Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં 31 જુલાઈ સુધી ભારે વરસાદથી કોઈ રાહત નહીં! આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ

Gujarat Weather Forecast News: હવામાન વિભાગે 31 જુલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં સૌથી વઘુ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં 31 જુલાઈ સુધી ભારે વરસાદથી કોઈ રાહત નહીં! આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ

Weather Forecast News: ગુજરાતમાં છેલ્લા 10 દિવસોથી પડી રહેલા ભારેથી અતિભારે વરસાદથી કોઈ રાહત મળવાની આશા દેખાતી નથી. હવામાન વિભાગે રાજ્યમાં 31 જુલાઈ સુધી બારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. આઈએમડીના એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્ર બાદ હવે મધ્ય ગુજરાતના વડોદરા અને અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. 29 જુલાઈએ અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચ માટે ઓરેન્જ એલર્ટ રાખ્યં છે. 

સાચવજો! 1997 બાદ મહેસાણામાં ખાબક્યો આટલો વરસાદ! જાણો અન્ય જિલ્લાઓની સ્થિતિ?

તેની સાથે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી અને બોટાદ માટે બારે વરસાદનું યેલો એલર્ટ આપ્યું છે. 

ફરી કેમ વડોદરાવાસીઓ મુકાયા આકાશી આફતના ઓછાયામાં? જાણો હકીકત દર્શાવતો આ રિપોર્ટ

વડોદરા અને ભરૂચમાં ભારે!
હવામાન વિભાગે 30 જુલાઈએ નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. 31 જુલાઈએ નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણી છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી ઘણું નુકસાન થયું છે. 

સમગ્ર ગુજરાતમાં આકાશી આફત! બીજા રાઉન્ડમાં મેઘરાજાએ ગુજરાતના કયા જિલ્લાઓને ઘમરોળ્યા?

વડોદરામાં ભારે વરસાદ બાદ ઓવરફ્લો થયેલા આજવા ડેમથી નીચલા વિસ્તારોમાં સમસ્યા થઈ શકે છે. સાથે ભરૂચના નીચલા વિસ્તારોમાં અત્યારે પાણી ભરાયેલું છે. ગુજરાતમાં ભારે વરસાદથી પોરબંદર, દેવભૂમિ દ્વારકાની સાથે જૂનાગઢ અને જામનગર જિલ્લામાં ઘણું નુકસાન થયું છે.

ઉત્તર ગુજરાતમાં મેઘાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં મેઘતાંડવ! જાણો ક્યા કેવો પડ્યો?

ગાંધીનગરમાં પણ પાણી ભરાયા 
ગુજરાતમાં ભારે વરસાદને કારણે ગાંધીનગરમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. ગાંધીનગરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. દહેગામ તાલુકામાં સ્થિતિ સૌથી વધુ વણસી છે. ત્યાં વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના સવારે 9 વાગ્યાના અપડેટ મુજબ રાજ્યના 119 તાલુકાઓમાં સારો વરસાદ નોંધાયો છે. અમદાવાદના ઓરેન્જ એલર્ટ બાદ સ્થાનિક વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More