Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં ચોમાસાને વિદાય આપવાનો સમય આવી ગયો? આ તારીખ નોંધી લો, જાણો હવે વરસાદની કેટલી શક્યતા છે?

Ambalal Patel Monsoon Prediction For Navratri 2023 : ઓક્ટોબર મહિનાની શરૂઆત સાથે રાજ્યના વાતાવરણમાં પણ ફેરફાર જોવા મળશે. કેમ કે, હવે ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઇ રહી છે. આ દરમિયાન વરસાદ અંગે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી છે.

ગુજરાતમાં ચોમાસાને વિદાય આપવાનો સમય આવી ગયો? આ તારીખ નોંધી લો, જાણો હવે વરસાદની કેટલી શક્યતા છે?

Gujarat Weather Forecast : હવામાન વિભાગે ચોમાસાના વિદાયની તારીખ આપી દીધી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, આગામી સાત દિવસ વરસાદની શક્યતા નથી. આજે એકાદ જગ્યાએ વરસાદ રહી શકે, જો કે તેની શક્યતા પણ ઓછી છે. હવેથી ગુજરાતમાં ચોમાસુ વિદાય લેશે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ચોમાસુ વિદાય લઇ રહ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી 1-2 દિવસમાં ચોમાસુ વિદાય લેશે. મહત્તમ અને લધુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય. કોઇક જગ્યાએ એકાદ ડિગ્રી તાપમાન વધી શકે છે. પરંતુ ગુજરાતમાં વરસાદની શક્યતા નથી આ સાથે ટેમ્પરેચરમાં પણ કોઇ મોટો ફેરફાર નહીં થાય.

ઠગ ઓફ મહેસાણા! 'હેપ્પી લોન'ના નામે ગુજરાતના 26000 લોકો સાથે ઠગાઈ, ચીટરની ઓપરેન્ડી..

ચોમાસુને લઇ હવામાન વિભાગે મોટી સૂચના આપતા જણાવ્યું કે, આગામી 1-2 દિવસમાં ચોમાસુ વિદાય લેશે. હાલ ઓક્ટોબરમાં દિવસનું તાપમાન રહે છે જયારે રાતનું તાપમાન નીચું જાય છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ ચોમાસાને લઈ મોટી સૂચના આપી કે, આગામી એકાદ દિવસમાં ચોમાસું વિદાય લેશે. જોકે, આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નહિવત છે. આજે એકાદ જગ્યાએ વરસાદ રહી શકે, જો કે શક્યતા ઓછી છે. હવેથી ગુજરાતમાં ચોમાસુ વિદાય લેશે. કેટલાક જિલ્લાઓમાં ચોમાસુ વિદાય લઇ રહ્યું છે. 

રણબીર કપૂરને EDનું સમન્સ, મહાદેવ ગેમિંગ એપ કેસમાં થશે પૂછપરછ, જાણો વિગત

વડોદરાથી પોરબંદર સુધી ચોમાસએ વિદાય લીધી છે. આગામી દિવસમાં ચોમાસુ વિદાય લેવા માટે સાનુકૂળ વાતાવરણ છે. આ દિવસોમાં રાજ્યમાં તાપમાન નોર્મલ રહેશે. હાલ ઓક્ટોબરમાં દિવસનું તાપમાન ઊંચું રહે છે. જ્યારે રાતનું તાપમાન નીચું જાય છે. બપોરે ગરમી અને સાંજે અને સવારે ઠંડક રહે છે. સૂર્યની દિશા બદલવાનો લઈને બેવડું વાતાવરણ રહેશે. આગામી 7 દિવસ સુધી વરસાદની નહિવત શક્યતા છે. 

મોદી કેબિનેટનો મોટો નિર્ણય, આ લોકોને સસ્તામાં મળશે ગેસ સિલિન્ડર, સબસિડીમાં વધારો

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવુ છે કે, આ વર્ષે લોકોને શિયાળાનો મોડો અહેસાસ થશે. અલનીનોની અસરના કારણે ઠંડક મોડા અનુભવાશે. ચોમાસુ 10 ઓક્ટોબર સુધી વિદાય લેશે. ભેજ વાળા વાતાવરણને લઈને બપોરે ગરમી અને સવાર અને સાંજ થોડી ઠંડક અનુભવાશે. અલ-નીનોના કારણે સમગ્ર અસર છે. નવરાત્રિના મધ્ય દિવસોમાં વરસાદ રહી શકે છે. 10 ઓક્ટોબરે એક સિસ્ટમ બનવાને લઈને 13 અને 14 ઓક્ટોબરે વાદળછાયું વાતાવરણ રહેશે. જ્યારે 17 થી 20 ઓક્ટોબરે વરસાદ રહી શકે છે.

હવે બિદાસ્ત થઈને ગરબા કરજો! એમ્બ્યુલન્સને છોડો,નવરાત્રી દરમિયાન કરાશે આ ખાસ વ્યવસ્થા

ઓક્ટોબરમાં આકરો તાપ પડવાની આગાહી
રાજ્યમાં ચોમાસાની વિદાયની શરુઆત થઈ ગયી છે.ઓક્ટોબરમાં રાજ્યમાં આકરો તાપ પડવાની સંભાવના છે.આગામી થોડા દિવસોમાં જ ગરમી વધશે. જ્યારે ગુજરાતમાં શિયાળો મોડો શરૂ થાય તેવી સંભાવના સ્કાયમેટે વ્યક્ત કરી છે.જો કે અંબાલાલ પટેલે નવરાત્રીમાં વરસાદની આગાહી કરી છે.આ વર્ષે નવરાત્રિ દરમિયાન વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. પ્રથમ નોરતાનાં દિવસે રાજ્યમાં અનેક સ્થળે વરસાદની સંભાવનાં છે. 17 ઓક્ટોમ્બર બાદ બંગાળ- અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. પ્રથમ નોરતામાં અને દશેરાનાં દિવસે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જબરદસ્ત તેજી! અમદાવાદ સહિત દેશના 8 શહેરોમા મકાનોનુ વેચાણ વધ્યું, ભાવમાં 11% નો વધારો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More