Home> Gujarat
Advertisement
Prev
Next

Ambaji બન્યું ઉત્તરાખંડ: બજારોમાં એટલું પાણી કે લારીઓ તણાવા લાગી

અંબાજીમાં (Ambaji) કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. અંબાજીમાં સતત ત્રીજા દિવસે વરસાદ (Rain) વરસતા પંથકમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વાદળ ફાટ્યું હોવાથી પંથકમાં જળબંબાકાર વરસાદ (Ambaji Rain) ખાબક્યો છે

Ambaji બન્યું ઉત્તરાખંડ: બજારોમાં એટલું પાણી કે લારીઓ તણાવા લાગી

પરખ અગ્રવાલ/ અંબાજી: અંબાજીમાં (Ambaji) કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. અંબાજીમાં સતત ત્રીજા દિવસે વરસાદ (Rain) વરસતા પંથકમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વાદળ ફાટ્યું હોવાથી પંથકમાં જળબંબાકાર વરસાદ (Ambaji Rain) ખાબક્યો છે. અંબાજીમાં અતિભારે વરસાદને (Ambaji Heavy Rain) કારણે 15 મિનિટમાં બજારોમાં ફરી એકવાર નદીઓના વહેણ જોવા મળ્યા હતા. તો બીજી તરફ અંબાજી હાઈવે (Ambaji Highway) પાણીમાં ગરકાવ થઈ જતા અનેક વાહનો અટવાયા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આજથી 3 દિવસ સારા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર થશે તેવી શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત છે. હવામાન વિભાગે કરેલી આગાહીથી ખેડૂતો સહિત સામાન્ય લોકોને પણ મોટી રાહત મળશે. ખાસ કરીને આજે સૌરાષ્ટ્રના અમરેલી, બોટાદ, ભાવનગરમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ સુરત, નવસારી, તાપી, ભરૂચ, વલસાડ, ડાંગ અને નર્મદા જિલ્લામાં પણ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

fallbacks

આ પણ વાંચો:- Ahmedabad Bagodara Highway પર ખાનગી બસે મારી પલટી, 34 લોકો ઘાયલ; 3 બાળકો સહિત 11 લોકોને ગંભીર ઇજા

હવામાન વિભાગે આગામી 20 મી સપ્ટેમ્બર સુધીમાં રાજ્યભરમાં સારા વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસરથી 14 મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની વકી, બુધવાર સુધીમાં વરસાદની સિસ્ટમ સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. 8 અને 9 સપ્ટે.એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો:- કામના કલાકો ઘટાડવાની શિક્ષકોની માગને શિક્ષણમંત્રીએ ફગાવી, પાટણના MLAએ ઉચ્ચારી આંદોલનની ચીમકી

આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર રચાશે, જે 8 સપ્ટેમ્બર સુધી મજબૂત બની ડિપ્રેશન કે વેલમાર્ક લો-પ્રેશરમાં ફેરવાશે, જેને કારણે અમદાવાદ સહિત મોટા ભાગના વિસ્તારોમાં 8 થી 14 સપ્ટેમ્બર મધ્યમથી ભારે તથા કેટલીક જગ્યાએ અતિભારે વરસાદ પડશે, જેને કારણે વરસાદની જે ઘટ પડી છે, તેમાં ઘટાડો થવાની વકી હવામાન વિશેષજ્ઞે કરી છે. હાલમાં રાજ્યમાં વરસાદની ગેરહાજરીને કારણે ગુજરાતમાં કુલ વરસાદની ઘટ 41 ટકા છે, પરંતુ આગામી અઠવાડિયામાં સારા વરસાદને કારણે રાજ્યમાં વરસાદની ઘટમાં નોંધપાત્ર ઘટાડો થવાના સંકેતો હવામાન વિશેષજ્ઞે આપ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More