Home> Gujarat
Advertisement
Prev
Next

પ્રોપર્ટી ટેક્સ બાકી હોય તો ભરી દેજો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લીધા વધુ આકરા નિર્ણય

અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ ભરવા માટે ઓફિસોના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. તમે ઘરબેઠા ફોન પરથી જ આ પ્રોપર્ટી ટેક્સ ભરી શકો છો. અમદાવાદ મ્યુનિ. દ્વારા નવી ઓનલાઈન વ્યવસ્થા કરાઈ છે. જેમાં હવે લોકો ઘરે બેઠા જ વોટ્સએપ પર પણ પ્રોપર્ટી ટેક્સ ભરી શકશે. 

પ્રોપર્ટી ટેક્સ બાકી હોય તો ભરી દેજો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લીધા વધુ આકરા નિર્ણય

અર્પણ કાયદાવાલા/અમદાવાદ: અમદાવાદ બાકી પ્રોપર્ટી ટેક્ષની વસુલાત માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક આકરા નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોપરેશનની રેવન્યુ કમિટીની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાયો છે. સેક્ટર મુજબ એકમોની ઓળખ કરી રેડ નોટિસ પાઠવવાની શરૂઆત કરી દેવામાં આવી છે.

અંબાલાલ પટેલની આ આગાહીથી વધી ગઈ ચિંતા! જાણો આ વર્ષનું ચોમાસું કેટલા આની રહેશે?

પ્રથમ તબક્કામાં ટેલિકોમ સેકટરની ઓળખ કરી કરોડોના બાકી ટેક્ષની વસુલાત હાથ ધરાઈ છે. ખાનગી ટેલિકોમ કંપનીઓનો રોડ નીચે કેબલ નાખવા માટેનો કુલ 2.21 કરોડનો ટેક્ષ બાકી હોવાનો ખુલાસો થયો છે. રેડ નોટિસ બાદ પણ ટેક્ષ નહીં ભરાય તો કેબલ નાખવા માટેની મંજૂરી નહીં આપવા માટેની કાર્યવાહી હાથ ધરાશે. જરૂર પડ્યે સીલિંગ અને તેમની મિલ્કત હરાજીની પ્રક્રિયા પણ કરવામાં આવશે.

જો દીવ જવાનું પ્લાનિંગ કરતા હોય તો હવે છે નકામું! તમામ બીચ આગામી 3 મહિના માટે બંધ

હાલ ટેલિકોમ સેક્ટર બાદ આગામી સમયમાં હોટલ અને હોસ્પિટાલિટી સેક્ટર, કન્સ્ટ્રક્શન અને રિટેલ સેકટરન એકમોને પણ રેડ નોટિસ આપવામાં આવશે. કોઈપણ નાગરિક વર્તમાન નાણાંકીય વર્ષ ઉપરાંત આગામી વર્ષોનો કોઈપણ રકમનો એડવાન્સ ટેક્સ રૂ 2000ની નોટ મારફતે ભરશે, તો 30 સપ્ટેમ્બરની મુદત સુધી 2000ની નોટ સ્વીકારવામાં આવશે.

2000ની નોટથી ભરી શકાશે ટેક્ષ
AMCની રેવન્યુ કમિટીની બેઠકમાં અમદાવાદીઓના હિતમાં વધુ એક નિર્ણય લેવાયો છે. 30-9-2023 સુધી 2000ની નોટથી ટેક્ષ ભરી શકાશે. આ નિર્ણયથી 2000 રૂપિયાની નોટ ધારકોને ફાયદો એ થશે કે તેમને બેંકનો ધક્કો નહી ખાવા પડે અને તે લોકો ટેક્ષ ભરવામાં આ નોટનો ઉપયોગ કરી શકશે. 

નાઘેડી પરીક્ષા'કાંડ'ના 3 વિધાર્થીઓ આજીવન નહિ ભણી શકે, ચોથા વિદ્યાર્થી અંગે ભેદી મૌન

ઘરબેઠા એક જ ક્લિકથી Whatsapp થી ભરો પ્રોપર્ટી ટેક્સ
તમને જાણીને નવાઈ લાગશે કે હવે અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ ભરવા માટે ઓફિસોના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. તમે ઘરબેઠા ફોન પરથી જ આ પ્રોપર્ટી ટેક્સ ભરી શકો છો. અમદાવાદ મ્યુનિ. દ્વારા નવી ઓનલાઈન વ્યવસ્થા કરાઈ છે. જેમાં હવે લોકો ઘરે બેઠા જ વોટ્સએપ પર પણ પ્રોપર્ટી ટેક્સ ભરી શકશે. 

