Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં કરા સાથે ધોધમાર વરસાદ; વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારો જળબંબાકાર

Gujarat Monsoon 2023: હવામાન વિભાગની કમોસમી વરસાદ અંગેની આગાહીને પગલે આજે અમદાવાદના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને  સાંજના સમયે અમદાવાદના અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું વરસ્યું હતું.

અમદાવાદમાં કરા સાથે ધોધમાર વરસાદ; વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારો જળબંબાકાર

Gujarat Weather: અમદાવાદમાં અનેક વિસ્તારોમાં કરા સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. વસ્ત્રાપુરમાં તો કરા પડ્યા હોવાની માહિતી મળી છે. શરૂઆત અગાઉ જ અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને સેટેલાઈટ, એસજી હાઇવે, વસ્ત્રાપુર, સરખેજ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. અનેક વિસ્તારોમાં વરસાદી વરસાદી ઝાપટા પડ્યા હતા. 

IPL ફાઈનલ મેચ પર વરસાદનું સંકટ! અમદાવાદમાં કડાકા ભડાકા સાથે વરસાદ, આગામી 3 કલાક ભારે

હવામાન વિભાગની કમોસમી વરસાદ અંગેની આગાહીને પગલે આજે અમદાવાદના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને  સાંજના સમયે અમદાવાદના અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું વરસ્યું હતું. બોડકદેવ, ઈસનપુર, શાહપુર,જશોદાનગર હાટકેશ્વર, બોપલ, ઘુમા, શીલજ, જીવરાજપાર્ક, ઘાટલોડિયા, ચાંદલોડિયા, વાડજ, અખબારનગર, RTO સર્કલ, ચાંદખેડા, વસ્ત્રાલ, ખાડિયા, મણિનગર,રાયપુરમાં વરસાદ પડતા માર્ગો પાણી પાણી થયા છે.

મા ઉમિયાના ચરણોમાં બાબા બાગેશ્વર: ધીરેન્દ્ર શાસ્ત્રીએ પાટીદાર સમાજ વિશે કહ્યું કે...

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે બે દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે. જેથી અમરેલી, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના માછીમારોને દરીયો ન ખેડવા સૂચના અપાઈ છે. અગમચેતીના ભાગરુપે 700 જેટલી બોટ સાથે માછીમારો જાફરાબાદ પરત પહોચ્યા હતા. આગાહીને પગલે આ વર્ષે માછીમારીની સિઝન પહેલા જ માછીમારો પોતાના વતન પરત ફર્યા હતા.

IPL 2023 ફાઇનલ પહેલાં સામે આવ્યા મોટા સમાચાર, CSKના આ દિગ્ગજે કરી નિવૃત્તિની જાહેરાત

હવામાન વિભાગે 28 અને 29 તારીખે ભારે વરસાદની આગાહી કરી છે અને કોઈક અલગ જ પ્લાન હોય એવું લાગી રહ્યું છે. અમદાવાદમાં સાંજના વાવાઝોડાની થોડી શક્યતા છે અને રાત્રિનું તાપમાન 28 °C આસપાસ રહેવાની ધારણા છે. આગામી 3 કલાક વરસાદની આગાહી સાથે 56% વાદળો છવાયેલ રહેવાની શક્યતા છે. આકાશ મોટે ભાગે વાદળછાયું રહેશે. વાવાઝોડાની પણ 59% શક્યતા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More