Home> Gujarat
Advertisement
Prev
Next

સુરત : લક્ઝુરિયસ કારે બે યુવકોને 100 ફૂટ ફંગોળ્યા, જોતજોતામાં યુવકોના પ્રાણપખેરુ ઉડી ગયા

સુરત : લક્ઝુરિયસ કારે બે યુવકોને 100 ફૂટ ફંગોળ્યા, જોતજોતામાં યુવકોના પ્રાણપખેરુ ઉડી ગયા
  • બંને યુવકો સુરતના પાર્લે પોઈન્ટ હોટલમાં સાથે નોકરી કરતા હતા.
  • કારચાલકે બંને યુવકોને અડફેટે લીધા હતા. બંને યુવકોને કારચાલકે લગભગ 100 મીટર સુધી ધસડ્યા

ચેતન પટેલ/સુરત :સુરતના પીપલોદ વિસ્તારમાં મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. એક મિનિટમાં બે યુવકોના પ્રાણપખેરુ ઉડી ગયા હતા. એક લક્ઝુરિયસ કારે બે યુવાનોને અડફેટે (accident) લીધા હતા. જેમાં બંન્ને યુવાનોનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. મોત પહેલા બંન્ને યુવાનો 100 ફૂટ ફગોળાયા હતા. ત્યારે ઉમરા પોલીસે અકસ્માતની વધુ તપાસ હાથ ધરી છે. 

બંને યુવકો 100 મીટર સુધી ઢસડાયા
પ્રાપ્ત માહિતી અનુસાર, પીપલોદ વિસ્તારના કારગીલ ચોક પાસે બે યુવકો પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક કાર ત્યાથી પસાર થઈ હતી. કારચાલકે બંને યુવકોને અડફેટે લીધા હતા. બંને યુવકોને કારચાલકે લગભગ 100 મીટર સુધી ધસડ્યા હતા. અંતે બંને યુવકો ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા. 

આ પણ વાંચો : વાંદરાની આ તસવીર માટે ફેમસ ઉદ્યોગપતિએ રાખ્યું ઈનામ, જીતનારને મળશે કાર

બંને યુવકો હોટલમાં કામ કરતા હતા
બંને યુવકો સુરતના પાર્લે પોઈન્ટ હોટલમાં સાથે નોકરી કરતા હતા. બંનેનુ નામ પરેશ માલવી અને ગોવિંદ હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું. જેમાંથી એક ઉત્તરાખંડનો વતની હતો અને બીજો સુરતનો જ રહેવાસી હતો. બંને યુવકો છેલ્લા 8 થી 9 વર્ષથી હોટલમાં નોકરી કરતા હતા. બંને હોટલ બંધ થયા બાદ એકસાથે પરત ફરી રહ્યા હતા, ત્યારે વૈભવી કારે તેઓને ટક્કર મારી હતી.  

પોલીસે સીસીટીવીના આધારે કારચાલકની તપાસ શરૂ કરી છે. બંનેના મોતના સમાચાર સાંભળીને પરિવાર પર આભ તૂટી પડ્યું હતુ. બંને માંડ મજૂરી કરીને પરિવારનું પેટ ભરતા હતા. 

આ પણ વાંચો : બિગબી બનીને અમદાવાદી ચાહકોએ ઉજવ્યો શહેનશાહનો બર્થડે, જુઓ Photos 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More