IPL 2023: માત્ર ચાહકો જ નહીં, જીવા ધોનીએ પણ તેના પિતા માટે હાથ જોડીને કરી પ્રાર્થના

સરકારે માટે વેરાની વસૂલાત એ સૌથી મોટી સમસ્યા છે. પ્રજા પણ ઓફિસોના ધક્કા ખાવાનો ટાઈમ ન હોવાથી સમયસર વેરા ભરતી નથી. જેના પગલે તંત્રને આવક થતી નથી. વેરા જ મ્યુનિની સૌથી મોટી આવક હોય છે. આ આવક વધારવા માટે તંત્રએ આ વ્યવસ્થા ગોઠવી છે. હાલમાં એએમસીનું તંત્ર ખાડામાં ચાલે છે. આવક કરતાં જાવક વધારે છે એટલે અધિકારીઓેએ લોકો ઘરબેઠા જ વેરો ભરી શકે એ માટે નવી ઓનલાઈન જ વ્યવસ્થા ઉભી કરી છે કારણ કે હાલમાં તમામ ટ્રાન્જેક્શન ઓનલાઈન થવા લાગ્યા છે.

ખાટ્ટા-મીઠા ફાલસામાં છુપાયેલો છે અનેક રોગોનો ઈલાજ, જાણો નાના ફાલસાના મોટા ફાયદા

નાણાકીય વર્ષ પુરૂ થવામાં છે ત્યારે અમદાવાદ મ્યુનિ.એ વેરાઓની ઉઘરાણી પણ વધારે તેજ બનાવી છે. જે અંતર્ગત હવે લોકો ઘરે બેઠા જ વોટ્સએપના માધ્યમથી પણ પ્રોપર્ટી ટેક્સ ભરપાઈ કરી શકે તેવી ઓનલાઈન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમદાવાદ મ્યુનિ. દ્વારા આ માટે  વોટ્સ એપ નંબર ૭૫૬૭૮૫૫૩૦૩ જાહેર કરવામાં આવ્યો છે.  આ નંબર પરથી તમે ૨૪ કલાક અને સાતેય દિવસ ગમે ત્યારે વેરાના બિલો ભરી શકશો. એટલે તમે જ્યારે પણ ફ્રી હો તો આરામથી ઘરબેઠા જ વેરા ભરી દો તો તમારે ઓફિસનો ધક્કો કે વધારાનો ચાર્જ ચૂકવવાથી બચી શકાશે.

ધીરેન્દ્ર શાસ્ત્રીનો ઉત્તર ગુજરાતનો પ્રવાસ ગોઠવાયો, જાણો હિંમતનગરમાં શુ છે કાર્યક્રમ

આ જ નંબર પરથી અમદાવાદીઓ  ઘરવેરાના બીલો ડાઉનલોડ કરી શકશે. આ માટે વોટ્સએપ ચેટમાં પ્રોપર્ટી ટેક્સના વિકલ્પ પર ક્લીક કર્યા બાદ રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અથવા તો પ્રોપર્ટી ટેક્સ ટેનામેન્ટ નંબર લખવાથી ઓનલાઈન પેમેન્ટનો વિકલ્પ મળશે. ૨૪ કલાક અને સાતેય દિવસ ગમે ત્યારે વેરાના બીલો ભરી શકાશે. 

500 રૂપિયાની નોટ અંગે RBI એ કર્યો ચોંકાવનારો ખુલાસો, જો તમારી પાસે હોય તો ખાસ જાણો

મ્યુનિ.ની તમામ ઓનલાઈન સેવાઓનો લાભ લઈ શકે તે માટે મોબાઈલ નંબર પ્રોપર્ટી ટેક્સ ટેનામેન્ટ નંબર સાથે જોડવા અનુરોધ કરાયો છે. આ સુવિધાથી હવે કરદાતાઓને સિવિક સેન્ટર સુધી ધક્કા ખાવા પડશે નહીં. તેમજ મ્યુનિ.ની વેરા વસૂલાત સરળ, ઝડપી અને વધારો થાય તેવી આશા વ્યક્ત કરાઈ છે. આ એક સારી પહેલ છે. જો તેનો અમદાવાદીઓ ઉપયોગ કરે તો મ્યુનિ તંત્રને પણ આવકમાં મસમોટો વધારો થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More