત સીલ કરી રુપિયા 2.87 કરોડની રકમ બાકી મિલકતવેરા પેટે વસૂલ કરાઈ હતી.

ગુજરાતમાં માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપમાં 5 વર્ષમાં છ ગણો વધારો, 28 હજાર લોકોને રોજગારી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More