Home> Gujarat
Advertisement
Prev
Next

પિક્ચર અભી બાકી હૈ...100 વર્ષના ઈતિહાસમાં ભલે ઓગસ્ટ સૂકો પણ સપ્ટેમ્બરમાં મેઘો બોલાવશે ધબધબાટી!

Gujarat Weather Forecast: જુલાઈમાં રેકોર્ડબ્રેક વરસાદ બાદ ઓગસ્ટ મહિનામાં મેઘરાજાએ જાણે રિસામણા લીધા એવું જણાયું. હવે સપ્ટેમ્બર મહિનો કેવો જશે એની ચિંતા પેઠી છે. ખેડૂતો પણ વરસાદની સંતાકૂકડીથી ચિંતાતૂર બન્યા છે.

પિક્ચર અભી બાકી હૈ...100 વર્ષના ઈતિહાસમાં ભલે ઓગસ્ટ સૂકો પણ સપ્ટેમ્બરમાં મેઘો બોલાવશે ધબધબાટી!

Gujarat Monsoon 2023: અલ નીનોની અસરના કારણે વરસાદ પર બ્રેક લાગી ગઈ છે. ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં પડેલા ઓછા વરસાદથી ખેડૂતોની અને લોકોની ચિંતા વધી છે. ગુજરાતમાં ઓગસ્ટમાં વરસાદની 91 ટકા ઘટ નોંધાઈ છે. આખા દેશમાં ઓગસ્ટ મહિનામાં વરસાદની સૌથી વધુ ઘટ ગુજરાતમાં નોંધાઈ છે. જૂન-જુલાઈમાં મન મુકીને વરસ્યા બાદ ઓગસ્ટમાં વરસાદે વિરામ લીધો છે. છેલ્લા 10 વર્ષમાં ઓગસ્ટમાં આ વર્ષે સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. ગત વર્ષે ઓગસ્ટના અંતે સિઝનનો 100 ટકા વરસાદ થયો હતો. આ વર્ષે અત્યાર સુધી સરેરાશ 81.82 ટકા જ વરસાદ નોંધાયો છે. ગુજરાતના 18 તાલુકામાં 43 ટકા સુધીની વરસાદની ઘટ નોંધાઈ છે.

સંતોનું મહાસંમેલન! ભગવાનના ભીંતચિંત્રો પર ફરસીથી હુમલો, વિવાદ પલિતો ચાંપશે

શું કહે છે અંબાલાલની આગાહી
બીજી બાજુ આગાહીકાર અંબાલાલ પટેલ કહે છે કે સપ્ટેમ્બર માસમાં રાજ્યના વિસ્તારોમાં સારો વરસાદ પડે તેવા સંકેત છે. 4 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બરમાં બંગાળાના ઉપસગારમાં મજબૂત સિસ્ટમ બનશે. જેના કારણે આંધ્ર ઓરિસ્સા થઈને મહારાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદ થવાની શક્યતા છે. 3 થી 10 સપ્ટેમ્બરમાં રાજ્યમાં હળવા વરસાદની શક્યતા છે. પહેલા સપ્તાહના અંતમાં અને બીજા સપ્તાહના અંત વચ્ચે રાજ્યમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. 13-20 સપ્ટેમ્બરમાં ભારે વરસાદી ઝાપટાની શક્યતા વ્યક્ત કરી છે. 

સ્મશાન અને મુતરડી માણસ માટે ખૂબ જરૂરી, આ જ્ઞાન અને સંસ્કાર મને ભાજપમાંથી મળ્યા છે

એક પછી એક મજબૂત સિસ્ટમ
અંબાલાલ પટેલના જણાવ્યાં મુજબ બંગાળના ઉપસાગરમાં એક પછી એક મજબૂત સિસ્ટમ બનતા દેશ સહીત ગુજરાતનાં ભાગોમાં વરસાદ પડી શકે છે. સપ્ટેમ્બરના અંતિમ તબક્કામાં વરસાદ થોડો ઓછો રહી શકે છે. એક સપ્ટેમ્બર પછી ગરમીમાં વધારો જોવા મળી શકે છે. ટ્રેડ પવન સાનુકૂળ રહેવાની શક્યતા છે. પશ્ચિમ હિન્દ મહાસાગરનો પવન સાનુકૂળ રહેતા વરસાદ સારો પડવાની સંભાવના છે. તારીખ 10-15 સાપ્ટેમ્બરમાં રબસાગરમાં લૉ સિસ્ટમ બનશે. મોન્સૂન ટ્રફ નીચે આવતા વરસાદ થવાની શક્યતા છે. 

