Home> Gujarat
Advertisement
Prev
Next

દક્ષિણ ગુજરાતમાં મેઘો મહેરબાન, મોટા ભાગની નદીઓમાં નવાનીરથી ડેમ છલકાયા

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની અવિરત મહેરબાની વરસી રહી છે. રોજે રોજે રોજ વરસાદનાં કારણે ખેડૂતોમાં પણ હવે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જો  કે હવે વધારે વરસાદ ખેતી માટે સારો નહી હોવાનું ખેડૂત કહી રહ્યા છે. ગત્ત 24 કલાકમાં વલસાડમાં 6 ઇંચ અને કામરેજમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉકાઇ ડેમમાં ઉપરવાસમાંથી આવક થતા ડેમની સપાટી 325.57 થઇ ચુકી છે. જો કે રૂલ લેવલથી 8 ફુટ હજી પણ ઓછી છે.

દક્ષિણ ગુજરાતમાં મેઘો મહેરબાન, મોટા ભાગની નદીઓમાં નવાનીરથી ડેમ છલકાયા

સુરત : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની અવિરત મહેરબાની વરસી રહી છે. રોજે રોજે રોજ વરસાદનાં કારણે ખેડૂતોમાં પણ હવે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જો  કે હવે વધારે વરસાદ ખેતી માટે સારો નહી હોવાનું ખેડૂત કહી રહ્યા છે. ગત્ત 24 કલાકમાં વલસાડમાં 6 ઇંચ અને કામરેજમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉકાઇ ડેમમાં ઉપરવાસમાંથી આવક થતા ડેમની સપાટી 325.57 થઇ ચુકી છે. જો કે રૂલ લેવલથી 8 ફુટ હજી પણ ઓછી છે.

ભરૂચ: રાજ્યનાં પ્રથમ કોવિડ સ્મશાનની દુર્દશા, મોબાઇલ ફ્લેશના અંજવાળે અંતિમ સંસ્કાર

વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. બે દિવસથી ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે જિલ્લાની તમામ નદીઓમાં નવા નીર આવ્યા છે. વલસાડ જિલ્લાની મુખ્ય જીવાદોરી એવી દમણગંગા નદીમાં પણ નવા નીરની આવક થઇ હતી. વાપીને પાણી પુરૂ પાડતો વિયર કોઝવે પણ છલોછલ ભરાઇ ગયો હતો.

Corona: કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ PM મોદીને લખ્યો પત્ર, ટેસ્ટિંગ વધારવાની કરી રજૂઆત, જાણો DyCM નીતિન પટેલે શું કહ્યું?

ઉકાઇ ડેમમાં ઉપરવાસમાં વરસાદને પગલે પાણીની આવકમાં વધારો થઇ રહ્યો છે. ઉકાઇમાં ઇન ફ્લો 27192 ક્યુસેક છે. જ્યારે ડેમમાંથી હાલ હાઇડ્રો મારફતે 1 હજાર ક્યુસેક પાછી છોડાઇ રહ્યું છે. હાલ ઉકાઇની સપાટી 325.57 ફુટ થઇ છે. ડેમનું રૂલ લેવલ 333 ફુટ છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More