Home> Gujarat
Advertisement
Prev
Next

મોરબીમાં વધુ એક હિંદુ સગીરા દુષ્કર્મનો ભોગ બની, ફોટા વાયરલ કરવાની ધમકી આપી પીડિતાને પીંખી

મોરબીમાં સોશ્યલ મીડિયાને લઈને મારા મારી, હુમલ સહિતના બનાવો સામે આવ્યા છે ત્યારે હાલમાં સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતાં બાળકોના વાલીઓ માટે ચિંતાજનક કિસ્સો સામે આવેલ છે.

મોરબીમાં વધુ એક હિંદુ સગીરા દુષ્કર્મનો ભોગ બની, ફોટા વાયરલ કરવાની ધમકી આપી પીડિતાને પીંખી

હિમાંશું ભટ્ટ/મોરબી: મોરબી રવાપર રોડે રહેતા પરિવારની સગીર દીકરીનો સોશ્યલ મીડિયાથી સંપર્ક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જેની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે અને મેડિકલ સહિતના પુરાવ મેળવવા માટેની પોલીસે તજવીજ શરૂ કરી છે.

ગુજરાતમા આગામી 3 કલાક ખુબ જ ભારે! સાંજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી

મોરબીમાં સોશ્યલ મીડિયાને લઈને મારા મારી, હુમલ સહિતના બનાવો સામે આવ્યા છે ત્યારે હાલમાં સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતાં બાળકોના વાલીઓ માટે ચિંતાજનક કિસ્સો સામે આવેલ છે જેમાં મોરબીના રવાપર રોડ ઉપર રહેતા પટેલ પરિવારની 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવીને તેને નાનીવાવડી ગામ પાસે આવેલ દેવ ફનવર્લ્ડ ખાતે લઈ જવામાં આવી હતી અને "ત્યાં રૂમ ભાડે રાખીને" આરોપી હસન સંધિ નામના શખ્સે સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. જેની ફરિયાદ નોંધાતા એ ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે. 

આવનારું વર્ષ કેવું રહેશે? વર્ષો જૂની પ્રણાલી મુજબ ટિટોડીના ઈંડા પરથી કરાઈ આગાહી

આ આરોપીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું આટલું જ નહીં તેના આપત્તિજનક ફોટા પાડી લીધા હતા. જેને વાયરલ કરવાની ધમકીઓ આપીને અવારનવાર સગીરાને હેરાન પરેશાન કરવામાં આવતી હતી. જેથી કરીને ભોગ સગીરાએ આ વાત ઘરે કરી હતી. ત્યારબાદ સગીરાના પિતાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હસન સંધિ રહે. કાલિકા પ્લોટ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી. 

સુરતમાં રૂવાટાં ઉભા થાય તેવું મર્ડર, પથ્થરથી મોઢું છૂંદી શરીર પર લાકડાના ફટકા માર્યા

જેના આધારે પોલીસે આઇપીસી કલમ 363 (અપહરણ), 376(દુષ્કર્મ) અને પોકસોનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં પીઆઇ હુકુમતસિંહ જાડેજા અને તેની ટીમે આરોપી હસન સંધિની ધરપકડ કરેલ છે અને મેડિકલ સહિતના પુરાવ એકત્રિત કરવા માટે તજવીજ ચાલુ છે. 

ગુજરાત માટે રાહતના સમાચાર! દૈનિક કોરોના કેસમાં મોટો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એવી માહિતી સામે આવી છે કે, આરોપી સોશયલ મીડિયાના માધ્યમથી આરોપીના સંપર્કમાં આવી હતી અને ત્યાર બાદ તેને ફસાવવામાં આવી હતી જેથી કરીને સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતાં બાળકોના પરિવારજનોએ તેના સંતાનો કોના સંપર્કમાં છે તે સહિતની બાબતોની કાળજી રાખવાની ખાસ જરૂર છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More