ભાજપના વધુ એક હોદ્દેદારનું લેવાયું રાજીનામું, ગાળો ભાંડતો Video થયો હતો વાયરલ

અલ નીનો ઋતુગત ઘટના છે, જે સમુદ્રના તાપમાનમાં થયેલા ફેરફારના કારણે થાય છે. અલ નીનોના કારણે હવામાં સામાન્ય કરતાં ઓછો ભેજ હોય છે અને તેના લીધે વરસાદ ઓછો પડે છે. ઓગસ્ટનો મહિનો ભારતીય હવામાનની દ્રષ્ટિએ સૌથી કોરો મહિનો સાબિત થયો છે. ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં પાછલા 10 વર્ષથી ઓછો રહ્યો છે. આ મહિને સામાન્યથી 33 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. ઓગસ્ટ દરમિયાન 20થી વધુ દિવસ મેઘરાજાએ વિરામ લીધો છે. મતલબ કે, આ દિવસોમાં સહેજ પણ વરસાદ નોંધાયો નથી. ઓગસ્ટ મહિનામાં નહિવત્‌ વરસાદ થતાં જૂનથી સપ્ટેમ્બર સુધીની ચોમાસાની સીઝનમાં સામાન્યથી ઓછો વરસાદ નોંધાવાનું સંકટ વધી ગયું છે. 

સાળંગપુર વિવાદ: વિવાદિત ભીંતચિત્રોની કોણે કરી તોડફોડ? જુઓ આ હચમચાવી નાખતો Video

આગામી અઠવાડિયાને લઇ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર સહીત ગુજરાતનાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા નહિવત જોવા મળી રહી છે. ડાંગ, વલસાડ અને, નવસારીમાં હળવો વરસાદ રહી શકે છે. હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ઓગસ્ટ મહિનામાં ઓછો વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં પાછલા 10 વર્ષથી ઓછો રહ્યો છે. જો કે વરસાદની આવી જ પેટર્ન 2015 માં પણ રહી હતી. 2015 માં પણ અલનીનોની અસર રહી હતી. આગામી સમયમાં તાપમાનમાં કોઈ મોટો ફેર નહી પડે. એક ડિગ્રી તાપમાન વધી શકે. ઉત્તર ગુજરાતમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ઘણો ઓછો વરસાદ રહ્યો છે.

શું તમે જમ્યા પછી તાત્કાલિક પીવો છો પાણી? છોડી દો આ આદત, નહીંતર થઇ જશે આ સમસ્યા

જુલાઈમાં જે વરસાદ વરસ્યો તેના બાદથી ગુજરાતમાં સારો કહી શકાય તેવો વરસાદ આવ્યો નથી. ઓગસ્ટ મહિનો તો આખો કોરો રહ્યો. હવે લોકો સપ્ટેમ્બરમાં ચોમાસાના પાંચમા રાઉન્ડની રાહ જોઈને બેસ્યા હતા. પરંતું હવે લોકોના અરમાનો પર પાણી ફરી વળશે, કારણ કે ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નથી. આગામી સાત દિવસમાં વરસાદનું પ્રમાણ લગભગ નહિવત છે. 

IND vs PAK Live: ભારતે જીત્યો ટોસ, કેપ્ટન રોહિતે પહેલાં બેટીંગનો લીધો નિર્ણય

ગુજરાતમાં ચાલુ અઠવાડિયામાં અને સપ્ટેમ્બરની શરુઆતમાં પણ સારા વરસાદની શક્યતાઓ નથી. સપ્ટેમ્બરની શરુઆતમાં વરસાદ અંગે કોઈ ચેતવણી કે ભારે વરસાદ અંગેનું એલર્ટ આપવામાં આવ્યું નથી. રાજ્યમાંથી એક તરફ વરસાદ ખેંચાયો છે ત્યારે ગરમીનું પ્રમાણ પણ વધવાની સંભાવનાઓ જોવાઈ રહી છે. જોકે, હાલ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ અને ભેજનું પ્રમાણ વધુ હોવાથી ગરમીનું પ્રમાણ વધ્યું નથી. આ સાથે સામાન્યથી વધુ તાપમાન થવાની સંભાવનાઓ હાલ જોવાઈ રહી નથી.

ગ્રે માર્કેટમાં તોફાન મચાવી રહ્યો છે આ IPO, 500 રૂપિયાને પાર લિસ્ટિંગના સંકેત

ઓગસ્ટ મહિનાની કરીએ તો આ મહિનામાં દેશમાં 50 ટકા સુધી ઓછો વરસાદ પડ્યો અને સપ્ટેમ્બરમાં પણ આવી સ્થિતિ બની રહી છે. સપ્ટેમ્બરમાં આવું થયું તો વર્ષ 2015 બાદ સૌથી ઓછો વરસાદ હશે. હવામાન વૈજ્ઞાનિકો પ્રમાણે તેની પાછળનું કારણ અલ નીનો છે, જેના કારણે ઓગસ્ટ બાદ સપ્ટેમ્બરમાં ઓછા વરસાદની આશંકા રહેલી છે. હવે હવામાન વિભાગે રેકોર્ડ રાખવાનું શરૂ કર્યું, (123 વર્ષથી) ત્યારથી ઓગસ્ટ મહિનામાં આટલો ઓછો વરસાદ ક્યારેય થયો નથી. આ વર્ષનો ઓગસ્ટ ઈતિહાસનો બીજો સૌથી ડ્રાઈ ઓગસ્ટ બનવા તરફ છે.

