Home> Gujarat
Advertisement
Prev
Next

પોલીસનો માનવતાવાદી ચહેરો: કર્ફ્યૂ સમયે પણ શ્રમજીવીઓને પહોંચાડે છે ભોજન

કોરોના સંક્રમણ અમદાવાદ શહેરમાં વધુ ફેલાતા સરકારે કર્ફ્યૂની જાહેરાત કરી છે. કર્ફ્યૂ દરમિયાન રોડ પર ફૂટપાથ પર રહેતા ગરીબ લોકોને બે ટંકના ભોજન માટે સમસ્યા સર્જાઇ છે. તેવામાં પોલીસનો માનવતાવાદી ચહેરો પણ સામે આવ્યો છે. અમદાવાદ પોલીસ દ્વારા વિવિધ NGO સાથે મળીને જરૂરિયાતમંદો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 

પોલીસનો માનવતાવાદી ચહેરો: કર્ફ્યૂ સમયે પણ શ્રમજીવીઓને પહોંચાડે છે ભોજન

મૌલિક ધામેચા/અમદાવાદ : કોરોના સંક્રમણ અમદાવાદ શહેરમાં વધુ ફેલાતા સરકારે કર્ફ્યૂની જાહેરાત કરી છે. કર્ફ્યૂ દરમિયાન રોડ પર ફૂટપાથ પર રહેતા ગરીબ લોકોને બે ટંકના ભોજન માટે સમસ્યા સર્જાઇ છે. તેવામાં પોલીસનો માનવતાવાદી ચહેરો પણ સામે આવ્યો છે. અમદાવાદ પોલીસ દ્વારા વિવિધ NGO સાથે મળીને જરૂરિયાતમંદો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 

આજે અમદાવાદ પોલીસે શહેરના અલગ અલગ વિસ્તારોમાં અને ફૂટપાથ પર રહેતા લોકોને જમવાનું આપ્યું હતું. સવારે અને સાંજે એમ બંન્ને ટાઇમે પોલીસ દ્વારા જમવાનું આપવામાં આવ્યું હતું. આ અંગે ટ્રાફિક જેસીપી મયંકસિંહ ચાવડાએ જણાવ્યું કે, પોલીસ કમિશ્નર દ્વારા રોડ પર રહેતા ગરીબ લોકો માટે જમવાની વ્યવસ્થા કરવાનો આદેશ અપાય છે. ઇન્ટરનેશનલ કલબ અને અક્ષયપાત્ર સાથે મળી શહેરના અંદાજે 10 હજાર જેટલા લોકોને જમવાનું પહોંચાડવામાં આવી રહ્યું છે. 

આજે સવારથી દરેક પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પોલીસ હેડક્વાર્ટરથી જમવાનું લઇ જશે અને તેમના વિસ્તારમાં રખડતા, ભટકતા લોકો ગરીબોને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના પગલે પોલીસ દ્વારા પુલાવની વહેંચણી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા 200 લોકોને ભોજન મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More