Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના ઈતિહાસમાં ઐતિહાસિક વહીવટી પહેલ, હવે વિકાસના કામોને બુલેટ ગતિ મળશે, જાણો કેમ

Gujarat Government: ગુજરાતના ઈતિહાસમાં રાજ્ય સરકારે વિકાસકામો માટે ઐતિહાસિક વહીવટી પહેલ કરી છે. વિધાનસભામાં વર્ષ 2024-25નું બજેટ પસાર થતા માર્ચ માસમાં જ તમામ વહીવટી મંજૂરીઓ આપવાની પ્રક્રિયા હાથ ધરાતા રાજ્યમાં વિકાસના કામોને નવી ગતિ મળશે. પ્રવક્તા મંત્રી પટેલે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, ગત વર્ષ 2023-24નું બજેટનું કદ રૂ. 3.01 લાખ કરોડ હતું . જે વર્ષ 2024-25માં વધીને રૂ.3.32 લાખ કરોડ થયું છે. ગત વર્ષે તા.24 ફેબ્રુઆરી 2023ના રોજ જ્યારે આ વર્ષે તા.02 ફેબ્રુઆરી 2024ના રોજ નાણા મંત્રી કનુ દેસાઈએ વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કર્યું હતું. 

ગુજરાતના ઈતિહાસમાં ઐતિહાસિક વહીવટી પહેલ, હવે વિકાસના કામોને બુલેટ ગતિ મળશે, જાણો કેમ

ઝી બ્યુરો/ગાંધીનગર: ‘વિકસિત ભારત-વિકસિત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મક્કમ નેતૃત્વમાં ગુજરાતના ઈતિહાસમાં રાજ્ય સરકારે વિકાસકામો માટે  ઐતિહાસિક વહીવટી પહેલ કરી છે. વિધાનસભામાં વર્ષ 2024-25નું બજેટ પસાર થતા માર્ચ માસમાં જ તમામ વહીવટી મંજૂરીઓ આપવાની પ્રક્રિયા હાથ ધરાતા રાજ્યમાં વિકાસના કામોને નવી ગતિ મળશે.

ખેડૂતોની આવક ડબલ કરવાનું સરકારે ઊભું કર્યું પ્લેટફોર્મ, મોદીના હોમટાઉનમા છે પ્રોજેકટ

પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગત વર્ષ 2023-24નું બજેટનું કદ રૂ. 3.01 લાખ કરોડ હતું . જે વર્ષ 2024-25માં વધીને રૂ. 3.32 લાખ કરોડ થયું છે. ગત વર્ષે તા. 24 ફેબ્રુઆરી 2023ના રોજ જ્યારે આ વર્ષે તા. ૦૨ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કર્યું હતું. સામાન્ય રીતે દર વર્ષે માર્ચ મહિનામાં બજેટ સત્ર પૂર્ણ થવાથી વહીવટી મંજૂરીની પ્રક્રિયા એપ્રિલ-મે માસમાં પૂર્ણ થતી હોય છે. જેના બદલે આ વર્ષે માર્ચ માસમાં જ તમામ વહીવટી મંજૂરીઓ આપવાની પ્રક્રિયા પૂર્ણ થવાની હોઇ વિકાસના કામોને નવીન ગતિ મળી છે. વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં વહીવટી મંજૂરી માટે રજૂ થયેલ કુલ ૨૫૦૬ ચાલુ બાબત પૈકી ૨૨૧૯ એટલે કે ૮૮.૫૪% ચાલુ બાબતોની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જે ઐતિહાસિક વહીવટી પહેલ છે.  

લોકોને સસ્તા નશાના રવાડે ચડાવાનું કારસ્તાન, ગુજરાતમાં પકડાઈ 90 હજાર બોટલ

તેમણે કહ્યું હતું કે, વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં વહીવટી મંજૂરી માટે રજૂ થયેલ કુલ ૯૬૦ નવી બાબત પૈકી ૬૪૩ એટલે કે ૬૬.૯૭% નવી બાબતોની વહીવટી મંજૂરી આપવામાં આવી છે તથા બાકી બાબતોની વહીવટી મંજૂરીની પ્રક્રિયા પણ વહેલી તકે પૂર્ણ કરી દેવામાં આવશે. આગામી વર્ષ ૨૦૨૪-૨૫ની ગ્રાન્ટ પણ તા. ૦૧ એપ્રિલ ૨૦૨૪ના રોજ રીલીઝ કરી દેવામાં આવશે. જેથી વિકાસ કામોને વધુ વેગ મળશે. આથી તમામ વિભાગો નાણાંકીય વર્ષના પ્રથમ દિવસથી જ ખર્ચ કરવા સક્ષમ બનશે. જેને પરિણામે નાણાકીય વ્યવસ્થાપન વધુ સુચારુ રૂપે થઇ શકશે તથા જનહીતના કાર્યો/યોજનાઓ સમયસર શરૂ કરી શકાશે.

જો પાર્ટી આદેશ કરશે તો હું લોકસભાની ચૂંટણી લડીશ, જીવીશ ત્યાં સુધી ભાજપમાં નહીં જાઉં

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More