Home> Gujarat
Advertisement
Prev
Next

આઈ.એમ. જિનવાળા ટ્રસ્ટની શાળાઓની માનવતા, વિદ્યાર્થીઓની 3થી 6 મહિનાની ફી કરી માફ

પ્રિ-પ્રાઇમરીના વિદ્યાર્થીઓની છ મહિનાની ફી તથા ધોરણ એક થી 12ના વિધાર્થીઓની ત્રણ મહિનાની ફી માફ કરવાનો નિર્ણય કરવામા આવ્યો છે. શાળાના સંચાલકો દ્વારા જે રીતે નિર્ણય લેવામા આવ્યો છે ત્યારબાદ વાલીઓમા પણ ખુશીની લહેર જોવા મળી રહી છે.  

આઈ.એમ. જિનવાળા ટ્રસ્ટની શાળાઓની માનવતા, વિદ્યાર્થીઓની 3થી 6 મહિનાની ફી કરી માફ

ચેતન પટેલ/સુરતઃ એક તરફ રાજયની મોટા ભાગની શાળાઓ દ્વારા વાલીઓ પર ફી ભરવા માટે દબાણ આપવામા આવી રહ્યુ છે ત્યારે સુરતની ઇશ્વરલાલ મોતીરામ જિનવાળા કેળવણી સંચાલિત શાળાઓએ ત્રણ થી છ મહિનાની ફી માફ કરાવી માનવતાભર્યુ પગલુ ભર્યુ છે. નર્સરીમાં અભ્યાસ કરતા વિઘાર્થીઓની છ મહિનાની તથા એકથી બાર સુધી અભ્યાસ કરતા વિધાર્થીઓની ત્રણ મહિનાની ફી માફ કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે.

હાલમા સમગ્ર દેશમા કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. મોટા ભાગના લોકો બેરોજગાર બન્યા છે. તો કેટલાક લોકોના પગાર પર કાપ મુકવામા આવ્યા છે. ત્યારે સ્કુલો દ્વારા વિઘાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાનુ શરુ કર્યુ છે અને બીજી તરફ વાલીો પર ફી ભરવા માટે દબાણ કરવામા આવી રહ્યુ છે. ત્યારે આવા મહામારીના સમયે સુરતની ઇશ્વરલાલ મોતીરામ જિનવાળા કેળવણી મંડળ સંચાલિત છ જેટલી સ્કુલો મા વિધાર્થીઓની ફી માફ કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે. 

સતત 21માં દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં લાગી આગ, જાણો તમારા જિલ્લાનો ભાવ

પ્રિ-પ્રાઇમરીના વિદ્યાર્થીઓની છ મહિનાની ફી તથા ધોરણ એક થી 12ના વિધાર્થીઓની ત્રણ મહિનાની ફી માફ કરવાનો નિર્ણય કરવામા આવ્યો છે. શાળાના સંચાલકો દ્વારા જે રીતે નિર્ણય લેવામા આવ્યો છે ત્યારબાદ વાલીઓમા પણ ખુશીની લહેર જોવા મળી રહી છે.  આવા કપરા સમયે જ્યારે સ્કુલ સંચાલકોએ તેમને સાથ સહકાર આપ્યો છે  ત્યારે વાલીઓએ તેમનો આભાર પણ વ્યકત કર્યો હતો. આ સાથે ફી માફ કર્યા બાદ પણ શાળા દ્વારા ઓનલાઇન એજયુકેશન આપવાનુ શરુ રાખવામા આવ્યુ છે. વિધાર્થીઓનુ કરિયર ન બગડે તે માટે પુરતી તકેદારી શાળાના સંચાલકોએ લીધી છે. 

ઉલ્લેખનીય છે કે જે રીતે આ સંસ્થાએ માનવતાભર્યુ પગલુ લીઘુ છે તે જ રીતે તમામ ખાનગી શાળાના સંચાલકો નિર્ણય લે તેવી આશા લોકોએ વ્યકત કરી હતી.

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More