Home> Gujarat
Advertisement
Prev
Next

હિંમતનગર: કારમાં બેસીને દારૂ પી રહેલો પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો

 હિંમતનગર પાસે સહકારીજન ચાર રસ્તા પર પોલીસ લખેલી બલેનો કારમાં પોલીસ વર્ધીમાં એક પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો છે. કારને પાર્ક કરીને તેમાં દારૂની મહેફીલ મણતા પોલીસ કર્મીને જાહેર જનતાએ ઝડપી પાડ્યો હતો અને પોલીસને સોપ્યો હતો. ત્યારે એક દારૂની બોટલ પણ કરામાંથી મળી આવી છે. 

હિંમતનગર: કારમાં બેસીને દારૂ પી રહેલો પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો

દેવ ગોસ્વામી/સાબરકાંઠા: હિંમતનગર પાસે સહકારીજન ચાર રસ્તા પર પોલીસ લખેલી બલેનો કારમાં પોલીસ વર્ધીમાં એક પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો છે. કારને પાર્ક કરીને તેમાં દારૂની મહેફીલ મણતા પોલીસ કર્મીને જાહેર જનતાએ ઝડપી પાડ્યો હતો અને પોલીસને સોપ્યો હતો. ત્યારે એક દારૂની બોટલ પણ કરામાંથી મળી આવી છે. 

પોલીસ વર્ધીમાં દારૂ પી રહેલા પોલીસ કર્મીની કારમાં મહિલાઓ પણ બેઠી હોવાનું બહાર આવ્યું છે. જાહેરમાં દારૂ પી રહેલા પોલીસ કર્મી હોવાનું બહાર આવતા મોટી સખ્યામાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. ટોળું ભેગુ થતા કારમાં બેસેલી મહિઓ ત્યાંથી ફરાર થઇ ગઇ હતી. પરંતુ પોલીસ કર્મી લોકોના હાથે ઝડપાયો હતો.

પગાર વધારાની માગ સાથે સુરતમાં કર્મચારીઓની હડતાળ સાથે વિરોધ પ્રદર્શન

પોલીસ વર્ધીમાં કોન્સ્ટેબલ દ્વારા જાહેરમાં કારમાં બેસીને દારૂ પીતા હિંમતનગર એ ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. દારૂના નશામાં ઝડપાયેલો આ આરોપી ક્યાં પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. અને તેનું નામ શું છે? તેવી કોઇ પણ પ્રકારની માહિતી મળી રહી નથી. લોકોના ટોળાએ પોલીસને ફોન કરીને કોન્સ્ટેબલને પોલીસને સોપ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More