Home> Gujarat
Advertisement
Prev
Next

એપ્રિલમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે, આંધી-વંટોળ સાથે ત્રાટકશે વરસાદ

Heatwave Alert :  પશ્ચિમના રાજ્યોમાં આવેલા વાવાઝોડાને કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે, પરંતુ ગુજરાતમાં એપ્રિલ મહિનો ભારે બની રહેવાનો છે
 

એપ્રિલમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે, આંધી-વંટોળ સાથે ત્રાટકશે વરસાદ

Gujarat Weather Forecast : માત્ર ગુજરાત જ નહિ, હાલ આખા દેશનું વાતાવરણ પલટાયું છે. પશ્ચિમના રાજ્યો બંગાળ, અસમ, મણિપુર અને મિઝોરમમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. અનેક મકાનો, વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થયા છે. તો જલપાઈગુડીમાં 4 લોકોનાં મોત નિપજ્યા છે. તેમજ 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તો વાતાવરણમાં અચાનક આવી ગયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ગુજરાતનું વાતાવરણ પલટાયું છે. ગુજરાતના અનેક શહેરોમાં ગરમીના પ્રકોપમાં થોડી રાહત મળી છે. અમદાવાદમાં 36.8 ડીગ્રી તાપમાન નોંધાયું છે. જે સામાન્ય કરતા 1.5 ડીગ્રી ઓછું તાપમાન છે. તો ડીસામાં 36 ડીગ્રી જ્યારે ગાંધીનગરમાં પણ 36 ડીગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 37.2 જ્યારે સુરતમાં 36 ડીગ્રી તાપમાન નોંધાયું છે. તો ભુજમાં 37.2 અને નલિયામાં 32.6 ડીગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલીમાં 38.6 અને ભાવનગરમાં 35.2 ડીગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે કેશોદમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

એપ્રિલ મહિનામાં પલટાશે વાતાવરણ
ગુજરાતમાં બદલાયેલા મોસમના મિજાજ વચ્ચે નવી આગાહી આવી છે. એપ્રિલ મહિનામાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, એપ્રિલ માસમાં ગુજરાતના વાતાવરણમા પલટો આવશે. આંધી વંટોળ સાથે ગુજરાતમાં વરસાદનું આગમન થશે.  

રૂપાલાએ વધુ એક વિવાદને નોતર્યો, ક્ષત્રિય આગેવાન સાથેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ

એપ્રિલમાં વરસાદ આવશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, ગુજરાતમાં એપ્રિલ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવશે. એપ્રિલ મહિનામાં વરસાદ આવશે. સાથે જ વાતાવરણમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે. એપ્રિલ માસથી પ્રી મોન્સુન એકિટીવીટી શરૂ થઈ જશે. આ કારણે એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. 

એપ્રિલમાં ગરમી પણ આવશે
સાથે જ અંબાલાલ પટેલે કહ્યું કે, એપ્રિલ માસમાં ગરમીના પ્રમાણ પણ વધારો થશે. 20 એપ્રિલથી રાજ્યમાં આકરી ગરમીની શરૂઆત થશે. રાજ્યના અનેક ભાગોમાં ગરમીનું પ્રમાણ 43 ડિગ્રી સુધી જઈ શકે છે. તો મે માસમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી વધતા લૂ ફૂંકાશે.  

ક્ષત્રિયોને રાજી કરવાના ચક્કરમાં રૂપાલાએ અનુસુચિત જાતિના લોકોની લાગણી દુભાવી

એપ્રિલમાં પણ ગરમીનો માર
એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયાની શરુઆતથી તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. હાલ તો ઉત્તર ભારતમાં આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો છે. પરંતું એપ્રિલની શરૂઆત થતા જ વાતાવરણ ફરીથી પલટાઈ જશે. આગામી દિવસમાં ફરી તાપમાન ઊંચું જશે.

ગુજરાત કોંગ્રેસ હવે શ્રીરામના શરણમાં, અમિત ચાવડાએ ચૂંટણીમાં રમ્યું ક્ષત્રિય કાર્ડ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More