Home> Gujarat
Advertisement
Prev
Next

Big Breaking : ગુજરાત રાજ્યમાં ફરજિયાત હેલમેટ પહેરવાનો નિયમ હટાવાયો

ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં આજે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ ગુજરાત રાજ્યમાંથી ફરજિયાત હેલમેટ પહેરવાનો નિયમ હટાવી લેવાયો છે. 

Big Breaking : ગુજરાત રાજ્યમાં ફરજિયાત હેલમેટ પહેરવાનો નિયમ હટાવાયો

ગાંધીનગર :ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં આજે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ ગુજરાત રાજ્યમાંથી ફરજિયાત હેલમેટ (Helmet) પહેરવાનો નિયમ હટાવી લેવાયો છે. હેલમેટ સંદર્ભે લોકોના આકરા વલણને કારણે આખરે રાજ્ય સરકારને ઝૂંકવું પડ્યું છે. આમ, હેલમેટને કારણે વારંવાર ટ્રાફિક પોલીસને હાથે પકડાતા વાહનચાલકોને મોટી રાહત મળી છે. તો સાથે જ હવે તેઓને પોતાની કમાણીની રૂપિયા દંડ પેટે નહિ ચૂકવવા પડે. 

બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષા: ન્યાય માંગવા ગાંધીનગર પહોંચ્યા, તો ગુજરાતની સંવેદનશીલ સરકારે વિદ્યાર્થીઓને દોડાવી દોડાવીને પકડ્યા...

મહાનગરપાલિકા અને શહેરી વિસ્તારોમાં હેલ્મેટ ફરજિયાત નહિ રહે
કૃષિ મંત્રી આર.સી ફળદુએ આ વિશેની માહિતી આપતા કહ્યું કે, મહાનગરપાલિકા અને શહેરી વિસ્તારોમાં હેલ્મેટ ફરજિયાત નહિ રહે. હેલમેટ મરજિયાત કરવાનો કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે. નગરપાલિકા, મહાનગરપાલિકા સહિતના વિસ્તારોની બહાર હેલ્મેટ ફરજિયાત કરાયો છે. ત્યારે નગરપાલિકા અને મહાનગરપાલિકાની અંદર હેલમેટ હવેથી ફરજિયાત નહિ હોય. રાજ્ય ધોરીમાર્ગો, પંચાયતના ધોરી માર્ગો ઉપર હેલ્મેટ ફરજિયાત રાખ્યું છે. લોકોને સામાજિક કાર્યોમાં હેલમેટ પહેરવાની અગવડતા આવી રહેતી હતી. જેની અનેક ફરિયાદો સરકાર સામે આવી રહી હતી. જેને ધ્યાનમાં લઈને સરકારે આ નિર્ણય લીધો છે. લગ્ન પ્રસંગમાં જતા હોય અથવા તો મરણ પ્રસંગમાં જતા હોય તો હેલમેટ ક્યાં રાખવું તેની લોકોની ચિંતા થતી, તેથી રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. 

રાજકોટ : પિશાચી નરાધમને ઓળખીને બાળકી બોલી, ‘આને મારજો...’

કૃષિ મંત્રીએ જણાવ્યું કે, રાજ્યની ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય લીધો તેનાથી સુખદ સમાચાર આવ્યા છે. સમગ્ર દેશના ટ્રાન્સપોર્ટર્સ ગુજરાતમાં આવતા હોય તેઓએ ઓનલાઇન કામ શરૂ કર્યું છે. ગયા મહિનાની નવેમ્બર મહિનામાં 13 દિવસમાં 19.5 કરોડની આવક થઈ. આરટીઓની આવકમાં વધારો થયો છે. 

તો ખેડૂતોને કમોસમી વરસાદને થયેલા નુકશાનને પગલે ગયા સપ્તાહમાં ચાલે વીમા કંપનીઓને મારા વિભાગ દ્વારા બોલાવવામાં આવી હતી. વીમા કંપનીઓને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે અને વળતર ચૂકવવા માટે કહેવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More