Home> Gujarat
Advertisement
Prev
Next

આવા છે ગુજરાતના વિદ્યાર્થીઓ : 5 વત્તા 5 કેટલા થાય તેનો જવાબ પણ નથી આપી નથી શક્તા

IAS Officer Dhaval Patel Letter : છોટા ઉદેપુરની જે છ પ્રાથમિક શાળાઓમાં IAS ધવલ પટેલે ચેકિંગ કર્યું હતું, તેમાંથી બે શાળામાં ઝી 24 કલાકની ટીમે રિયાલિટી ચેક કર્યું. અમે વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે પણ વાત કરી. આ દરમિયાન, જે સામે આવ્યું, તે દેખાડે છે કે વિદ્યાર્થીઓની સાથે શિક્ષકોને પણ તાલીમની જરૂર છે..
 

આવા છે ગુજરાતના વિદ્યાર્થીઓ : 5 વત્તા 5 કેટલા થાય તેનો જવાબ પણ નથી આપી નથી શક્તા

Gujarat Education હકીમ ઘડિયાળી/છોટાઉદેપુર : છોટા ઉદેપુરની જે છ પ્રાથમિક શાળાઓમાં IAS ધવલ પટેલે ચેકિંગ કર્યું હતું, તેમાંથી બે શાળામાં ઝી 24 કલાકની ટીમે રિયાલિટી ચેક કર્યું. અમે વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે પણ વાત કરી. આ દરમિયાન, જે સામે આવ્યું, તે દેખાડે છે કે વિદ્યાર્થીઓની સાથે શિક્ષકોને પણ તાલીમની જરૂર છે. 

બાળકોને શિક્ષિત કરવાની ફરજ તેમના વાલીઓની અને શિક્ષકોની છે...શાળામાં બાળકના અભ્યાસની જવાબદારી શિક્ષકની હોય છે. પણ શિક્ષકો જ્યારે પોતાની ફરજ યોગ્ય રીતે પૂરી ન કરે, ત્યારે તેની કિંમત બાળકોએ ચૂકવવી પડે છે. IAS ધવલ પટેલે છોટાઉદેપુરની જે 6 શાળાઓમાં તપાસ કરી હતી, તેમાંથી એક છે જામલી પ્રાથમિક શાળા અને રાણીખેડાની શાળા. ધવલ પટેલે પોતાના રિપોર્ટમાં આ બંને શાળાનું શિક્ષણ સ્તર અત્યંત નિમ્ન કોટીનું હોવાનું ઠરાવ્યું હતું. ઝી 24 કલાકની ટીમે આ શાળાની મુલાકાત લઈને બાળકોના શિક્ષણ અને શિક્ષકોના જ્ઞાનની ચકાસણી કરી..અમે વિદ્યાર્થીઓને એ જ સવાલ પૂછ્યા જે, ધવલ પટેલે પૂછ્યા હતા..

ગુજરાતી IAS ઓફિસરનો લેટર બોમ્બ, શિક્ષણ સડેલું હોવાનો પુરાવો આપી સરકારની પોલ ખોલી

અહીં પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી 5 વત્તા 5 કેટલા થાય તેનો જવાબ પણ નથી આપતી શકતો. અહીં છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીને ગુજરાતી વાંચવામાં મુશ્કેલી થઈ રહી છે. શાળામાં છોકરાઓને ભણાવવા માટે મોટી ટીવી સ્ક્રીન તો છે, પણ વિદ્યાર્થીઓને સામાન્ય વાક્યો વાંચવામાં તકલીફ પડે છે. જે દેખાડે છે કે શિક્ષકો બાળકો માટે કેટલા ગંભીર હશે. આ તો વાત થઈ વિદ્યાર્થીઓની, હવે શિક્ષકોના જ્ઞાનની વાત કરીએ, જામલીની પ્રાથમિક શાળાના શિક્ષકનું જ્ઞાન જોઈને સમજાઈ જાય કે વિદ્યાર્થીઓ કેમ ભણવામાં નબળા છે. 

અમારો હેતુ અભ્યાસમાં બાળકોની નબળાઈ દેખાડવાનો નથી, માસૂમ બાળકોની આમાં કોઈ ભૂલ નથી, તેઓ સિસ્ટમ સામે લાચાર છે. અમે ઈચ્છીએ છીએ કે શિક્ષણ વિભાગ આ દ્રશ્યોને જોઈને તો જાગે. એસી ચેમ્બરમાં બેસી રહેતા અધિકારીઓ જુએ કે પ્રાથમિક શિક્ષણના શું હાલ છે. છોટાઉદેપુર જેવા આદિવાસી અને અંતરિયાળ વિસ્તારમાં જ્યાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે, ત્યાં માતાપિતા પોતાના બાળકોના શિક્ષણ માટે સંપૂર્ણપણે શિક્ષકો પર આધારિત હોય છે. જો કે શિક્ષકો વાલીઓના ભરોસા પર અને પોતાની જવાબદારીમાં ખરા નથી ઉતરતા. ધવલ પટેલના રિપોર્ટ બાદ છોટા ઉદેપુર જિલ્લાનું વહીવટી તંત્ર દોડતું થયું છે. જે તે વિભાગ અને અધિકારીઓને આદેશ અને સૂચનાઓ આપવાનો દોર શરૂ થઈ ગયો છે.

હવામાન વિભાગે આપ્યુ યલો એલર્ટ : આજે ગુજરાતના આ 3 જિલ્લામાં તૂટી પડશે ધોધમાર વરસાદ

આ ઘટના અનેક સવાલો પેદા કરે છે 

  • આ બાળકોના નબળા અભ્યાસ માટે જવાબદાર કોણ?
  • જામલી, રાણીખેડાની શાળામાં ZEE 24 કલાકનું રિયાલિટી ચેક
  • બાળકોને પરીક્ષામાં ચોરી કરીને પાસ કરાવાય છે!
  • શિક્ષકને દેશના રાષ્ટ્રપતિનું નામ ખબર નથી!
  • વિદ્યાર્થીઓ ભગવાન ભરોસે ભણે છે

ગુજરાતના શિક્ષણની પોલ ખોલનાર IAS ઓફિસરના થયા વખાણ, પાટીદારપણુ બતાવી સત્ય કહ્યું

આ ઘટના બાદ તંત્ર દોડતું તો થયું છે, પણ આ કવાયતનું પરિણામ આવવું જરૂરી છે. આ કામગીરી સરકારી વિભાગો વચ્ચેની ઔપચારિકતા બનીને ન રહેવી જોઈએ, કેમ કે સવાલ બાળકોના શિક્ષણનો છે. જે બાળકો અભ્યાસમાં નબળા છે, તેમના અભ્યાસ પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. તો જ બાળકોનો આત્મવિશ્વાસ વધશે અને તેઓ આગળ ભણી શકશે. પાયાના શિક્ષણ વિના સ્માર્ટ ક્લાસરૂમ અને ટેક્નોલોજીના ઉપયોગનો કોઈ મતલબ નથી.

ભક્તોએ ચઢાવેલા નારિયેળથી લીલોછમ બન્યો પાવાગઢ, શક્તિધામની કાયાપલટ થઈ ગઈ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More