Home> Gujarat
Advertisement
Prev
Next

ગરમી અને ઉકળાટમાં રાહતના સમાચાર, આગામી 5 દિવસમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાયું છે અને અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશનની પણ ગુજરાત પર અસર જોવા મળશે, જેના કારણે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે
 

ગરમી અને ઉકળાટમાં રાહતના સમાચાર, આગામી 5 દિવસમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

અર્પણ કાયદાવાલા/અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, પરંતુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતે હજુ સુધી વરસાદ જોયો જ નથી. હવે હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ આગામી 5 દિવસમાં રાજ્યમાં વ્યાપક વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના તમામ જિલ્લાઓમાં વરસાદ પડશે. 

ગુજરાતમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વરસાદ લાવતું હોય છે. આ વખતે વરસાદ ખેંચાઈ ગયો છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર અત્યારે બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાયું છે. આ સાથે જ રાજ્ય ઉપર અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સર્જાયું છે. જેની અસર પણ રાજ્યના હવામાન પર થશે. 

નલિયા કાંડ: વિધાનસભામાં છેવટે રિપોર્ટ મૂકાયો, ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર...

હવામાન ખાતાએ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવા ચેતવણી આપી છે. સાથે જ જણાવ્યું છે કે, અત્યાર સુધી રાજ્યના જે જિલ્લાઓમાં વરસાદ પડ્યો નથી ત્યાં પણ વરસાદ પડશે એવી આગાહી હવામાન ખાતાએ કરી છે. 

વિધાનસભાઃ ગુજરાત સિંચાઇ અને પાણી નિકાલ વ્યવસ્થા સુધારા વિધેયક ગૃહમાં પસાર

અમદાવાદ હવામાન વિભાગના ડિરેક્ટર ડો. જયંત સરકારે આ અંગે જણાવ્યું કે, " એક લો પ્રેસર બન્યું છે અને તેની સાથે જ એક સાયકલોનીક સર્ક્યુલેશન પણ સર્જાયું છે. જેનાથી રાજ્યમાં આગામી 4 દિવસ દરમિયાન ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડશે. વલસાડ, નવસારી, ડાંગ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. આ સાથે જ આગામી 4 દિવસ દરમિયાન સાબરકાંઠા, અરવલ્લી, વલસાડ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ તેમજ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવના છે."

જૂઓ LIVE TV....

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More