Home> Gujarat
Advertisement
Prev
Next

કે.રાજેશે લાંચ માટે કોડવર્ડ રાખ્યો હતો, રૂપિયા મળ્યા પછી જ ટેબલ પરની ફાઈલ પર સહી થતી

લાંચ અને ખોટી રીતે લાભ કરાવવા મામલે સીબીઆઇ દ્વારા સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે. રાજેશની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત સહ આરોપી રફીક મેમણના એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે કે.રાજેશનો ભ્રષ્ટાચાર કરવાનો નોખો અંદાજ સામે આવ્યો છે. તેણે કેવી રીતે કૌભાંડો આચર્યા અને કટકી કરી તે સામે આવ્યું છે. 

કે.રાજેશે લાંચ માટે કોડવર્ડ રાખ્યો હતો, રૂપિયા મળ્યા પછી જ ટેબલ પરની ફાઈલ પર સહી થતી

અમદાવાદ :લાંચ અને ખોટી રીતે લાભ કરાવવા મામલે સીબીઆઇ દ્વારા સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે. રાજેશની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત સહ આરોપી રફીક મેમણના એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે કે.રાજેશનો ભ્રષ્ટાચાર કરવાનો નોખો અંદાજ સામે આવ્યો છે. તેણે કેવી રીતે કૌભાંડો આચર્યા અને કટકી કરી તે સામે આવ્યું છે. 

આઇએએસ અધિકારી કે.રાજેશ ભ્રષ્ટાચારનું લિસ્ટ લાંબુલચક છે. જાણીને નવાઈ લાગશે કે કે.રાજેશ સેવા કરીને પોતાની છાપ સુધારતો હતો. તે લાંચ ખુલ્લેઆમ રોકડમાં લેતો અને તેમાંથી ચોક્કસ રકમ જિલ્લાના વિકાસ ફંડમાં આપતો. રાજ્યમાં આઇએએસ અધિકારી તરીકે 2011 થી અત્યાર સુધી સૌથી વધુ રકમ જિલ્લા વિકાસ ફંડમાં કે.રાજેશના સમયગાળામાં આવી હોવાની ચર્ચા છે. સુરેન્દ્રનગર કલેક્ટર તરીકેના તેમના કાર્યકાળમાં રાજ્યમાં સૌથી વધુ એક જિલ્લામાં હથિયારી લાયસન્સ ઇસ્યુ થયા છે. લાયસન્સ દીઠ રુપિયા 5 લાખ લેવાતા હતા. જેમાંથી 4 લાખ પોતાની પાસે અને 1 લાખ જિલ્લા વિકાસ રાહત ફંડમાં અપાતા હતા. સુરત અને સુરેન્દ્રનગરમાં પોતાના વહીવટદારો દ્વારા રોકડ રકમનો સ્વીકાર કરતા હતા. જે અરજદાર લાંચ આપવા તૈયાર હોય તેને વહીવટદાર પાસે ચા-નાસ્તો કરવા હોટલમાં મોકલતાં હતા. વહીવટદાર રૂપિયા મળ્યાનો કે.રાજેશને ફોન કરે પછી જ ફાઇલ પર સહી થતી.

આ પણ વાંચો : શિક્ષક કભી સાધારણ નહિ હોતા... ગુજરાતના આ શિક્ષકે એવુ અસાધારણ કામ કર્યું કે ગૂગલે પણ નોંધ લીધી 

એટલુ જ નહિ, ભ્રષ્ટાચાર આચરવામાં તેણે કોડવર્ડ રાખ્યો હતો. તેલ, ચોખા, ધઉં કે કાપડ જેવા શબ્દોનો ભ્રષ્ટાચાર માટે કોડવર્ડ તરીકે ઉપયોગ કરાયો. કે.રાજેશ વહીવટદાર સાથેની વાતચીતમાં આ શબ્દોનો ઉપયોગ કરતો હતો. કહેવાય છે કે, કે. રાજેશ સામે 10 દિવસ પહેલાં જ સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદે લેટરબોમ્બ ફોડ્યો હતો. 15 પેજમાં 27 મુદ્દાઓ ટાંકી નાણાકીય ગેરરીતિનો ખુલાસો કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીને લખવામાં આવ્યો હતો અને કે.રાજેશ વિરુદ્ધ સીબીઆઇ તપાસની માગ કરી હતી.

આ પણ વાંચો : અરવલ્લીમાં ભયાનક ત્રિપલ અકસ્માત, બે ટ્રક અને કાર ટકરાતા આગ ફાટી નીકળી, 6 ના મોત

IAS અધિકારી અને તત્કાલીન સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર કે.રાજેશ કેસમાં સહ આરોપી તરીકે ઝડપાયેલા રફીક મેમનને CBI કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. આરોપી મેમણના કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જોકે, તપાસ એજન્સી દ્વારા 10 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. રફીક મેમણના વકીલ આફતાબ અન્સારી દ્વારા દલિત કરવામાં આવી કે, આ કેસમાં રફીક મેમણનો કોઈ રોલ નથી, જે પણ લાયસન્સ ઇસ્યુ કરવા બાબતે જે પણ લેવડદેવડ થઈ છે, તેમાં કલેકટરની ભૂમિકા મહત્વની હતી. ઉપરાંત તપાસ એજન્સીએ મેમણના ઘરે તપાસ કરતાં કોઇપણ આધારભૂત પુરાવા નથી મળ્યા. આ મામલે હવે મેમણની જામીન અરજી અંગે આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે. 

આ પણ વાંચો : અમદાવાદની આ સરકારી શાળામાં એડમિશન માટે થાય છે પડાપડી, માલેતુજારોના સંતાનો પણ ભણવા માંગે છે 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More