Home> Gujarat
Advertisement
Prev
Next

ઈડરના બજારમાં સ્વંયભૂ લોકડાઉન, રીક્ષા ફેરવીને માઈક પર કરાઈ બજાર બંધની જાહેરાત

ઈડરના બજારમાં સ્વંયભૂ લોકડાઉન, રીક્ષા ફેરવીને માઈક પર કરાઈ બજાર બંધની જાહેરાત
  • સાબરકાંઠા ઇડરનું બજાર સાત દિવસ સ્વયંભુ બંધ રાખવામાં આવશે તેવી જાહેરાત કરાઈ.
  • સાબરકાંઠા જીલ્લા સહીત સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે

શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા :કોરોનાથી બચવા માટે હવે લોકો જાતે જ તૈયાર થઈ રહ્યાં છે. કોરોના સામે લડવા માટે હવે લોકોએ સ્વંયભૂ લોકડાઉન (lockdown) નું શસ્ત્ર ઉગામ્યું છે. ત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં નાના શહેરો અને નાના ગામડાના લોકો સ્વંભૂ લોકડાઉન તરફ વળ્યાં છે. ત્યારે સાબરકાંઠા ઇડરનું બજાર સાત દિવસ સ્વયંભુ બંધ રાખવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે. 

માઈક પર બજાર બંધની જાહેરાત કરાઈ 
કોરોનાનું સંક્રમણ અટકાવવા ઈડરનું બજાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. ઈડરના તમામ એસોસિએશન દ્વારા બેઠક યોજાઈ હતી. જમાં કાપડ, વાસણ, કાપડ મહાજન, સોની, નોવેલ્ટી, ઓટો પાર્ટ્સ, સીડ્સ અને બુટ-ચંપલ એસોસીએશનની સ્વૈચ્છિક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વેપારીઓએ સોમવારથી શનિવાર સુધી બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. સમગ્ર ઈડર નગરમાં રીક્ષામાં માઈક સાથે બજાર બંધની જાહેરાત કરાઈ હતી. 

આ પણ વાંચો : કરોડપતિથી રોડપતિ બન્યા અનિલ અંબાણી, પત્નીના ઘરેણા વેચીને વકીલની ફી આપી

સાબરકાંઠા જિલ્લામાં 900 થી વધુ કેસ 
સાબરકાંઠા જીલ્લા સહીત સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે એને અટકાવવા માટે લોકો સ્વયભું લોકડાઉન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં સાબરકાંઠા જિલ્લામાં ૯૦૦ થી વધુ કોરોના પોઝેટીવ કેસ નોધાઇ ચુક્યા છે. ત્યારે જીલ્લામાં પ્રથમ ખેડબ્રહ્મા , વડાલી , વિજયનગર શેહર એક સપ્તાહ સુધી સ્વયભું બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો બાદ માં ગ્રામ્ય પંથક માં પણ કોરોના સંક્રમણ વધવાને લઇ ગ્રામજનોએ જાગૃતતા દર્શાવી ગામને સાત દિવસ માટે સવ્ય્ભું બંધ રાખ્યું છે,હિંમતનગર તાલુકાનું હાથરોલ ગામમાં કોરોના સંક્રમણ વધવાને લઇ ગામના આગેવાનો સરપંચ અને પંચાયત ના સભ્યોએ ભેગા મળી કોરોના સંક્રમણને વધતું અટકાવવા માટે ગામ માં સાત દિવસ નો સ્વયભું બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો જેમાં તમામ ગ્રામજનો એ સહમતી દર્શાવતા ગામએ સાત દિવસ માટે બન્ધ પાળ્યો છે.

આ પણ વાંચો : અમદાવાદ : કચરાના ઢગલા નીચે દબાયેલી બાળકીની 10 કલાક બાદ પણ કોઈ ભાળ નથી મળી 

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલ હાથરોલ ગામ માં આશરે ૨૦૦૦ જેટલા લોકો વસવાટ કરી રહ્યા છે ગામ મુખ્યત્વે ખેતી અને પશુપાલન સાથે સંક્રાયેલ છે ત્યારે ગામ માં ૧૬ જેટલા લોકો અત્યાર સુધી કોરોનાથી સંક્રમિત થયા છે અને અત્યારે હાલ માં ૩ જેટલા લોકો હોસ્પીટલમાં કોરોના ની સારવાર લઇ રહ્યા છે સાથેજ કેટલાક સ્થાનિક લોકોને હોમ કોરેન્ટાઈન કરેલ છે ત્યારે આગામી સમય માં વધુ લોકો સંક્રમિત નાં થાય એને ધ્યાને લઇ ગામને સાત દિવસ માટે સ્વયંભુ બંધ રાખવનો નિર્ણય લેવામાં આવ્યો છે.ગામમાં માત્ર સાંજે ૨ કલાક માત્ર આવશ્યક સેવાઓ માટેજ છૂટ આપવામાં આવી છે.ખેતી સાથે સંક્રાયેલ લોકો અને જીવન જરૂરિયાત ની સાધન સામગ્રી માટે  સાંજે બે કલાક માં ખેતી કરવા માટેજ ઘરની બહાર આવતા હોય છે,ગામ માંથી બજાર તરફ ધંધાર્થે જતા સ્થાનિકો પણ સાત દિવસ માટે સ્વયંભુ ઘરમાંજ રહેવાનો નિર્ણય લીધેલ છે. એક તરફ કોરોના નું સંક્રમણ દિવસે દિવસે વધતું જઈ રહ્યું છે સાથેજ રાજ્ય સરકાર અલગ અલગ તબક્કાઓમાં બધી છૂટ છાટ આપી રહી છે તો બીજી તરફ વધતા સંક્રમણને અટકાવવા માટે સ્થાનિકો સ્વયંભૂ બંધ પાળીને વધતા સંક્રમણ ને અટકાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો : રાપરના વકીલ દેવજી મહેશ્વરીની હત્યાનો આરોપી મુંબઈથી ઝડપાયો 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More