ઓસ્ટ્રેલિયન સરકારના એક નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓને સીધો ફાયદો, કરો એપ્લાય

આ વર્ષે જુલાઈ અને ઓગસ્ટમાં બે ચક્રવાત આવવાના હતા પરંતુ ના આવ્યા. આ બધા જ કારણોસર ઓગસ્ટનો મહિનો શુષ્ક રહ્યો. હવામાન વિભાગે ઓગસ્ટમાં સામાન્યથી ઓછા વરસાદની આગાહી કરી હતી. પરંતુ તેમનો અંદાજો હતો કે 6થી10 ટકા ઘટ નોંધાશે પણ તે ખોટો સાબિત થયો. હવે સપ્ટેમ્બર માટે હવામાન વિભાગની સત્તાવાર આગાહી થાય એ પહેલા નિષ્ણાતોનું કહેવું છે કે, ઓગસ્ટની સરખામણીમાં સપ્ટેમ્બર મહિનો સારો રહેશે. સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં એક દબાણની સિસ્ટમ સર્જાઈ રહી છે. જોકે, આખા દેશમાં નહીં ફક્ત મધ્ય ભારતમાં તેની અસર દેખાશે. એકદંર સપ્ટેમ્બરમાં ચોમાસું સારું રહી શકે છે. સાથે જ અલ નીનોનું સંકટ પણ રહેશે. જો મહિનો 5થી8 ટકાની સામાન્ય ઘટ સાથે પૂરો થાય તો ઓવરઓલ ચોમાસું કદાચ ઘટના ઝોનમાં નહીં રહે. 

Bank FD Interest Rate: આ બેંકોએ કરી કમાલ, FD પર આપી રહી છે 9 ટકાથી વધુ વ્યાજ દર

વરસાદ ખેંચાતા મહેસાણા જિલ્લામાં 1.92 લાખ હેક્ટર વાવેતર પર ખતરો મંડરાઈ હ્યો છે. છેલ્લાં પંદર દિવસથી વરસાદે હાથતાળી આપતા પાક મુરઝાવા લાગ્યો છે. આ કારણે બીટી કપાસ, કઠોળ, એરંડા, મગફળી, ધાસચારો સહિતના પાકમા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. વરસાદ ખેંચાઈ જતા ખેડૂતોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. કારણ કે, કપાસના પાસ માટે વરસાદનું પાણી જરૂરી છે. જો વરસાદ નહિ આવે, તો પાણી લાવવું ક્યાંથી. હવામાન વિભાગે જણાવ્યું કે, વર્ષ 1901 થી વરસાદી રેકોર્ડ રાખવાની શરૂઆત કરાઈ છે. ત્યારથી અત્યાર સુધીના 100 વર્ષમાં પહેલીવાર આવો સૂકો ઓગસ્ટ મહિનો જોયો છએ. આ સદીનો સૌથી મોટો સુકો ઓગસ્ટ મહિનો બની રહે તેવી શક્યતા છે. માત્ર ગુજરાત જ નહિ, દેશના દક્ષિણ, પશ્ચિમ અને મધ્ય ભાગોમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. 

જન્માષ્ટમીની પૂજા ઘરે કેવી રીતે કરવી? શું ધરાવવું પ્રસાદમાં? જાણો પૂજાનું મુહૂર્ત

આખા જુલાઈમાં સારો વરસાદ આવતા ખેડૂતોએ હોંશેહોંશે બીટી કપાસ, એરંડા, અડદ, મગ, તેમજ બાજરી સહિત ઘાસચારાનું વાવેતર કર્યું હતું. પરંતું ઓગસ્ટ આવતા જ વરસાદ છૂમંતર થઈ ગયો. આવામાં મહેસાણા જિલ્લામાં માત્ર 59.95 ટકા વરસાદ આવ્યો છે. જેમાં સૌછી ઓછો ઉંઝા તાકુલામાં 38.21 ટકા અને સૌથી વધુ વિજાપુર તાલુકામાં 88.61 ટકા વરસાદ પડ્યો છે. આથી ઉભો પાક મુરઝાવા લાગ્યો છે. આ કારણે ખેડૂતોમાં ચોમાસું નિશ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે. 

નાસા અને યુરોપના સૂર્ય મિશન કરતાં ISROનું Aditya L-1 વિશ્વમાં ઝંડા ગાડશે, આ છે કારણ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More