Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતમાં આવેલા હિમેશ રેશમિયાએ રાનુ મંડલ મામલે આપ્યું ‘આવું’ નિવેદન

બોલિવુડના જાણીતા સંગીતકાર અને ગાયક એવા હિમેશ રેશમિયા (Himesh Reshammiya) સુરત ખાતે પોતાની ફિલ્મના પ્રમોશન માટે સુરત આવ્યા હતાં. પોતાની ફિલ્મ અંગેની પત્રકાર પરિષદમાં હિમેશ રેશમિયાએ ગેરવર્તણૂંકને લઈ વિવાદોમાં આવેલી રાનું મંડલનો પક્ષ લીધો હતો. પોતાની આવનાર ફિલ્મ ‘હેપ્પી હાર્ડી હીર’ ફિલ્મના પ્રમોશન માટે હિમેશ રેશમિયા સુરત (Surat) ની મુલાકાતે આવ્યા હતા. પોતાની ફિલ્મની પ્રશંસાની સાથે સાથે હાલમાં ટ્રોલર્સ દ્વારા ટ્રોલ થઈ રહેલી રાનુ મંડલ (Ranu Mandal) ના પક્ષમાં પણ આવ્યા અને રાનુને સલાહ પણ આપી દીધી હતી. હાલ રાનુ મંડલનો એક વીડિયો સામે આવ્યો હતો, જે માટે પોતાના ચાહકો સાથે ગેરવર્તન કરતાં જોવા મળી હતી. આ અંગે હિમેશ રેશમિયાએ જણાવ્યું હતુ કે, વીડિયો જોઈને કોઈપણ મંતવ્ય આપવાના બદલે રાનુ મંડલનુ નિવેદન લેવું ખૂબ જ જરૂરી છે. સાથે તેઓએ રાનુ મંડલના વર્તનને લઈ શીખ આપી હતી કે જે ચાહકો તમને મોટા બનાવે છે તેમની સાથે આવું વર્તન કરવુ યોગ્ય નથી.

સુરતમાં આવેલા હિમેશ રેશમિયાએ રાનુ મંડલ મામલે આપ્યું ‘આવું’ નિવેદન

તેજશ મોદી/સુરત :બોલિવુડના જાણીતા સંગીતકાર અને ગાયક એવા હિમેશ રેશમિયા (Himesh Reshammiya) સુરત ખાતે પોતાની ફિલ્મના પ્રમોશન માટે સુરત આવ્યા હતાં. પોતાની ફિલ્મ અંગેની પત્રકાર પરિષદમાં હિમેશ રેશમિયાએ ગેરવર્તણૂંકને લઈ વિવાદોમાં આવેલી રાનું મંડલનો પક્ષ લીધો હતો. પોતાની આવનાર ફિલ્મ ‘હેપ્પી હાર્ડી હીર’ ફિલ્મના પ્રમોશન માટે હિમેશ રેશમિયા સુરત (Surat) ની મુલાકાતે આવ્યા હતા. પોતાની ફિલ્મની પ્રશંસાની સાથે સાથે હાલમાં ટ્રોલર્સ દ્વારા ટ્રોલ થઈ રહેલી રાનુ મંડલ (Ranu Mandal) ના પક્ષમાં પણ આવ્યા અને રાનુને સલાહ પણ આપી દીધી હતી. હાલ રાનુ મંડલનો એક વીડિયો સામે આવ્યો હતો, જે માટે પોતાના ચાહકો સાથે ગેરવર્તન કરતાં જોવા મળી હતી. આ અંગે હિમેશ રેશમિયાએ જણાવ્યું હતુ કે, વીડિયો જોઈને કોઈપણ મંતવ્ય આપવાના બદલે રાનુ મંડલનુ નિવેદન લેવું ખૂબ જ જરૂરી છે. સાથે તેઓએ રાનુ મંડલના વર્તનને લઈ શીખ આપી હતી કે જે ચાહકો તમને મોટા બનાવે છે તેમની સાથે આવું વર્તન કરવુ યોગ્ય નથી.

કચ્છના આકાશમાં સતત પોણા કલાક સુધી ચમકતો પ્રકાશ દેખાયો, લોકોની કાનાફૂસી શરૂ થઈ

પોતાના ફેન સાથે ગેરવર્તન માટે વિવાદમાં આવેલી રાનું મંડલના તરફેણમાં હિમેશ રેશમિયા મેદાનમાં આવી ગયા છે. મ્યુઝિક ડાયરેક્ટરથી બોલિવૂડ સ્ટાર બની ગયેલા હિમેશ રેશમિયા આજે પોતાની ફિલ્મ ‘હેપ્પી હાર્દી હીર’ ફિલ્મના પ્રમોશન માટે પોતાની પત્ની સોનાલી સાથે સુરતની મુલાકાતે આવ્યા હતા. આ ફિલ્મમાં એક ગીત રાનુ મંડલનું છે. જેના કારણે તે ફેમસ થઈ ગઈ. પરંતુ રાનું દ્વારા પોતાના એક ફેનને સેલ્ફી ખેંચવા બાબતે ગેરવર્તન કરતા જોવા મળી હતી અને વિવાદમાં આવી હતી. લોકોએ રાનુની ટીકા પણ કરી. જોકે આ અંગે જ્યારે હિમેશ રેશમિયાને પૂછવામાં આવ્યું ત્યારે તે રાનુના પક્ષમાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, વીડિયો થોડાક મિનિટનો છે. જેથી વાસ્તવિકમાં શું ઘટના બની હતી તે કહેવુ મુશ્કેલ છે. તેમ છતાં આ સમગ્ર ઘટના અંગે રાનું મંડલનું નિવેદન આવવું ખૂબ જરૂરી છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, લોકો રાનુ મંડલને ટ્રોલ કરી રહ્યા છે, ક્યારેક તેના વીડિયોને લઈને ક્યારેય તેમના મેકઅપને લઈ પરંતુ વાસ્તવિકતા શું છે તે રાનુ મંડલના નિવેદન સાથે જ જાણી શકાય છે. તેઓએ સાથે જણાવ્યું હતું કે જ્યારે તેમણે રાનુ મંડલનો ગેરવર્તનનો વિડીયો જોયો હતો ત્યારે તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમ છતાં રાનુનું મંતવ્ય જાણવુ ખૂબ જરૂરી છે. સાથે તેમણે સલાહ આપી હતી કે, જે ચાહકો એક સામાન્ય વ્યક્તિને સ્ટાર બનાવી દેતા હોય એવા ચાહકોને ક્યારેય નિરાશ નહી કરવા જોઈએ.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More