Home> Gujarat
Advertisement
Prev
Next

રાજ્યના વાહનચાલકો માટે સરકારનો મહત્વનો નિર્ણય : PUC અને HSRP નંબર પ્લેટ લગાવવાની મુદત વધારાઈ

છેલ્લાં કેટલાક દિવસોથી ટ્રાફિક નિયમોની ઐસતૈસી કરનારા વાહનચાલકો દંડાઈ રહ્યાં છે. ત્યારે રાજ્યના વાહનચાલકો માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા PUC માટે તારીખ લંબાવાઈ છે. તેમજ HSRP નંબર પ્લેટ લગાડવા માટેની મુદત પણ એક મહિના વધારી દીધી છે. આ મુદત 16 સપ્ટેમ્બરને બદલે 30 ઓક્ટોબર કરાઈ છે. 

રાજ્યના વાહનચાલકો માટે સરકારનો મહત્વનો નિર્ણય : PUC અને HSRP નંબર પ્લેટ લગાવવાની મુદત વધારાઈ

અમદાવાદ :છેલ્લાં કેટલાક દિવસોથી ટ્રાફિક નિયમોની ઐસતૈસી કરનારા વાહનચાલકો દંડાઈ રહ્યાં છે. ત્યારે રાજ્યના વાહનચાલકો માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા PUC માટે તારીખ લંબાવાઈ છે. તેમજ HSRP નંબર પ્લેટ લગાડવા માટેની મુદત પણ એક મહિના વધારી દીધી છે. આ મુદત 16 સપ્ટેમ્બરને બદલે 30 ઓક્ટોબર કરાઈ છે. 

HSRP નંબર પ્લેટ લગાડવા મામલે રાજ્ય સરકારે ફરી એકવાર મુદત વધારી છે. 31 ઓગસ્ટે મુદત પૂરી થઈ ગયા બાદ તેમાં વધારો નહોતો કર્યો. પરંતુ ગઈકાલે સરકારે HSRP નંબર પ્લેટ લગાવવા માટે 1 મહિનાની મુદત આપી છે. 16 ઓક્ટોબર સુધીમાં આ નંબર પ્લેટ લોકોએ ફરજિયાત લગાડવાની રહેશે. આમ, HSRP નંબર પ્લેટ માટે 9મી વખત સરકાર મુદત વધારી છે. તો બીજી તરફ, પીયૂસી વગરના વાહનો ચાલકોને પણ સરકારે 30 સપ્ટેમ્બર સુધીમાં  PUC કઢાવી લેવા માટે સમય આપવામાં આવ્યો છે. આમ, સરકારે ફરી એકવાર વાહનચાલકોને તક આપી છે, જેથી તેઓ વાહન અંગેના તમામ કાગળો તૈયાર રાખે.  

HSRP અને PUC માટેની સમયમર્યાદામાં વધારો કરાતા હવે વાહનચાલકોને થોડી રાહત થશે. હાલ પરિસ્થિતિ એવી બની છે કે, PUC કરાવવા માટે અનેક સેન્ટર્સ પર લાંબી લાઈન જોવા મળી રહી છે. ત્યારે હવે મુદત વધારાયા બાદ વાહનચાલકોની હાલાકી ઓછી થશે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More