Home> Gujarat
Advertisement
Prev
Next

ચોમાસામાં આબુ ફરવા જવાનો પ્લાન બનાવતા પહેલા આ દ્રશ્યો જોઈ લેજો, આખું ઉત્તર ગુજરાત જળબંબાકાર

Banaskantha Rain : ગુજરાતમાં 24 કલાકમાં 157 તાલુકામાં સાર્વત્રિક વરસાદ... જૂનાગઢના ભેસાણ અને પાટણના સરસ્વતીમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ ખાબક્યો,,, તો પોરબંદરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ...
 

ચોમાસામાં આબુ ફરવા જવાનો પ્લાન બનાવતા પહેલા આ દ્રશ્યો જોઈ લેજો, આખું ઉત્તર ગુજરાત જળબંબાકાર

Gujarat Weather Forecast અલકેશ રાવ/બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રથી અનેક પંથકોમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે જેમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ પડ્યો છે. પાલનપુરમાં મોડી રાત્રેથી વહેલી સવાર સુધી પડેલા વરસાદને લઈને પાલનપુરના અમદાવાદ -આબુ હાઇવે ઉપર ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે. તો પંજાબના અમૃતસરથી નાસપતિના ફળ ભરીને અમદાવાદ જતા ટ્રકે નેશનલ હાઇવે ઉપર પડેલ ખાડામાં પલટી મારી હતી જોકે ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો ,ટ્રક પલટી મારતા ટ્રકમાં ભરેલ નાસપતિ ફળની પેટીઓ પાણીમાં પલળી જતા ટ્રક માલિકને મોટું નુકસાન પહોંચ્યું છે જોકે હાઇવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકો મહામુસીબતે પાણી માંથી પસાર થઈ રહ્યા છે. નાના વાહનો અને બાઇક ચાલકો હાઇવે ઉપરથી ચાલવાનું ટાળી રહ્યા છે અમદાવાદ થી દિલ્હી જતા મુખ્ય હાઇવે ઉપર પાણી ભરાઈ જતા વાહનો ધીરેધીરે ચાલતા હોવાથી વાહનોની લાંબી કતારો પણ લાગી છે ,અવારનવાર પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે હાઇવે ઉપરથી જલ્દીથી પાણીનો નિકાલ કરવામાં આવે.જોકે તંત્ર દ્વારા યોગ્ય પાણીના નિકાલની વ્યવસ્થા ન કરતાં વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

પાલનપુરમાં પડેલા વરસાદને લઈને પાલનપુરના અમદાવાદ -આબુ હાઇવે ઉપર પાણી ભરાયા છે. જેમં એક ટ્રકે પલટી મારી છે. અમદાવાદ-આબુ હાઇવે ઉપર પાણી વારંવાર વરસાદી પાણી ભરાઈ ભરાતા વાહન ચાલકો સહિત સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.જોકે હાઇવે ઉપર અવારનવાર પાણી ભરાઈ જતા સ્કૂલે જતા બાળકોના વાહનો અને અન્ય લોકો વારંવાર અટવાતા લોકોમાં અને વાહન ચાલકોમાં ભારે રોષ ફેલાયો છે જેથી લોકો તાત્કાલિક પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે. 

ગુજરાતમાં અદાણીનો CNG વધુ મોંઘો બન્યો, આજથી આટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે

fallbacks

એક સ્થાનિકે કહ્યું કે, અહીં વારંવાર પાણી ભરાઈ જાય છે મોટા ખાડા પડી જવાથી વર્ષમાં 50 જેટલા વાહનો પલટી મારે છે. સ્કૂલે જતા બાળકો અટવાઈ જાય છે. હાઇવે ઉપર સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જતા ભારે ટ્રાફિકજામ થાય છે લોકો કલાકો સુધી ફસાઈ જાય છે અહીં વારંવાર પાણી ભરાઈ જાય છે અમે બાળકોને સ્કૂલે મોકલી શકતા નથી હાઇવે ઓથોરિટીની ઓફિસ સામે જ છે પણ કઈ થતું નથી લોકો પરેશાન થઈ રહ્યા છે.

સિંગતેલના ભાવમાં ત્રણ દિવસમાં તોતિંગ વધારો, કપાસિયા તેલના ભાવ પણ વધ્યા

મહેસાણામાં ભારે વરસાદ 
મહેસાણા માં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. મહેસાણા વહેલી સવારે 2 કલાક માં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. મહેસાણામાં 2 ઇંચ વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. 2 ઇંચ વરસાદ વરસતા તંત્રની પોલ ખુલી ગઈ છે. વરસાદને લઇ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રાધનપુર સર્કલથી ગોપી નાળા જતા રોડ પર કેડ સમા પાણી ભરાયા છે. પાણી ભરાતા વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. જેથી પાલિકાની પ્રિ મોન્સૂનની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. મહેસાણાના ભમરીયા નાળામાં પણ પાણી ભરાયા છે. મહેસાણા 1 અને મહેસાણા 2 ને જોડતા બંને મુખ્ય નાળામાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાાયા છે. 

શુક્રવારથી સોમવાર સાચવજો : 4 દિવસ ગુજરાતમા ભયાનક વરસાદની આગાહી, આ દિવસે પૂર પણ આવશે

પાટણ પણ જળબંબાકાર થયું 
હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીને પગલે પાટણ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં ખાસ કરીને પાટણ પંથકમાં મોડી રાત્રિથી ભારે વરસાદ શરુ થતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ગરકાવ થઇ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છૅ. ખાસ કરીને રેલવે ગરનાળા માં વરસાદી પાણી ગરકાવ થઇ જતા અવર જવરનો માર્ગ બંધ થઇ જતા હાઇવે પરથી શહેરમાં આવવાનો માર્ગ બંધ થતા ભારે મુશ્કેલીનો સામનો સ્થાનિક લોકોને કરવો પડી રહ્યો છૅ. ચોમાસામાં આ ગરનાળામાં પાણી ભરાવાની સમસ્યા દર વર્ષની છૅ. પાણીના નિકાલ માટે પાલિકા સદંતર નિષ્ફળ નીવડી છે. જેને લઇ પ્રજાજનો હાલાકી ભોગવી રહ્યાં છૅ.

ગુજરાતના રાજકારણમા મોટા ફેરફારના સંકેત, આ દિગ્ગજ નેતાનુ નામ રાજ્યસભાની રેસમા ઉમેરાયુ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More