Home> Gujarat
Advertisement
Prev
Next

Dwarka: દ્વારકાધીશના શરણે PM મોદી : બેટદ્વારકાના દર્શન કરી સુદર્શન સેતુને ખુલ્લો મૂક્યો

Dwarka:વડાપ્રધાન મોદી 2 દિવસના દ્વારકા પ્રવાસે છે ત્યારે આજે પીએમ થોડી વારમાં બેટ દ્વારકા મંદિરે દર્શન અને ધજા પૂજા કરશે. મહત્વનું છે કે આઝાદી પછી ભારતમાં પ્રથમ વાર કોઈ વડાપ્રધાન બેટ દ્વારકા મંદિરે પૂજાપાઠ કરશે. 

Dwarka: દ્વારકાધીશના શરણે PM મોદી : બેટદ્વારકાના દર્શન કરી સુદર્શન સેતુને ખુલ્લો મૂક્યો

Dwarka : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બેટ દ્વારકાના પ્રવાસે છે. વહેલીસવારે તેમણે બેટદ્વારકા મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. જેના બાદ તેમણે ઓખાથી બેટદ્વારકા સુધીનો સુદર્શન સેતુ લોકોને સમર્પિત કર્યો હતો. આજે સૌરાષ્ટ્રને પીએમ મોદી કરોડોના વિકાસકાર્યોની ભેટ આપવાના છે. દ્વારકામાં 4150 કરોડની તો રાજકોટમાં 3200 કરોડથી વધુનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દ્વારકા અને બેટ દ્વારકાને સુદર્શન સેતુ બ્રિજનેખુલ્લો મૂક્યો છે. આ પહેલા તેઓએ બેટ દ્વારકામાં દર્શન અને પૂજા વિધિ કરી હતી. બેટ દ્વારકા મંદિરમાં પૂજા કરનાર આઝાદ ભારતના પહેલા PM નરેન્દ્ર મોદી બન્યા છે. ત્યાર બાદ તેઓએ સુદર્શન બ્રિજનું લોકાર્પણ કર્યુ હતું. 

પ્રધાનમંત્રી મોદીએ દ્વારકાને આજે મોટી ભેટ આપી છે. બેટદ્વારકા બાદ તેઓ જગત મંદિર દ્વારકામાં પણ દર્શન કરવા જશે. જગત મંદિરમાં પ્રધાનમંત્રી મોદી ધ્વજાજીનું પૂજન કરશે. દ્વારકામાં શંકરાચાર્યની મુલાકાત પીએમ મોદી લઈ શકે છે. દ્વારકાથી પ્રધાનમંત્રી દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાને 4 હજાર કરોડથી વધારેના વિકાસના કાર્યોની ભેટ આપશે. આ અંતર્ગત કુલ 11 વિકાસના પ્રોજેક્ટનું લોકાર્પણ કે ખાતમુહૂર્ત કરાશે. 

 

 

સુદર્શન બ્રિજની વિશેષતાઓ
ઓખાથી-બેટ દ્વારકા વચ્ચે બનાવાયો છે બ્રિજ
સુદર્શન બ્રિજની લંબાઈ 2320 મીટર 
બ્રિજના કેબલ સ્ટેડ પાર્ટની લંબાઈ 900 મીટર
સુદર્શન બ્રિજ 27 મીટર પહોળો
વાહનો માટે ફોર લેન કોરિડોર રહેશે
લોકો ચાલતા જઈ શકે તે માટે પેડેસ્ટ્રિયન કોરિડોર
બ્રિજની નીચેથી સરળતાથી પસાર થઈ શકે જહાજો
બ્રિજને બનાવવા માટે 978 કરોડનો થયો છે ખર્ચ
બ્રિજની બંને બાજુ ભગવાન કૃષ્ણની તસવીર
બ્રિજની ફૂટપાથના ભાગે સોલર પેનલ લાગેલી છે
બહારના પિલર પર મોરપીંછ કોતરેલા છે
દર 10 મીટરે ભગવત ગીતાના શ્લોકની કોતરણી
બ્રિજને ઈકો ફ્રેન્ડલી ડિઝાઈન કરવામાં આવ્યો
પુલ પોતાના ઉપયોગ માટે વીજળીનું ઉત્પાદન કરશે
ઓખા બાજુ તરફ 24 હજાર ચોરસ મીટરમાં પાર્કિંગ 
બેટ દ્વારકા બાજુ 16 હજાર ચોરસ મીટરમાં મુખ્ય પાર્કિંગ

સુદર્શન બ્રિજનું લોકાર્પણ બાદ પ્રધાનમંત્રી દ્વારકા ખાતે જનસભાને પણ સંબોધશે. ત્યાર બાદ બે જિલ્લામાં 4000 કરોડથી વધુના લોકાર્પણો કરશે. આરોગ્ય, ઉર્જા,રેલવે, રસ્તા સહિતના કામોના લોકાર્પણો, ખાતમુહુર્તો કરશે. રાજકોટ AIIMS હોસ્પિટલની PM મોદી ભેટ આપશે. એઈમ્સ પાછળ થવાનો છે કુલ 1200 કરોડનો ખર્ચ...પ્રધાનમંત્રી રોડ શો અને જાહેર સભા પણ સંબોધશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More