Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરામાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. 

વડોદરામાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

વડોદરાઃ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. પાણી ભરાઇ જતાં વાહનો ફસાઇ ગયા હતા.  વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. શહેરમાં માત્ર 2 કલાકમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. કોર્પોરેશનમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેનની ઓફિસમાં પાણી ભરાઇ ગયા છે. તો નવી કોર્ટ સંકુલમાં પણ પાણી ભરાયા છે.  શહેરના મોટાભાગના રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહનચાલકો હેરાન પરેશાન થઇ ગયા છે. શહેરના ગોત્રી અને ચાર દરવાજા વિસ્તારમાં કમર સુધી પાણી ભરાયા છે. વાઘોડિયામાં પણ અઢી ઇંચ વરસાદ વરસ્યો છે.

 

 

 

 

 

 

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More